SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૨ ૧ અભાગી કન્યાનું સૌભાગ્ય લોકોત્તર શાસનની વાતો પણ લોકોત્તર, સંગ્રહણીના દર્દીને જેમ દૂધ કે દૂધની મીઠાઈઓ ન દઇ શકાય તેમ લોકોત્તમ સાધુ-સાધ્વી-જીવન પણ સૌને માટે ઉપાદેય એક સમાન છતાંય આચરણીય બહુ જ ઓછાને બને છે. આદરણીય સૌનો તે પંચમહાવ્રત માર્ગ ફક્ત હળુકર્મી આત્માઓના સૌભાગ્યનો વિષય હોય છે, બાકીના જીવોએ તો બાર અણુવ્રત અથવા પ્રભુ શાસનની અનેક પ્રકારની આરાધનાઓમાંથી એકાદ આરાધનાને મજબૂત બનાવી ગૃહસ્થ- જીવનથી જ પ્રગતિનો પાયો નાખવાનો હોય છે. આ નાની કથાનું પાત્ર પણ ગુરુકર્મી અભાગી તે કન્યાનું છે, જેનાં લગ્ન થતાંની સાથે જ હસ્તમેળાપની વેળાએ જ પતિ લગ્નની ચોરીમાંજ મૃત્યુ પામ્યો અને કન્યા વિષકન્યા રૂપે તિરસ્કાર અને બદનામી પામી, ચુવાનીમાં ઉન્માદ અને ઉન્મત્ત વાતાવરણ વચ્ચે જ નવોઢા વિધવા થતાં તેણીના મનોરથનો મંગલકુંભ ધ્વંસ પામી ગયો. હતાશા-નિરાશામાં તેણી પતિના વિરહમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરવા જઇ રહી હતી કે તેણીની માતા તેને લટકેલ અવસ્થામાં જોઇ ગઇ. તરત ફાંસો દૂર કરી મૂર્છા પામેલી કન્યાને પાણી છાંટી, ઉપચાર કરી ભાનમાં લાવી. માતાએ જયારે નિસાસા નાખતાં તેનું કારણ પૂછ્યું ત્યારે ગણધર ભગવંત બોલ્યા કે પૂર્વભવમાં તેણીની કન્યાએ ચંદ્રશ્રી નામના ભવમાં પોતાની શોક્ય પત્ની મિત્રશ્રીનો વારો ધનાવહ શેઠ સાથે હોવા છતાંય કામવિકારને વશ થઇ મર્યાદા ઓળંગી તેથી પતિની નારાજગી થતાં તેણીએ પોતાના કામસુખમાં વિઘ્નકર્તા તરીકે મિત્રશ્રીને માની તેણી ઉપર કામણ-તંત્રો કરાવી તેણીને બેડોળ કરાવી નાખી. તેથી શેઠ ચંદ્રથી ઉપર રાગી બન્યો, પણ પાછળથી તે પડયંત્ર ચંદ્રશ્રીનું જ છે તેવી Jain Education International ચતુર્વિધ સંઘ જાણ થઇ જતાં બેઉ પત્નીઓનો ત્યાગ કરી દીધો. સ્ત્રીઓની કુટિલતા, માયા, ઇર્ષ્યા ને ક્ષુલ્લક સ્વભાવ ઉપર ધિકકાર થઇ ગયો. ચંદ્રથી પણ પતિના જાકારાથી ધિકકાર પામી વીલખી પડી ગઇ. ગમે તેમ જીવન પૂરું કર્યું પણ પાછળથી પણ શોકય પત્નીને આપેલ પતિ-વિયોગના પાપની આલોચના ન કરવાથી આ ભવમાં પોતે વિષકન્યા બની પતિવિયોગ પામી. તે ભવમાં તેના ભારે કર્મીપણાને કારણે પ્રવજ્યા- યોગતો ઠીક પતિયોગ પણ ન હતો. મુંઝાયેલ માતાએ તરત જ ધર્મી કલ્યાણ- મિત્રોના કહેવાથી દેવગુરુ-ધર્મનું શરણું લીધું. પ્રભુ આદિનાથજીના પ્રથમ ગણધર પુંડરીક સ્વામિ પાંચ કરોડ મુનિઓ સાથે સોરઠ દેશની ભૂમિએ પધારેલ. તેવા જ સમયે તેજ ક્ષેત્રમાં ઉપરોક્ત બિના બની. પેલી બહાવરી માતા માર્ગ ભ્રષ્ટ કન્યાને લઇ પુંડરીકજેણીના હાથ નીચે અનેક સેવક દેવી-દેવતાઓ છે. પોતે સ્વામિ પાસે આવી અને સંસારનાં આવાં દુ:ખોથી મુકત કરવા પુત્રી માટે દીક્ષા માંગી, પણ જ્ઞાની પુંડરીક સ્વામિએ કન્યા માટે દીક્ષાની અયોગ્યતા જણાવી કારણ કે તેનાં કર્મો હજુ ભારે હતાં. ચારભુજાઓ પામી છે ઉપરાંત મહાઐશ્વર્યને ભોગવી, પ્રભુશાસનની પ્રભાવના કરી આગામી ભવમાં તો કલ્યાણને પણ પામનારી થવાની છે. For Private તેથી પુંડરીક સ્વામિએ તેણી માટે ચૈત્રી પૂનમની આરાધના દેખાડી, વિધિ સમજાવી. પંદર વરસ સુધી લાગત વરસમાં ફકત એક જ વાર ચૈત્ર પૂનમની વિધિપૂર્વક આરાધના કરી શ્રાવિકાપણામાંથી જ તે વિધવા નારી પ્રથમ દેવલોકમાં પુરુષદેવ બની. ત્યાંથી શ્રાવિકાની જીવનારાધનાના પ્રભાવે ચરમ ભવમાં મહાવિદેહ ક્ષેત્રથી શ્રેષ્ઠીપુત્રી તરીકે જન્મ લઇ બધુંય ૧૫ કરોડ, લાખ કે ૧૫ ની સંખ્યામાં પ્રાપ્ત કરી અંતે દીક્ષા લઇ મુક્તિને પણ પામી છે. ૨ શ્રાવિકા અંબિકા પરમાત્મા નેમિનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી આજે પણ જાગૃત છે. ઘણાયને પરચો આપે છે. ધર્મી આત્માઓની ઇચ્છા પૂરે છે અને તે ગિરનાર તીર્થની પણ રક્ષા કરે છે જે તીર્થંથી આગામી ચોવીશીના ચોવીસેય તીર્થંકરો મોક્ષને પામવાના છે. ઉત્તમ આરાધિકા અંબિકા તેણીના પૂર્વ ભવનું નામ છે તે જ નામે. હાલે દેવી અંબિકા પ્રથમ વૈમાનિક સૌધર્મ દેવલોકની નીચેના કોઠુંડ વિમાનમાં મહર્દિક દેવી બની છે, પણ તેજ દૈવી આત્માનો પૂર્વભવનો ઇતિહાસ ખૂબ વિકટ રહ્યો છે, કારણ કે જૈન કુળની કન્યા અંબિકાનાં લગ્ન બ્રાહ્મણ કુળના સોમભટ્ટ સાથે થયેલ. સાસુ દેવીલા અને સસરા દેવભટ્ટ હતા. સિદ્ધ અને બુદ્ધ નામનાં બે સંતાનોની તે માતા પણ હતી. દાનધર્મમાં ઉદારમના તેણીએ સસરાના મરણ પછી શ્રાદ્ધના દિવસે જ ઘેર પધારેલ જૈન મુનિ મહાત્માને ચડતા પરિણામે પ્રતિલાલ્યા. તે દેખી ઘરવાળા તો ઠીક પણ પાડોસણે કકળાટ કરી નાખ્યો કે શ્રાદ્ધના દિવસે કુળદેવીને ભજવાને બદ્દલે ગંદા વસ્ત્રોવાળા સાધુને દાન આપી દિવસ બગાડી નાખ્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy