SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬ આનંદ આવે છે. ઘણા ગુરુ ભગવંતોના અંગત પરિચયમાં છે અને તેમનો તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે ગુરુઓના પ્રતાપે છે. પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વ.ના કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બન્ને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટીપદે ચાલુ જ છે. તેમના વતન સમનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી તીર્થનો છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયો. બન્ને દેરાસરોના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળો શાહ જયંતીભાઈ અમીચંદનો છે, પરંતુ તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સને ૧૯૭૬થી ભરૂચ તીર્થમ્ જૈન ધર્મ ફંડ પેઢી તથા મુનિ સુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી-એ બન્ને પેઢીમાં નવું ટ્રસ્ટીમંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પોતે ટ્રસ્ટી તરીકે જોડાયા. છેલ્લાં ત્રણ વર્ષથી સેવાશ્રય હોસ્પિટલ તથા ભરૂચ પાંજરાપોળમાં ટ્રસ્ટી છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો-શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાનો લાભ મળ્યો છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીનો લાભ પણ તેમના પરિવારને મળેલ છે. જ્યારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થનો ઉદ્ધાર થયો તેવો જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪૫ મહા સુ. ૧૩ના રોજ પ.પૂ. આ.દેવ નવીનસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડો સાધુ-સાધ્વીજીઓ તથા હજારો ભાવિક ભક્તોની હાજરીમાં ઊજવાયો. ખુદ ભરૂચ શહેરમાં આવો ભવ્ય પ્રસંગ થયો નથી. ભરૂચ તીર્થનાં અન્ય કામો–અદ્યતન ભોજનશાળા, ધર્મશાળા વગેરે પૂર્ણ થયાં છે. બીજાં પણ કામો કરવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમનાં માતુશ્રીના આશીર્વાદ અને તેમનાં ધર્મપત્ની યશોમતીબહેનનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ જૈનજગતના અજોડ –બેજોડ સર્વશ્રેષ્ઠ વિધિકારક પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ‘ગુરુજી' કવિતા બનાને કે લિયે કલા ચાહિયે, કવિતા ગાને કે લિયે ગલા ચાહિયે, કિસી મહોત્સવ મેં યદિ ચાર ચાંદ લગાના હૈ, તો સુરેન્દ્રભાઈ ગુરુજી કો અવશ્ય બુલાના ચાહિયે. આ કોઈ કાવ્યની પંક્તિ નથી પણ ધર્મજનોના હૃદયની નીકળેલી સત્યોક્તિ છે. દક્ષિણ ભારત જેનાં ગામ અને કામથી પ્રત્યેક ગામ-નગરમાં નાનાં-મોટાં સૌ પ્રભાવિત છે એવા વિધિકારક શ્રી સુરેન્દ્રભાઈ ‘ગુરુજી’ના હુલામણાં નામથી જાણીતા અને માનીતા છે. ભારતભરમાં જે પાઠશાળાની પ્રશંસા અને અનુમોદના થાય છે તે બેંગલોરની શ્રી લબ્ધિસૂરિ પાઠશાળાનાં મુખ્ય પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ-ગુરુજી ખરા અર્થમાં એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે. ચાલતું-ફરતું જાગતું એક મિશન છે. બનાસકાંઠાના નાના સરખા થરા ગામમાં માતુશ્રી મધુબહેન ચૌથાલાલના સુપુત્ર છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવીને સંસ્કૃત-પ્રાકૃત વ.માં ઉચ્ચ અભ્યાસ કરીને બેંગલોર ચીકપેટજી શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળામાં અધ્યાપક તરીકેના કાર્યમાં ઓતપ્રોત થયા અને ત્યારબાદ વિધિકારક નથમલજી ભગત અને શ્રી તિલકભાઈનાં માર્ગદર્શન-નિર્દેર્શન હેઠળ વિધિવિધાનોનો શુભારંભ કર્યો. વર્ષો પહેલાં પૂ.આ. દેવ વિક્રમસૂરિ મા. તથા પૂ. બહેનમાં બેંગલોર વી.વી. પુરમ અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર વિના પણ કલ્યાણકોની ભવ્યતાથી ઊજવી શકે તેની તલાશમાં હતા. આવા સમયે શ્રી સુરેન્દ્રભાઈ દ્વારા વિધિ-વિધાન સ્ટેજ પ્રોગ્રામ વ. સાથે ખૂબ સફળતાપૂર્વક મહોત્સવસુસંપન્ન થયો. આ તેઓશ્રીની પ્રથમ સફળતા હતી. ત્યાર બાદ જાલોર (રાજસ્થાન) કીર્તિસ્તંભ અંજનશલાકા કરી જે જે તેમની પોતાની સૂઝ-બૂઝ અને કુનેહથી સ્વતંત્ર રીતે ઐતિહાસિક સ્વરૂપે સફળ કરી, જેના ફળ સ્વરૂપે શ્રી સંઘે ‘ગોલ્ડમેડલ’થી સમ્માનિત કર્યા. વિધિવિધાનો મુજબ નવાંનવાં પૂજનોનો આવિષ્કાર કરવાની તેમની · સૂઝ-બૂઝ અને શોખ છે. અદ્ભૂત વાક્શક્તિ, કાવ્યમય શૈલી, મનમોહક વ્યક્તિત્વ, સૌને પ્રભુભક્તિમાં જોડવાની તીવ્ર તાલાવેલી જેવા અનેક વિવિધ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy