SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ (૧૧) નરચન્દ્રસરિ नरचन्द्रमुनीन्द्रस्य विश्वविद्यामयं महः । चतुरन्तधरित्रीशसभ्यैरभ्यर्चितं स्तुमः || —ઉદ્દયપ્રભસૂરિ૧૩૯ कवीन्द्रश्च मुनीन्द्रश्च नरचन्द्रो जयत्यसौ । प्रशस्तिर्यस्य काव्येषु संक्रान्ता हृदयादिव || —સામેશ્વર૧૪૯ નરચન્દ્વ-માતૃપક્ષે વસ્તુપાળના ગુરુ 6 વડાવશ્યક " ૧૧૮. નરચન્દ્રસૂરિ એ હ પુરીય અથવા મલધાર ગુચ્છના દેવપ્રભસૂરિના૧૪૧ શિષ્ય હતા. તેએક વસ્તુપાળના માતૃપક્ષે ગુરુ હતા,૧૪૨ અને વિજયસેનસૂરિ તથા એમના શિષ્યાના ગાઢ સંપર્ક માં હતા. વસ્તુપાળ એમનું ઘણું સંમાન કરતા હતા; એમણે વસ્તુપાળને ત્રણ વિદ્યા—ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય—શીખવી હતી તથા ' અને ‘ કર્મપ્રકૃતિ ' એ જૈન ધર્મગ્રન્થા પણ ભણાવ્યા હતા.૧૪૩ પેાતાની એક સંધયાત્રા પ્રસંગે વાસક્ષેપને વિધિ કરવા માટે વસ્તુપાળે નરચન્દ્રસૂરિને વીનવ્યા હતા, પણ નરચન્દ્રે ઔચિત્યપૂર્વક એ વિધિ કરવાની ના પાડી હતી અને એમના જ સૂચનથી વસ્તુપાળે પેાતાના પિતૃપક્ષે ગુરુએ વિજયસેનસૂરિ અને ઉદયપ્રભસૂરિને એ માટે મારવાડમાં આવેલા પિલુપ્રદ અથવા પિલુઆઇ નામે ગામ ( ધણું કરીને ભૂતપૂર્વ બિકાનેર રાજ્યમાં હનુમાનગઢ પાસેના પિલુ )થી ખાસ નિમંત્રણ આપીને તેડાવ્યા હતા. ૧૪૪ વસ્તુપાળની સંખ્યાબંધ સયાત્રામાં નરચન્દ્રસૂરિ જોડાયા હતા. ૧૩૯. ‘ ધર્મોલ્યુદય ’, ૧-૧૩ ૧૪૦. કીકૌ, ૧-૨૨ ૧૪૧. આ દેવપ્રભસૂરિએ જૈન મહાભારતને કાવ્યમાં આલેખતું પાંડવચરિત ’, મુરારિષ્કૃત ‘ અનરાધવ ’ નાટક ઉપર ટીકા, તથા બીજી કેટલીક કૃતિઓ રચી છે. પ્રબન્ધા જણાવે છે કે તેઓ બ્રાહ્મણશાસ્ત્રોના આધાર આપીને ધાર્મિક પ્રવચન કરતા, અને એમને ઉપદેશ સાંભળીને રાજા વીરધવલે મૃગચા, માંસ અને મદિરાને ત્યાગ કર્યા હતા ( વચ, ૫-૩૪૮ થી આગળ; પ્રા, પૃ. ૧૧૩), ૧૪૨. વચ, ૧-૯૨; પ્રકા, પૃ. ૧૧૩ ૧૪૩. પ્રકા, પૃ. ૧૧૩ ૧૪૪, વચ, ૧-૪૨૦; પ્રકા, પૃ. ૧૧૩ [ ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy