SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ || ૐ હૌં શ્રી શાંતિનાથાય નમઃ || ધર્મનગરી નડિયાદની પુણ્યભૂમિએ સં. ૨૦૩૮માં અનંત ક્લ્યાણકારિણી પ્રવજ્યા અંગીકાર કરીને સ્વ-પર ક્લ્યાણના પુનીત માર્ગે વિચરતા મહાપરાક્રમી પૂજ્યપાદ ગુરુદેવ પરમ વંદનીય મુનિ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.ની વર્ધમાનતપની ૯૮મી ઓળીના પારણાં પ્રસંગે ‘તવારીખની તેજછાયા' ગ્રંથમાં ભાવનગરનિવાસી ધર્માળુ અ.સૌ. અનિલાબહેન રમેશચંદ્ર ધીરજલાલ શાહ પરિવાર દ્વારા સૌજન્ય : શુભેચ્છા અદ્વિતીય કરુણાના સાગર સમા અનંતાનંત ચોવીસીના તીર્થંકરો થકી સ્વયં આચરિત તેમજ પ્રરૂપિત એવા સંયમ સામ્રાજ્યના સમ્રાટ બનીને વર્તમાને આપશ્રી જિન-શાસનના શણગાર બન્યા છો તેની ભૂરિ ભૂરિ પ્રશસ્તિ કરીએ છીએ. સંયમરસિયા બનીને આપે મોક્ષની સીડી હાંસલ કરી છે. પ્રેરણાનાં પીયૂષ પાઈને અમોને પણ જીવનસાફલ્યની દિશા બતાવી તે અમારું અહોભાગ્ય છે. અમારા ઘરદેરાસરમાં બિરાજિત શ્રી શાંતિનાથ ભગવાનનો અચિન્ત્ય પ્રભાવ તેમજ અમારા પરિવારના ઉપકારી ગુરુ ભગવંતો પ.પૂ. આ.ભ.શ્રીમદ્ શ્રી વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા, પ.પૂ.મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણાં તથા પૂજ્ય સાધ્વીજીઓ - શ્રી દિવ્યજ્યોતિશ્રીજી મ., શ્રી નિરાગરસાશ્રીજી મ., શ્રી પરાગરસાશ્રીજી મ. અને શ્રી શાસનરસાશ્રીજી મ. (સંસારી પક્ષે બંધુઓ, ગિની, ભાભી, ભત્રીજા, ભત્રીજીઓ) આદિ ઠાણાંઓના સદુપદેશથી જીવનમાં જિનાજ્ઞાનું પાલન, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ, સુર્હતમાં દાન, સાધર્મિક ભક્તિ, અનુકંપા-દાન ઇત્યાદિ ગુણોથી અલંકૃત થવા પામ્યાં છીએ તેથી અમારાં જીવન સાર્થક થયાં છે. લિ. Jain Education International અમારા ગૃહમંદિરની ૧૫મી સાલગિરિની ઉજવણી નિમિત્તે તેમજ પ.પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સાહેબની૯૮મી વર્ધમાન તપની ઓળીની અનુમોદનાર્થે જૈન ધર્મના શુભ સંસ્કારોથી વાસિત અમારા આત્માઓ શુભભાવના ભાવે છે કે પૂજ્યશ્રીએ દીક્ષાપર્યાયમાં અનેક પ્રકારે તપશ્ચર્યા કરીને જે પ્રમાણે મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે તેમાં ચડતાં પરિણામે વૃધ્ધિ કરતાં છતાં સુખશાતામય, દીર્ઘકાલીન, કલ્યાણમય તેમજ નિષ્કંટકમય સંયમજીવન વિતાવીને તેઓશ્રીના કંઠે મુક્તિમાળા વહેલી તકે આરૂઢ થાઓ. ન ભૌતિક સુખસાહ્યબી કદાપિ તૃપ્તિ ન આપી શકે. તેથી જ દરેક આત્મા મોક્ષસુખના વૈભવને તલસે છે. અમોને પણ ભવાટવમાં રખડતાં અટકાવે અને મોક્ષમાર્ગનો રાજમાર્ગ બતાવે તેવાં ગયું દેવો-ગુરુણીઓનો સમાગમ નિશદિન થતો રહે એવી અભીપ્સા સેવીએ છે. જીવમાત્રના કલ્યાણવાંચ્છનારા, રત્નત્રયીપ્રભા સમો જ્ઞાનોત્કર્ષ સાધનારા, તીર્થભ્રમણ દ્વારા સમ્યક્ દર્શનને નિર્મળ બનાવનારા તેમજ અનેકવિધ તપશ્ચર્યાઓ થકી ચારિત્રજીવનનો મહિમા વધારનારા એવા આરાધક આત્મા પ.પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સાહેબનાં પુનીત ચરણોમાં કોટિ કોટિ વંદના છે. પૂજ્યશ્રીના ચરણકિંકર સમાન, રમેશચંદ્ર ધીરજલાલ શાહ - અ.સૌ.અનિલાબહેન રમેશચંદ્ર શાહ, અપૂર્વ રમેશચંદ્ર શાહ છે કૃપા રમેશચંદ્ર શાહ આદિ સમસ્ત પરિવારના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy