SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ચારિત્ર અને નૈતિકતાના ઇતિહાસપુરુષ : યશસ્વી પત્રકાર : સાહિત્યમનીષી : પ્રબુદ્ધ ચિંતક : જૈન સંસ્કૃતિના સંરક્ષક : શ્રાવકરત્ન શ્રી રાવલમલ જૈન ‘મણિ' ‘બહુરત્ના વસુંધરા’ની ઉક્તિને ચરિતાર્થ કરવામાં નિસ્પૃહ કર્મયોગી, પ્રબુદ્ધ ચિંતક, આદર્શ શ્રાવક, સમર્પિત લોકસેવક, સાહિત્યમનીષી, ચરિત્ર અને નૈતિકતાના ઇતિહાસ પુરુષ, યશસ્વી પત્રકાર શ્રી રાવલમલ જૈન ‘મણિ’ની ઉમદા નિષ્ઠાએ ઉત્તમ ભાગ ભજવ્યો છે. તેજસ્વી વ્યક્તિત્વના સ્વામી શ્રી મણિએ પરમ તારક દેવાધિદેવ પરમાત્મા શ્રી પાર્શ્વપ્રભુના પાવન સાધનાસ્થળને મંગળ કલ્યાણ આવાસની તપોભૂમિ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થરૂપે તીર્થોદ્ધારિત-જીર્ણોદ્ધારિત અને પ્રતિષ્ઠિત કરાવી અગણિત શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધાથી ઓતપ્રોત કરી દીધું છે. તીર્થ પરિસરમાં તીર્થંકર પરમાત્માઓને જે વૃક્ષો તળે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એના વનસ્પતિગત ગુણધર્મ અંકિત કરાવતાં કેવળ જ્ઞાનવૃક્ષોની છાયામાં તીર્થંકર ભગવંતોને જે મુદ્રામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એજ મુદ્રામાં વર્ણયુક્ત પ્રતિમાજીઓ દેવકુલિકાઓમાં વિરાજિત કરવામાં આવ્યાં છે. વિશ્વના પ્રથમ આવા જિનેશ્વર પરમાત્માની યશોગાથા કોતરાયેલા શિલાલેખ દ્વારા તીર્થંકરબાગની સંરચના શ્રી મણિજીની જહેમતના કારણે થઈ છે. તીર્થના વિશાળ પરિસરમાં જ યાત્રાએ આવનાર હજારો શ્રદ્ધાળુઓને એક સાથે શત્રુંજય, શંખેશ્વર, તારંગા, આબુ, ભદ્રેશ્વર, ઓસિયા, કાપરડા, બનારસ, પાવાપુરી, ચંપાપુરી, કુલપાકજી વગેરે પચ્ચીસ તીર્થોની સેવા-પૂજા-અર્ચનાનો લાભ સહજ રીતે મળી જાય છે. સકલ તીરથ વંદું કર જોડી'નો અંતરનો ભાવોલ્લાસ ઉવસગ્ગહરં તીર્થના નિર્માતા મણિજીની વ્યાપક દૂરદર્શિતાનું જ પરિણામ છે. શ્રી મણિજીની અવિરલ પ્રતિભાનાં દર્શન અહીંની જૈન પદ્ધતિએ સંચાલિત પ્રાકૃતિક અને યોગવિજ્ઞાન ઉપચાર–સાધનાના આરોગ્ય અને એના સ્થાયી વિકાસ માટેના મહાવિદ્યાલયમાં થાય છે. તીર્થની સર્વોદય વિકાસયાત્રામાં જૈન ગુરુકુળ વિદ્યાલયજીવન જીવવાની સુવર્ણ અવસરની ઉપલબ્ધિ સામેલ છે. પ્રકૃતિ કે સંગ ચલે, જીવન-રંગ ખિલે'ના સંદેશવાહક મણિજીએ શાકાહાર–પ્રેમીઓ માટે અનુપમ ઉપહાર અર્પણ કર્યો છે. પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની સેવા વૈયાવચ્ચમાં જનજનની ભાગીદારી માટે નાગપુર (મહારાષ્ટ્ર)થી સમ્મેત Jain Education International For Private ૯૩૩ શિખરજી વાયા ઉવસગ્ગહરં તીર્થના ૯૫૦ કિ.મી.ના માર્ગ પર નવકારભવનોનાં નિર્માણ કરાવવા માટે વ્યક્તિત્વ અને કર્મના સમન્વયની મૂર્તિ શ્રાવક શ્રી મણિજીએ સંધર્ષપૂર્ણ સાહસિક પગલું ભર્યું છે. જ્યાં જ્યાં નવકારભવન બની રહ્યાં છે તે સ્થળોનાં નામો ચંપાપુરી, શત્રુંજય, પાવાપુરી જેવાં પાવનતીર્થો તથા તીર્થંકરોની પવિત્ર કલ્યાણક ભૂમિઓનાં નામ પરથી રાખવામાં આવે છે. અધ્યાત્મ યોગી પ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ની કર્મભૂમિ રાજનાંદ ગામ પાસે શત્રુંજયની રચના કરતી વેળા વિશ્વના પ્રથમ કેશરિયા ચૌમુખ રથમંદિરનું નિર્માણ મણિજીના પ્રયાસોથી થઈ શક્યું, જેમાં નવકારભવનની સુંદરતા વધી છે. સ્નેહસભર, સુહૃદ, અપરાજેય વ્યક્તિત્વના સ્વામી, દૃઢનિશ્ચયી વિચારક, કર્મઠ આયોજક, અદમ્ય ઉત્સાહ, નિર્ભયતાના સબળ સંવાહક, પ્રબુદ્ધ શિક્ષણવિદ્, દૂરદર્શી મનોવૈજ્ઞાનિક ચિંતક, સહિષ્ણુતા અને આત્મશક્તિના મૂર્તપ્રતીક રાવલમલ જૈન ‘મણિ’એ ૧૯૬૫માં જ મેળવેલી પી.એચ.ડી.ની ડિગ્રી અંગ્રેજીમાં અપાયેલી હોવાથી એક પ્રાણવાન હિંદી પ્રચારક તરીકે વિશ્વવિદ્યાલયને પરત કરી દીધી. શેઠ ગોવિંદદાસ, મહાદેવી વર્મા, રામધાનીસિંહ ‘દિનકર', રામેશ્વર શુકલ ‘અંચલ’ જેવા અનેક પ્રતિષ્ઠિત સાહિત્યકારોના અભિનંદનપાત્ર બનેલા મણિજીએ ક્યાય ‘ડોક્ટર’ લખ્યું જ નહીં અને ક્યાય પણ કોઈ રીતે ડિગ્રીનો ઉપયોગ કર્યો નહીં. અનેક ધાર્મિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તલ્લીન શ્રી મણિજી આજે પ્રેરક સેવાનું વટવૃક્ષ બની રહ્યા છે. ધર્મનિષ્ઠ સરળતા અને સાદાઈના પ્રતીક શ્રી મણિના આજે ૬૫મી વસંતમાં પ્રવેશઅવસરે એમણે સ્થાપેલાં આદર્શ સંસ્મરણોના પરિપ્રેક્ષ્યમાં અભિનંદન પાઠવતાં અમે ધન્યતા અનુભવીએ છીએ. —શ્રાવકરત્ન શ્રી મણિ અભિનંદન સમિતિ, કોલકત્તાનાં શતશત વંદન (સૌજન્ય : ધનજી વીરજી ગાલા–છત્તીસગઢ) અનેક સમાજસેવી સંસ્થાઓના પ્રણેતા : જનસ્વાસ્થ્ય સેવાના આરોગ્યધામના સ્થાપક અને સંચાલક શ્રી રાવલમલ જૈન ‘મણિ'-દુર્ગ : અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા શ્રી રાવલમલ જૈન-દુગડ ‘મણિ’નો જન્મ પરસવોડ, સાજા, જિલ્લા ઃ દુર્ગ (છત્તીસગઢ) મુકામે શ્રી માંગીલાલ જૈન દુગડના ઘેર ૪, જાન્યુઆરી, Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy