SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કારકિર્દી ધરાવે છે. જૈન બાલાશ્રમમાં વર્ષો પહેલાં વિદ્યાર્થીગણના નેતા તરીકે ઉજ્વળ પરંપરા ઊભી કરી આજ તેઓ જૈન બાલાશ્રમનું સુકાન સંભાળી રહ્યા છે. પ્રામાણિકતાના ઉમદા ખ્યાલો સાથે ધંધામાં ઝંપલાવ્યું. કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર (મરચાંની ભૂકી) મરચાંના શુદ્ધ ચોખ્ખા માલમાં તેમની પ્રતિષ્ઠા બહાર દૂર દૂર સુધી પહોંચવાને કારણે ધંધામાં પ્રગતિ થતી રહી. ધાર્મિક સંસ્થાઓ અને કાર્યો પરત્વે પણ એટલું જ મમત્વ. સોનગઢ-પાલિતાણા રોડ ઉપર મોખડકા ગામે એક નાનકડું પરબ, વિશ્રાંતિગૃહ અને ચબૂતરાનું એમણે કરાવેલું સુંદર બાંધકામ પ્રવાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક વ્યાખ્યાનો અને ભક્તિસંગીતમાં વિશેષ રસ અને રુચિ ધરાવે છે. પાલિતાણા બાલાશ્રમના વહીવટમાં તેમની સેવાઓ નોંધપાત્ર છે. પાલિતાણાના નાનામોટા ફંડફાળાઓમાં તેમનું યોગદાન હોય જ. ઘણી સંસ્થાઓના મોભી તરીકે આજે પણ શોભાયમાન છે. શ્રી શાન્તિલાલ કપૂરચંદ મહેતા ગુજરાત ગૌરવ દિનના શુભ પ્રસંગે આપણા સમાજના જ એક અન્ય અગ્રણી ધર્માનુરાગી અને જીવદયાના હિમાયતી તરીકે સારી એવી ખ્યાતિ પામેલા અને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તેમજ અન્ય શૈક્ષણિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છેલ્લાં ૪૦ વર્ષથી જેઓ જીવદયાના ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે. તેવા જેસર નિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતા (શાંતિ-લક્કી)નું પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાવીર જીવદયા એવોર્ડ ૨૦૦૫ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના શણગાર સમા અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના આધાર સ્તંભ જેવા ઉપર્યુક્ત મહાનુભાવ જ્ઞાતિનું નામ રોશન કરનાર જ્ઞાતિના હરકોઈ કામ માટે હંમેશાં તત્પર એવા જેસર નિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાને ગુજરાત ગૌરવ દિનની ૪૬મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે વિશાળ માનવમેદની વચ્ચે નામદાર ગુજરાત ગવર્નરની ઉપસ્થિતિમાં જે પ્રમાણે જીવદયા એવોર્ડથી નવાજવામાં આવ્યા તેનાથી હરકોઈ ઘોઘારી જૈન ઉન્નત મસ્તકે ગૌરવ અનુભવે છે. ૧૯૭૨ની સાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ જ્યારે જેસરની મુલાકાત લીધી ત્યારે દુષ્કાળની Jain Education International ૯૩૫ પરિસ્થિતિમાં સફળતાપૂર્વક સમસ્યાઓ ઉકેલવાની શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતાની આવડતની પ્રશંસા કરી હતી. તેઓ ભારતીય જનતા પક્ષના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અને ભાવનગર ગ્રામીણ બેન્ક–ભારત સરકારના ડાયરેક્ટરની સેવા જાણીતી છે. તેમણે જેસરમાં મુંબઈ ફંડ એકઠું કરી શ્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં શાળાનું મકાન બંધાવ્યું. તેમનું ઘડતર ગાંધીવાદી સામાજિક કાર્યકર શ્રી લલ્લુભાઈ શેઠ હેઠળ થયું. તેમણે અનેક સ્વૈચ્છિક અને અર્ધ સરકારી સંસ્થાઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહી કામ કર્યું. તેમણે શિક્ષણ પર અનેક કાર્યો કર્યાં હતાં. તદુપરાંત જીવદયાને લગતી સખાવતો પણ કરી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમની સેવાઓ જાણીતી છે. જેસરની નગરપંચાયતમાં વર્ષો સુધી યોગ્ય માર્ગદર્શન અને સક્રિય સેવા આપી બ.ગો. મહેતા વિદ્યાલય-જેસરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, અને જીથરી હોસ્પિટલમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. જેસર વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં પાયાના કાર્યકર તરીકે તેમનું નામ અને કામ જાણીતું છે. જેસરના વિકાસ માટે, ઊભી કરેલી સંસ્થાઓના નિભાવ માટે બહારથી મોટું ફંડ લાવી આપવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર ગણાયો છે. તેમની સેવા બદલ સમાજે, તેમને અનેકવખત સમ્માન્યા છે; અનેક એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જૈન ફેડરેશનના સેક્રેટરી તરીકે, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કમિટીના મેમ્બર તરીકે અને જુદી જુદી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમની સક્રિય સેવાઓએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. ભાવનગર જિલ્લાનું ખરે જ તેઓ ગૌરવ છે. ડૉ. સુરેશભાઈ ઠાકોરલાલ મહેતા આમોદમાં નાનીવયમાં જ પૂ. ગુરુદેવોના પરિચયમાં આવતાં તેઓની પાસે તથા પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવોના પરિચયમાં આવતાં ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. ધાર્મિક ગ્રંથો, વૈરાગ્યપોષક ગ્રંથો વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વ.નું વાચન કર્યું. આજે પણ ધાર્મિક વાચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોનો સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy