SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા બસ વાતનું થતેસર થઇ ગયું. પાડોરાણની ટકટકમાં સાસુનો સૂર પણ પુરાયો ને પછી તો પતિ પણ પ્રકોપિત થયો અને બધાએ મળી જવાબ આપી બધાયનું અજ્ઞાન દૂર કરી રહેલી અંબિકામાં જ અજ્ઞાન આરોપી તેણીને ઘર-બહાર કાઢી નાખી, સાસુ તો ઠીક પણ પતિ તરફથી પણ જયારે જાકારો થયો ત્યારે અંબિકા અસહાય બની ગઈ. બિચારી બની લાચારીમાં ઘર છોડી દીધું. નાનાં-નાનાં નિર્દોષ બાળકો રસ્તામાં તરસ્યાં-ભૂખ્યા થયાં. માતાની મમતા તરડાવા લાગી. તેણીએ જેવી ક્ષેત્રદેવતાને યાદ કરી પાણીની ઇચ્છા કરી કે બાજુના સરોવરમાં પાણી પ્રગટયું ને બાજુમાં રહેલ આંબો પણ કેરી સાથે ઝૂલવા લાગ્યો. તેણીના શીલ-પ્રભાવે થયેલ ચમત્કારને લોકો પણ નમસ્કાર કરતાં થયાં, તેણીએ સપુત્ર તૃષા-ક્ષુધા શમાવી અને જંગલમાં પણ જયાં પહોંચવા લાગી ત્યાં મંગલ થવાં લાગ્યાં. આ તરફ તેણીના ઘરમાં તેણીએ આપેલ સુપાત્ર દાનનાં પાત્રો સોનાનાં ને ધાન્યના દાણા મોતીના થઇ ગયેલા દેખી સાસુ શરમાણી. પતિવ્રતા પોતાની પુત્રવધૂને પાછી માનપૂર્વક ઘેર લઇ આવવા ખાસ પુત્ર સોમભટ્ટને રવાના કર્યો. શોધતો તે પણ ઉતાવળે જંગલમાં એક કૂવા પાસે અંબિકાને સપુત્ર બેઠેલી દેખી, દોડતો અને બૂમો પાડતો આવવા લાગ્યો. ભદ્રિક પરિણામી અંબિકાને પતિના ત્રાસ-માર અને મરણનો ભય સતાવી ગયો. સુપાત્ર ઠાન કરીને ધર્મ કરવાના ફળરૂપે જો આવું જ કમોત મોત પતિના હાથે મળવાનું હોય તેના કરતાં ધર્મ વધારી ધર્મનું જ શરણું લઇ મૃત્યુ પામી જવું વધારે સારું માની કોઇ લાંબો વિચાર કર્યા વગર અંબિકાએ પુત્રોની સાથે જ કૂવો પૂરી દીધો. થોડી જ વારમાં ત્રણેયની લાશો તરવા લાગી. પતિ પણ ગભરાયો. મરતાં ભગવાન નેમિનાથને ખાસ સ્મરણમાં લઇ અંબિકા તેમની જ અધિષ્ઠાયિકા દેવી બની છે. જયારે પતિએ પણ કૂવામાં જ પત્નીની પાછળ ઝંપલાવી ધર્મબુદ્ધિથી આત્મહત્યા કરી નાખી. મરીને તે પણ દેવી અંબિકાનું જ વાહન બન્યો છે. શ્રાવિકા અંબિકા થકી પરિવાર મરણોત્તર સુખ પામ્યો ને પામશે, ૩ શ્રાવિકા મયણા સહનશીલતા, સિદ્ધાંતવાદિતા, સૌજન્યતા, સાદગી, સમર્પિતતા વગેરે ગુણોના સમૂહથી જેનો ઇતિહાસ લખાય છે, બોલાય ને ગવાય છે તે સિદ્ધચક્ર અને નવપદમય શ્રી નવકારની આરાધિકા શ્રાવિકા મયણાસુંદરી ઐતિહાસિક પાત્ર છે. Jain Education International For Private ૯૫૩ ઉજ્જૈની નગરીના પ્રજાપાલ રાજાની નાની રાણી રૂપસુંદરીની તેણી પુત્રી હતી. પિતા સાથે ભરી સભામાં પુણ્યપાપના ફળ ઉપરની ચર્ચા ઉપર તેણીએ કર્મવાદનો સિદ્ધાંત દર્શાવ્યો. તેમાં રાજાને પોતાનું અપમાન જણાતાં સગી પુત્રીને દુ: ખી કરવા સાતસો કોઢિયાના અધિપતિ ઉંબરરાણા સાથે પરણાવી વેર વાળ્યું, છતાંય મયણાએ સિદ્ધાંતમાં બાંધછોડ કરી પિતાને રાજી કરવા ધરાર પ્રયત્ન ન જ કર્યો. આ તરફ કોઢિયો પતિ રૂપવાન મયણાના ભાગ્યમાં આવ્યો ત્યારે પણ તિરસ્કાર કે ધિકકારભાવ ન લાવી તરત પોતાના આરાધ્યપાદ ગુરુદેવ જેવા પતિદેવની ભલાઇ માટે દેવાધિદેવ આદીશ્વરનાં જિનાલયનું શરણું લીધું. ભાવ સાચો હતો તેથી દહેરાસરમાં જ ફૂલની માળા તથા બિજોરું પ્રભુજીના અંગ ઉપરથી ઊતરી દેવતાઇ પ્રભાવે ખરરાણાના હાથમાં સૌના દેખતાં ચમત્કારિક રૂપે આવ્યું. તે પછી પણ મયણા દેવ પછી ગુરુના શરણે પતિદેવને લઇ જવા ઉપાશ્રયે ગઈ જયાં રહેલા ગુરુદેવે ઉપકાર બુદ્ધિથી શ્રી સિદ્ધચક્રજી આરાધના તથા નવપદજીની ઓળી કરવા વિધાન કર્યું. સુદેવ-ગુરુ-ધર્મના ચરણ-શરણનો જ પ્રતાપ હતો કે મયણાસુંદરીના આશ્વાસન, હૂંફ, પ્રેરણા અને ધર્મલગાવથી ઉંબરરાણાનો કોઢ ગયો. રાજા શ્રીપાળ તરીકે તેઓ સંપૂર્ણ નીરોગી બની ગયા ને પછી તો વિદેશોની સફરે પણ જવાની તૈયારી કરી. પોતાના પતિદેવ સાથે જ સમુદ્રી સફરની ઇચ્છાવાળી મયણાસુંદરીએ શ્રીપાળની અનિચ્છાને માન આપી પતિવિરહ સહન કરી લીધો, પણ બીજો-ત્રીજો વિચાર પણ ન કર્યો. ગૌરવ તો ત્યાં લેવાય છે કે જયારે રાજા શ્રીપાળ બધેય વિજયવાવટો ફરકાવી, દુષ્ટ ધવલરોઠ પ્રતિ પણ શિષ્ટ વ્યવહાર દર્શાવી, બધાયના મન જીતી, મંચન સાથે કામિનીઓ પણ પરણીને આવ્યા ત્યારે પોતા ઉપરાંત આઠ-આઠ અન્ય શૌકય હોવા છતાં બધીય સ્ત્રીઓ પ્રતિ ઉત્તમ આદરવાળી બની રહી, જેથી મયણા પોતાના ગુણોથી પરિવારમાં મોટી બહેન તથા પૂજયપણે બહુમાન પામતી રહી. બુદ્ધિમાન બની પાછા આવેલ પતિના સંગાથે જાકારો આપનાર પિતાને પણ પતિના માધ્યમે કોઇ વિશેષ દંડ કે શિક્ષા અપાવ્યા વગર તેમનું ગૌરવ સચવાય તેમ વ્યવસ્થા કરી આપી. બીજી તરફ પોતાની જ મોટી બહેન સુરસુંદરી જે લાચાર બની નાટક-નૃત્ય મંડળીમાંથી પાછી વળી, તેણીને પણ પ્રેમવાત્સલ્ય-આશ્વાસનથી ઉગારી દીધી. એક માત્ર મયણા થકી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy