SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ગુણસંપન્ન ગુરુજી સમગ્ર દક્ષિણભારતમાં છવાયેલા છે. પ્રત્યેક સંઘે તેમનો અનુભવ, માર્ગદર્શન લઈને મહોત્સવ અને મહાપૂજનોમાં અપૂર્વ ભક્તિનો લહાવો લેવા તત્પર રહ્યા છે. તનતોડ મહેનત, અનુશાસન અને સુવિશુદ્ધ વિધિ એ તેમનું ધ્યેય, લક્ષ અને સંકલ્પ છે. પ્રત્યેક વિધિમાં મહોત્સવ મહાપૂજનોમાં સતત જાગૃતિ એ તેમના સફળ કાર્યમાં સોનામાં સુગંધ સમાન રહ્યા છે. એક જ દિવસમાં પંચકલ્યાણક મહોત્સવ કરાવનાર ભારતવર્ષના આ એક જ વિધિકારક છે જે એક જ દિવસનાં જુદાં જુદાં સ્થળો પર સવારના પાંચથી સાંજના પાંચ સુધી પૂજન ભણાવવાની ક્ષમતા ધરાવે છે. વિશુદ્ધવિધિકારક હોવાની સાથે તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ છે. કલ્યાણકો હોય કે ચડાવાઓ હોય, મહોત્સવ હોય કે મહાપૂજનો, તપસ્યામાં પણ કલાકોના કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર અપૂર્વ પ્રભુભક્તિ કરાવી ધર્મજનોનાં મન જીતી શક્યા છે. પાલિતાણામાં શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાળામાં વિશાળ ચાંદીની પ્રતિમાની અંજનશલાકા સમયે ૫૦૦-૫૦૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તેમના અપૂર્વ ઉલ્લાસપૂર્વકનાં વિધિ-વિધાનો અને કાર્યક્રમોથી આશ્ચર્યચકિત થયાં છે. તેજ સમયે પૂ. આ. દેવ, ચંદાનનસૂરીશ્વરજીએ વિશાલ સંઘ સમક્ષ ભારતભરના ‘સર્વશ્રેષ્ઠ વિધિકારક’ તરીકેની ઘોષણા કરી સમ્માનિત કરાવ્યા છે. બેંગલોરમાં તેઓશ્રીએ પોતાના સ્વદ્રવ્યથી જિનમંદિર પણ કરેલ છે. પૂ. ગુરુજી ખૂબ પ્રભાવશાળી અને પુણ્યવંતા વિધિકારક છે જેમણે— (૧) શ્રી અષ્ટાપદ તીર્થ, રાણી, (૨) શ્રી ચમત્કારી તીર્થ બાકરા રોડ, (૩) શ્રી પ્રેરણાતીર્થ, અમદાવાદ, (૪) શ્રી ભેરુતામતીર્થ, (૫) શ્રી શંખેશ્વરધામ–ઝારખંડ, (૬) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ, દેવનહલ્લી (બેંગલોર), (૭) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ-દેવનહલ્લી (બેંગલોર), (૮) શ્રી માલગાંવ તીર્થ, (૯) શ્રી પાર્શ્વલબ્ધિધામ (બેંગલોર), (૧૦) ગોડીજી તીર્થ, (૧૧) સમેતશિખર તીર્થ તથા (૧૨) ચાર ભૂજા તીર્થ. વ. અનેક પ્રભાવિત તીર્થોની અંજનશલાકા એમનાં વિધિ-વિધાનોથી સુસંપન્ન થઈ છે. અભિમાન–માન-સમ્માનથી અલિપ્ત એવા સ્વાધ્યાયપ્રેમી-વિધિકારક કલાકાર તપસ્વી પણ છે. સ્વ. પૂ. માતુશ્રીનાં ૧૭ વર્ષી તપથી પ્રેરણા મેળવીને માત્ર પાંચ દ્રવ્યથી ૯મા વર્ષી તપની તપસ્યા પ્રસન્નતાપૂર્વક કરી રહ્યા છે. દિવસના ૧૮, ૧૮ કલાક સુધી ધર્મકાર્ય, વ્યવસાય, પાઠશાળા વ. માં ઓતપ્રોત Jain Education International . €36 રહેતા પૂ. ગુરુજીએ અનેક વિધિકારકોને તૈયાર કર્યા છે. પાઠશાળાની બાલિકાઓને મહાપૂજનોમાં કાર્યવિધિ કરતાં જોઈને સૌ કોઈ દંગ રહી જાય તેવી કેળવણી અને સંસ્કાર તેમના દ્વારા અપાયાં છે. ૩૬ વર્ષના તેમના પ્રાધ્યાપક તરીકેની સેવા દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા છે, જ્યારે ૭૫ ભવ્યાત્માઓ સંયમી બન્યા છે. આજ સુધીમાં તેઓ દ્વારા ૧૫૦ અંજનશલાકા અને ૨૦૦ પ્રતિષ્ઠા તથા સેંકડો પૂજનો અદ્ભૂત રીતે થયાં છે. જેઓએ તેમને મહાપૂજનોની વિધિ કરતાં જોયા છે, સાંભળ્યા છે. તેઓએ ખરેખર આનંદની અદ્ભૂત અનુભૂતિને પામ્યા છે. શ્રી અર્હત્ મહાપૂજન તથા શ્રી ભૈરવપૂજન તેઓશ્રીનાં વિશિષ્ટ ભવ્ય આયોજનો છે. એક વ્યક્તિને અનેક ગુણ, અનેક રૂપ સ્વરૂપે નિહાળવા, માણવા હોય તો પૂ. શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીમાં જોઈ શકાય. સદાય પોતાનાં કાર્યોમાં મસ્ત, પ્રસન્ન, સાધના-આરાધનામાં ઓતપ્રોત પૂ. ગુરુજીએ ૨૫ વર્ષોથી પગમાં ચંપલ પહેર્યાં નથી. ૪૦ વર્ષની ઉંમરથી બ્રહ્મચારી. ભૂમિશયનના આગ્રહી પૂ. ગુરુજીએ અનેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન પણ કરેલ છે. અનેક બોધ–ઉપદેશકરૂપ ધાર્મિક નાટકો લખનાર તેઓએ બાળકો દ્વારા અતિ ભવ્ય રીતે ભજવીને બાળકોમાં રહેલા ગુણોને અભિવ્યક્ત કરાવ્યા છે. બેંગલોરનાં તમામ ક્ષેત્રો પૂ. ગુરુજીના ધાર્મિક પ્રભાવ અને માર્ગદર્શનથી જોડાયેલા છે. તેમના કેટલાક કાર્યક્રમોએ તો બેંગલોરનાં ઇતિહાસમાં ચિરસ્મરણીય રૂપે સ્થાન મેળવ્યું છે. અનેક ગુરુ ભગવંતો દક્ષિણ ભારત છોડે ત્યારે તેમની અદ્ભુત સેવા, લાગણી, ભાવનાને સ્મૃતિપટમાં લઈને જાય છે. વિશ્વ લબ્ધિસૂરિ પાઠશાળાના અમૃત મહોત્સવ સમયે રૂ.। દોઢ કરોડની ધનરાશિ એકઠી કરીને ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે તો મહેસાણાની પાઠશાળા તેમની માતૃસંસ્થાના અમૃતમહોત્સવ શતાબ્દી સમયે રૂ।. ૨૫ લાખની રાશિ બેંગલોરથી એકત્રિત કરીને હૃદયપૂર્વક ઋણ અદા કરવાની સાથે કીર્તિમાન બન્યા છે માટે જ કહેવાય છે કે ના હર મજાર પર યાદાં કે દીપ જલતે હૈં, ના હર સીપ પે મોતી સદાનીકલતે હૈં, વસંત જિસકે મહેકનેસે ધન્ય હો ગયા, એસે સુરેન્દ્રભાઈ જૈસે સદિયોં કે બાદ મિલતે હૈં. પ્રેષક : અમીબેન કિરીટભાઈ શાહ, બેંગ્લોર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy