SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ મળેલ. રૈયારોડ (રાજકોટ) તથા રાણિપ (અમદાવાદ) માં પાઠશાળા ચાલુ કરાવી. સમ્રાટનગર અમદાવાદ તથા વણી (નાસિક-મહારાષ્ટ્ર)માં આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. વિવેકાનંદનગર અમદાવાદમાં દેરાસર અને ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ છે. કાન્તિભાઈનું ખરું કાર્ય તો આયંબિલ શાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અત્યંત પ્રિય છે. તેમણે આવી ૧૧ આયંબિલશાળાઓની સ્થાપના અલગ અલગ સ્થળોએ કરેલ છે. આ આયંબિલશાળાઓ માટે જાતે ફરીને ફંડ એકઠું કરી દરેક આયંબિલશાળાને સદ્ધરતા અપેલ છે. મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોઈ પાઠશાળાને સદ્ધર બનાવવા અથાક મહેનત કરેલ છે. પોતાની પાસેથી સારી રકમ તો આપી પરંતુ ભારે મહેનત કરીને બહુ મોટી રકમ પાઠશાળા માટે એકત્રિત કરી આપેલ. અત્યંત સાદગી ભર્યું જીવન, કોઈની સાથે ઝગડો નહીં, સત્તાની મારામારીમાં ક્યાંય ઊભા ન રહેવું એ તેમની ખાસ વિશિષ્ટતા છે. કાન્તિભાઈ પટણી (પટણી ટુરવાળા) ધર્મપરાયણ, કાર્યકુશળ તથા સાહસપ્રેમી એવા શ્રાવકરત્ન શ્રી કાંતિભાઈએ સને ૧૯૬૭માં યાત્રાપ્રવાસ ક્ષેત્રે પદાર્પણ કરી અલ્પ સમયમાં સમગ્ર જૈન સમાજમાં ચાહના અને નામના પ્રાપ્ત કરી. યાત્રાપ્રવાસનું આયોજન એ વ્યવસાયનો એક ભાગ હોવા છતાં અર્થોપાર્જનનું કેવળ લક્ષ ન સેવતાં અનેકાનેક ભદ્રિક આત્માઓને ભવતારિણી તીર્થયાત્રાઓ કરાવવાપૂર્વક ધનોપાર્જન સાથે પટણીકુટુંબે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કરેલ છે. કલ્યાણમિત્ર શ્રીયુત કાંતિભાઈ જીવનમાં સંઘર્ષ વેઠી આપબળે આગળ વધી કુટુંબવત્સલતા નિભાવવા સાથે ધર્મપ્રભાવનાને સમાનાંતર ઉત્તેજન આપી આદર્શની અનેરી કેડી કંડારી ગયા, તેનું આ પળે સ્મરણ કરી અમો ભૂરિભૂરિ અનુમોદના સાથે પ્રશસ્તિ વંદના કરીએ છીએ. દિવંગત્ પૂ. પિતાશ્રી તેમ જ માતુશ્રીએ પાયેલાં પીયૂષમાં શતગણી વૃદ્ધિ કરતાં શ્રી રમેશભાઈ, શ્રી કિરીટભાઈ અને શ્રી સુધીરભાઈ, આ બંધુત્રિપુટીએ વાણી, વર્તન તથા વ્યવહારની એકરૂપતા સાધી વારસામાં પ્રાપ્ત થયેલી ધર્મપ્રણાલીને વિશેષે કરીને ઉજાળવા માટે અહર્નિશ તત્પર રહી છે.—લિ. શુભાકાંક્ષી Jain Education International ચતુર્વિધ સંઘ સ્વ. કાંતિલાલ ભીખાલાલ શાહ જન્મ તારીખ : ઈ.સ. ૨૬-૩-૧૯૨૮ સ્વર્ગવાસ : ઈ.સ. ૧૯-૫-૧૯૯૭ અમારા ઉપકારી પિતાશ્રી વિ.સં. ૨૦૪૦ની સાલમાં પૂ. ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મ.સા. થકી ધર્મમાં આગળ વધ્યા પછી તો આગળ વધતાં વિ.સં. ૨૦૪૩ની સાલમાં ત્રિલોકનાથ પૂ. શાંતિનાથ પ્રભુની ચલપ્રતિષ્ઠા પોતાની અનાવલ મુકામની દુકાનમાં ગૃહમંદિર સ્થાપી કરાવી. ભાવના વધતી ચાલી અને વિ.સં. ૨૦૫૨ની સાલમાં અનાવલ મુકામે જ ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા તથા ભગવાનને ગભારામાં પ્રવેશ કરાવવાનો ચઢાવો પણ લીધો. આજે અનાવલ મુકામે અમારી દુકાનની નિકટ જે મૂળનાયક વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય છે, જેમાં મૂળનાયક ભરાવવા ઉપરાંત મણિભદ્ર વીર, પદ્માવતી દેવી, યક્ષ-યક્ષિણી, પ્રસાદદેવીને ભરાવવાનો લાભ તથા પ્રતિષ્ઠા સમયે કાયમી ધજાનો ચઢાવો પણ સ્વ. પિતાશ્રીએ લીધેલ. શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠાનો લાભ પણ મેળવેલ હતો. નાની ઉંમરથી જ પરગજુ સ્વભાવ તથા લાગણીશીલ મન હોવાથી પરોપકારના કાર્યમાં તેમને ખૂબ આનંદ હતો. ઈ.સ. ૧૯૬૮માં સુરતમાં આવેલ પૂર દરમ્યાન અનાવલથી ટ્રકો ભરીને સહાય મોકલાવી તેઓએ માનવતાનાં કાર્યોથી યશકીર્તિ મેળવ્યાં. એજ પ્રમાણે બીલીમોરાના નેમનગર સંઘમાં પણ વિ.સં. ૨૦૫૩ની સાલમાં અઢીસો વાસણોના સેટ ભેટમાં આપ્યા. સ્વર્ગવાસ પૂર્વે ત્રણ વરસ સુધી ચાલુ માસમાં એકાસણાંબિયાસણાં, નવપદજી આરાધના વગેરે કરતા. અનાવલ મુકામે અનુકંપાદાનનો પ્રવાહ વહાવી અનેકોના પ્રેમને જીત્યા હતા, જેને લોકો આજે પણ યાદ કરે છે. ઘરમાં પણ પોતાનાં ધર્મપત્ની સ્વ. સીતાબહેનને ધર્મઆરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહન પ્રદાન કરતા હતા. પરિવારમાં આજે પણ યતકિંચિત ધર્મનો જે રાગ દેખાય છે, તેમાં અમારાં પૂ. માતા-પિતાશ્રીનો ઉપકાર છે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવની પૌરાણિક ઉક્તિનું સ્મરણ કરતાં અમે આ પ્રસંગે અમારાં વડીલોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તેમની આરાધનાઓની અનુમોદના કરતાં અનાવલ મુકામે તા. ૧૨-૩૨૦૦૧ના ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરિશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ તથા પરમાત્માભક્તિનો વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થયેલ, જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, નવસારી, બીલીમોરા, માંડવી, બારડોલી, કરચેલિયા તથા આજુબાજુનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy