SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૫૧ ચતુર્વિધ શ્રી સંઘની શ્રમણોપાસિકાઓ લેખક: ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જ્યદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) ભગવાનના શાસનમાં શ્રાવિકાઓનો જે ફાળો નોંધપાત્ર બન્યો છે તે તેમની ધાર્મિકતા અને બહુલ સંખ્યાના કારણે. દરેક કાળમાં શ્રાવિકાઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે. ચતુર્વિધ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓનું બીરુદ તેમને જ પ્રાપ્ત થઈ શકે છે, જેઓ ફકત જન્મ જૈન નહીં પણ કમેં જૈન છે, બાર અણુવતોમાંથી કોઈને કોઈ અણુવ્રતો ઉચ્ચર્યા છે, માટે જ દરેક તીર્થકરોમાં સમય કાળે ગણાવાતી શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા મર્યાદિત એટલા માટે હોય છે કે કુલ જેનોની વસ્તીમાંથી વ્રતધારી જેનો જ પ્રભુના શ્રાવક-શ્રાવિકાનું બીરુદ ધરાવે છે, માટે નાની-મોટી સંખ્યા શ્રાવક-શ્રાવિકાઓની જોઈ વિસ્મિત થવા જેવું રહેતું નથી. એક શ્રાવિકા પણ જો સન્માર્ગે છે, શીલવ્રતધારિણી છે, પતિવ્રતા છે, ધર્મપરાયણ અને સુસંસ્કારી છે તોય પરિવાર સમસ્તથી લઈ, કુટુંબ અને સમાજનું પણ ભલું કરી શકે છે. કામવાસનાથી પીડાતી સ્ત્રીઓ, ઉન્માર્ગગામિની કે માયા-ક્રોધાદિ દોષોથી ખરડાયેલ નારીઓનું વર્ણન પણ કથાનુયોગમાં જોવા મળે છે, જેના કારણે સ્ત્રીઓ ઈર્ષ્યા, માયા, તુચ્છ સ્વભાવ કે અલ્પબુદ્ધિમાન તરીકે બદનામ પણ થાય છે. પુરુષ કરતાં પણ આઠગણી કામાસક્તિથી પીડાતી- રિબાતી નારીઓના કારણે ઈતિહાસમાં કલંકિત પાનાંઓ પણ લખાયેલ છે પણ સામે શીલ-સદાચાર-સાદગી અને સત્યધર્મની ઉપાસિકા- આરાધિકા શ્રાવિકાઓનો પણ બહોળો સમુદાય છે. દરેક કાળમાં પ્રભુએ પ્રકાશિત માર્ગે ચાલી શાસનને દીપાવનારી નારીઓ થઇ છે અને થવાની પણ છે. રત્નકુક્ષિ સ્ત્રીઓ થકી જ જગતને તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ કે પ્રતિવાસુદેવ જેવી મહાન વિભૂતિઓનાં દર્શન થાય છે. સ્ત્રી-વેદના ઉદયથી સ્ત્રીની કાયા મળે છે, પણ તેથી જીવના મૂળભૂત સંસ્કારો સાવ બદલાઈ જતા નથી. તેની પ્રતીતિ તેથી પણ થાય કે ક્યાંક પુરુષો કરતાંય સ્ત્રીઓ તેજ પાકે છે, સરસ્વતી જેવી તીવ્ર ને સૂક્ષ્મ બુદ્ધિશાળી હોય છે, ઉપરાંત સહનશીલતા ગુણ વળ દેવતાઓને પણ શીલવ્રત દ્વારા ઝૂકાવી દે છે. અમારી લાગણી ભરેલ માગણીને લક્ષ્યમાં રાખી ગુણાનુરાગી પૂ. મુનિરાજ જયદર્શન વિ. મ. સાહેબે શ્રાવિકા વિભાગના ૨૭ પરિચય-લેખો અમને રચી આપી ઉપકત કર્યા છે. ચારેય વિભાગમાં સીધી-સાદી ભાષાને જ પસંદ કરી છે પણ તેમાં કથાઓ સાથે આછું-ઓછું તત્ત્વજ્ઞાન પણ પીરસી દીધું છે, કારણ કે અંતે તો દરેક પ્રસંગોમાંથી સત્ય-તત્ત્વ અને સર્વ-સદાચાર તરફ જવાનો ધ્યેય તેજ સારા વાંચનનું ફળ ગણી શકાય છે. પ્રસ્તુત કરેલ કુલ ૧૦૮ લેખો ઉપરાંત અનેક પાત્રો ચારેય વિભાગમાં હજુ સંકલિત થવાના રહે છે કારણ કે પાત્રોની સંખ્યા સંખ્યાતીત છે જયારે ગ્રંથની મર્યાદા છે. છતાંય અનેક પ્રકારની તાત્ત્વિક-સાત્ત્વિક અને સત્યસભર લેખમાળાઓની રચના વચ્ચે, પ્રસંગે પ્રસંગે કરાવાતા શિબિરો અને વિવિધ આરાધના કાર્યકમો અને સતત સ્વાધ્યાય વચ્ચે સમય ફાળવી આ ગ્રંથમાળા માટે જે અમારી અપેક્ષાઓ પૂજયશ્રીએ પૂર્ણ કરી છે, તે માટે હું સ્વયં ગૌરવ સાથે આનંદ અનુભવું છું. અગાઉની ગ્રંથમાળામાં પણ વિવિધ પ્રકારની લેખમાળાઓ પૂજયશ્રીએ આપી અમને ઉપકત કર્યા છે. ચારેય લેખમાળાઓ વાંચી સૌ પાવન બને, આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધારે તેવી લેખકશ્રીની અપેક્ષા અસ્થાને નહીં ગણાય. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy