SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ ૧૯૩૮ના શુભ દિવસે થયો હતો. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધવામાં એમણે પાછું વાળી જોયું નથી. એમ.એ. (હિન્દી), એમ.એ. (રાજનીતિશાસ્ત્ર), એમ.એ. (મનોવિજ્ઞાન), ડિપ. જે.એન.ડી., પી.એચ.ડી., સાહિત્યરન, ન્યાય, વ્યાકરણ, શાસ્ત્રીયવિધિ 'વાચસ્પતિ જેવી પદવીઓ ધારણ કરી છે. ૧૯૫૯થી તેઓ હિન્દી પ્રચારક તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ક્ષેત્રે અહિન્દભાષીઓને રાષ્ટ્રભાષા હિન્દીનું શિક્ષણ, ભારતીય ભાષાઓના સાહિત્યના પ્રચાર-પ્રસાર, રાષ્ટ્રીય અખબારો-સામયિકોમાં સ્વતંત્ર લેખન, છત્તીસગઢ વિસ્તારમાં સાક્ષરતા, હિન્દી વચન-મનન માટે અનેક કેન્દ્રોની સ્થાપના અને છત્તીસગઢ સર્વોદય વિકાસનું કાર્ય, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની સ્થાપના અને સંચાલન દ્વારા એમણે બહોળું પ્રદાન કર્યું છે. સ્વાથ્ય અને શિક્ષણથી સમાજસંરચના દ્વારા ૧૯૬૦થી તેઓ પોતાનું યોગદાન આપે છે. આ કાર્યક્ષેત્રમાં પ્રાકૃતિક ચિકિત્સા અને યોગવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તેઓ કાર્યરત છે. જનસ્વાથ્ય જાગૃતિ અર્થે ગ્રામીણ વિસ્તારોમાં ઉપચાર- પ્રબંધ, ગ્રામીણ–આદિવાસી વિસ્તારોમાં સ્વાથ્ય શિબિરો, યોગોપચારના ઇચ્છુકોને આર્થિક અનુદાન, ગ્રામવિકાસના વિભિન્ન કાર્યોનું સંચાલન, જળસંરક્ષણ, ઔષધીય છોડોનું ઉત્પાદન અને વિસ્તાર, રાસાયણિક ખાતર અને ઔષધમુક્ત અન-ઉત્પાદનને પ્રોત્સાહન, શિક્ષણ અને સ્વાથ્યના સંપૂર્ણ વિકાસ માટે જુદા-જુદા વિસ્તારોમાં પોતે તથા સ્થાપિત સંસ્થાઓ દ્વારા કામગીરી, સમૃદ્ધિનાં સોપાનોની વિકાસાભિમુખતા, સદ્ભાવનાનો વિકાસ અને પ્રતિભાઓને પ્રોત્સાહન એમની પ્રવૃત્તિઓ છે. ' ૧૯૬૦-૬૧થી શિક્ષણ-પ્રસારકનું કાર્ય પણ તેઓ કરે છે. મ.ગાંધી ઉ.મા. શાળા, દુર્ગમાં અવેતન શિક્ષક તરીકે, દુર્ગ જિલ્લાનાં ગામડાંઓમાં પુસ્તકાલયો, બાલમંદિરોની સ્થાપનાસંચાલન તેમજ ગ્રામીણ સંકલ્પ યોજના, સરસ્વતી શિશુ મંદિરોની સ્થાપના રૂપે તેઓ સેવા આપે છે. | શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા છત્તીસગઢ સહિત અન્ય ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડે છે. ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ નગપુરામાં તીર્થોદ્ધાર કરાવી શ્રી ચતુર્વિધ સંઘ ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થની સ્થાપના દ્વારા સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓને આકર્ષી પોતાની ધાર્મિક સભાવના વ્યક્ત કરી રહ્યા છે. નગપુરી તીર્થ (જિ. દુર્ગ)માં વિશાળ જ્ઞાનભંડારર્ની સ્થાપના, શૈક્ષણિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ શ્રી તીર્થંકર મહાવીર ઉદ્યાનું નિર્માણ, નગપુરા (દુર્ગ)માં પ્રાકૃતિક અને રોગોપચાર દ્વારા જનસ્વાથ્ય-સેવાના આરોગ્યધામની સ્થાપના અને સંચાલન, પં. રવિશંકર શુકુલ વિશ્વવિદ્યાલય-રાયપુર સાથે સંલગ્ન પ્રાકૃતિક અને યોગ વિદ્યાલયની સ્થાપના-સંચાલન, બી.એન.વાય.એમ. ડિગ્રી–અભ્યાસક્રમ વગેરે ભાવિપેઢીને એમનું પ્રદાન છે. ૭–કાવ્યસંગ્રહો, ૪ નવલિકાઓ, ૩ નવલકથાઓ, ૩ નાટકો, ૧૬ વિવિધ સાહિત્ય-સર્જનો, ૫ જૈન સાહિત્ય-સંપાદિત સાહિત્ય, ૫ પ્રાકૃતિક સાધનાના સિદ્ધાંતો વિષે, ૫ પ્રાકૃતિકોપચાર વિષે, ૧૫ બાલસાહિત્ય, સ્વાથ્યસાહિત્ય, “પ્રકૃતિ કે સંગ ચલે રોગોપચાર વગેરે એમનાં પ્રકાશનો છે. દૈનિક છત્તીસગઢ અને “ધર્મલાભ' હિન્દી પાક્ષિકનું સંપાદન-પ્રકાશન સંભાળે છે, અનેક ગ્રંથોના સંપાદક અને અનુવાદક છે. સામાજિક કાર્યકર, શિક્ષક, પત્રકાર તરીકે કાર્યરત છે. ૧૯૬૫ થી ૨૦૦૫ સુધીમાં તેઓ અનેક પુરસ્કાર અને સંસ્થાઓ દ્વારા સન્માનના અધિકારી બન્યા છે. એમનું નમસ્કાર એવું ચિંતનકી ચાંદની' કાકા કાલેલકર સમ્માનપ્રાપ્ત છે. હાલમાં તેઓ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ, શ્રી લબ્ધિસૂરિ ફાઉન્ડેશન અને છત્તીસગઢ તુલસી માનસ સેવાન્યાસના વ્યવસ્થાપક ટ્રસ્ટી, સુભાષચંદ્ર બોસ સ્મૃતિન્યાસના ટ્રસ્ટી, છત્તીસગઢ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ, અખિલ ભારતીય પ્રાકૃતિક એવં યોગવિજ્ઞાન સંસ્થાન-મુંબઈ, અખિલ ભારતીય દુગડ સંમેલન-કોલકત્તા, શ્રી આત્માનંદ જૈન સભા-છત્તીસગઢ રાજ્ય, ૐ શાંતિ આરોગ્યમ્, છત્તીસગઢ રાજ્યના અધ્યક્ષ, સેવાન્યાસઅમદાવાદના રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી મહાવીર પ્રાકૃતિક એવું યોગવિજ્ઞાન મહાવિદ્યાલય (વિશ્વવિદ્યાલય-અભ્યાસક્રમ)ના પ્રમુખ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. – સૌજન્ય : ચુનીલાલ પરમાનંદ દઢિયા-મુંબઈ) શ્રી વેણીલાલ પોપટલાલ દોશી - પાલિતાણા પાસે મોખડકાના વતની. હાલ પાલિતાણામાં વ્યવસાયમાં પહેલા શ્રી વેણીભાઈ વિદ્યાર્થીકાળમાં જ તેજસ્વી Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy