SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૮ ૩ દક્ષિણભારતના વિધિકારકો (૧) અધ્યાપક શ્રી સુરેશભાઈ જે. શાહ (R. ૨૨૮૭૨૬૨૪) (૨) અધ્યાપક શ્રી નટવરભાઈ સી. શાહ (૯૪૪૮૫૨૧૧૨૮) જેઓ શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળાના અધ્યાપક હોવા ઉપરાંત મહોત્સવ અને મહાપૂજનોમાં વિધિકારક તરીકે પણ સેવા આપી રહ્યા છે. પૂ. ગુરુજીનું માર્ગદર્શન અને અનુભવ લઈને સુંદર વિધિ કરાવે છે. (૩) શ્રી અશ્વિનભાઈ એન. શાહ શ્રી સ્થૂલભદ્રસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા ઓકલીપુરમ્ બેંગલોર-ફોન : ૨૩૧ ૨૨૪૧૭ બેંગલોરમાં વિધિકારકોમાં નવા-નવયુવાન ઊભરતા વિધિકારક તરીકે શ્રી અશ્વિનભાઈ હાલમાં અંજનશલાકામહાપૂજનોમાં સફળ થતા આવ્યા છે. પાઠશાળાના અધ્યાય હોવા ઉપરાંત સ્ટેજસંચાલન તથા પરમાત્મભક્તિના અનેક કાર્યક્રમોનું સફળ સંચાલન કરી રહ્યા છે. ખૂબ ઉત્સાહિત અને વજ્રત્યકલામાં નિપુણ તેઓ ધીમે ધીમે અનુભવો દ્વારા આત્મવિશ્વાસથી મોટી સફળતા મેળવવાની ક્ષમતા ધરાવે છે. (૪) શ્રી રાજેન્દ્રભાઈ સી. શાહ શ્રી પાર્શ્વનાથ જૈન મંદિર ગાંધીનગર બેંગલોર-૯ રાજુભાઈના નામથી જાણીતા-પાઠશાળા ગાંધીનગરના પ્રાધ્યાપક વિવિધ પ્રકારનાં તમામ મહાપૂજનો ખૂબ સુંદર વિધિવિધાનો દ્વારા સુસંપન કરવામાં સફળ રહ્યા છે. મહાન તપસ્વી છે. પ્રત્યેક ચાતુર્માસમાં ઉગ્ર તપસ્યા, પૌષધ હોવા સાથે વ્યાખ્યાન સભાનું વિવિધ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરે છે. શ્રી અલ્પેશભાઈ એમ. શાહ–રાજાજીનગર-બેંગલોર શ્રી અરવિંદભાઈ ર્જ. શાહ-લક્ષ્મીનારાયણપુરમુ-બેંગલોર, શ્રી વિક્રમભાઈ એમ. શાહ-વી.વી. પુરમ્-બેંગલોર. શ્રી રોહિતભાઈ એફ. બાબરિયા-જયનગર-બેંગલોર. શ્રી જુગરાજજી ભગત-નગરથપેટ-બેંગલોર. શ્રી દિનેશકુમાર ખીમરાજજી–ડીકે. લેન ચિકપેટ-બેંગલોર. શ્રી પ્રદીપકુમાર એસ. શાહ-આદિનાથ જૈન મંદિર-બેંગલોર. ઉપરોક્ત તમામ અધ્યાપકશ્રી પોતાના ક્ષેત્રમાં પાઠશાળાના અધ્યાપક હોવા ઉપરાંત તે તે જિનમંદિરોમાં ચતુર્વિધ સંઘ સ્નાત્ર મહોત્સવ, મહોત્સવ, મહાપૂજનો, ચાતુર્માસિક આરાધના તથા પર્વનિધિની આરાધનાઓ કરાવવામાં નિપુણ છે. તેઓ સર્વના આદર્શ, માર્ગદર્શક તથા પ્રેરણાસ્ત્રોત કોઈ હોય તો તે છે શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજી.. શ્રી શત્રુજ્યતીર્થ ઉપર મહા અભિષેકનો ભવ્ય અવસર ઊજવી જીવન ધન્ય બતાવતાર શ્રી રજનીકાંતભાઈ દેવડી સદીઓથી વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓથી મહેકતા સુરતમાં ખમીરવંતી અને ધર્મનિષ્ઠ પ્રજાઓનો અમૂલ્ય ધાર્મિક વારસો જાળવી રાખ્યો છે, તેવા શહેરમાં સૂરત વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી માતા પદ્માવતીબેન (ભીખીબેન)ની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૮૯ વૈશાખ સુદ ૮ (તા. ૩-૫-૧૯૮૩)ના રોજ શ્રી રજનીકાંતભાઈનો જન્મ થયો હતો. પિતાશ્રી મોહનલાલ કસ્તુરચંદ ઝવેરીની શીતળ છત્રછાયામાં લાડકોડથી બાલ્યવય સુરતમાં વિતાવી, કર્મભૂમિ મુંબઈ નગરીને બનાવી પિતાના મોતીના ધંધામાં ઝુકાવ્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાનું ઉચ્ચ ધોરણ જાળવી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી સાત સમંદર પાર ધંધાની વિકાસયાત્રાની વૃદ્ધિ કરી. ખાનદાન પરિવારના શેઠશ્રી ચંપકલાલ ખૂબચંદ તથા ચંદ્રાવતીબેનની સુપુત્રી હંસાબેન સાથે નાની વયમાં લગ્નગ્રંથિથી જોડાયા. એમના ઘરે હરેશ અને નીલેશ એમ બે પારણાં બંધાયાં. માતુશ્રી ભીખીબેનના અંતરાશિષ અને ધર્મપત્નીની સદૈવ સહયોગવૃત્તિના કારણે પુણ્યોદય વધતો ચાલ્યો. જેનાં પરિણામે પોતાના ધર્મદાતા પ.પૂ. સંઘસ્થવિર આ.મ.સા. શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજી (બાપજી મહારાજ) તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરિશ્વરજી મ. તથા તેઓશ્રીના ગુરુબંધુ પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ અધિક સંપત્તિનો ધર્મના ક્ષેત્રે ખર્ચ કરવો એવો જીવનનો ધ્યેય બનાવી લીધો. મોટા પુત્ર હરેશનું યુવાનીના આંગણામાં પ્રવેશતાં ફક્ત ૧૬ વર્ષની જુવાન વયે ઇ. સ. ૧૯૭૪માં આકસ્મિક દુ:ખદ અવસાન થવાથી તેમના જીવનને જબરજસ્ત આંચકો લાગતાં પોતે ધર્મના ઊંડાણમાં ઊતરતા ગયા અને નાના પુત્ર નીલેશમાં ધર્મના સંસ્કારો સીંચવામાં કશીજ ઉણપ ન રહે તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી જતન કર્યું. અતિ શ્રીમંત ન હોવા છતાં દિલ શ્રીમંતાઈનાં લક્ષણો ધરાવતું હતું તેથી ધર્મકાર્યમાં સારી એવી લક્ષ્મીનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy