SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા –લીલાધરભાઈના સુપુત્ર મફતભાઈએ અમદાવાદથી વાવ પંથક સમાજને ૩૫ બસ દ્વારા તારંગા તીર્થની યાત્રા કરાવેલ તેમ જ રાણકપુર કેશરિયાજી, નાગેશ્વર આદિ તીર્થોની બસ દ્વારા યાત્રા કરાવી. તેમ જ દુદાચંદ દેવસીભાઈના સુપુત્રો પ્રભુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ એ કુબડિયા પરિવાર તેમ જ બંને દીકરીઓને ભદ્રેશ્વરની પંચ તીર્થની બસ યાત્રા કરાવેલ. કુબડિયા સરૂપચંદ ગુલાબચંદના સુપુત્રો અને અનોપચંદ તથા ઓત્તમચંદ, તેમાં અનોપચંદભાઈની સુપુત્રી શિલ્પાબહેન દીક્ષા અંગીકાર કરી સા. શ્રી અક્ષયચંદ્રજી તથા તેમના સુપુત્ર હસમુખભાઈની સુપુત્રી ભાવનાબહેને દીક્ષા અંગીકાર કરી શ્રી દિવ્યનિધિશ્રીજીના નામે વિચરે છે. તેમ જ વાવથી ભોરલ તથા સાચોરનો છ'રીપાલિત સંઘ આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં કાઢેલ હતો. ઓત્તમચંદ સરૂપચંદ પરિવાર તરફથી સં. ૨૦૫૭માં જેઠ સુદિ ૩ના રોજ સુરતથી ચાર બસ દ્વારા ઘોઘા, તળાજા, હસ્તગિરિ તથા શત્રુંજય ડેમ વગેરે તીર્થોની યાત્રા કરાવી. જેઠ સુદિ ૪ના રોજ શત્રુંજય ડેમમાં ઉલ્લાસપૂર્વક આરાધના કરીને જેઠ સુદિ પના રોજ ડેમથી પાલિતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ આ શ્રી કનકરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં કરેલ. જેઠ સુદિ ૬ના રોજ ગિરિરાજ ઉપર દાદાના દરબારમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક માળા પહેરેલ હતી. આ યાત્રા સંઘ પૂ.આ. શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ના મુહૂર્ત મુજબ તેમના આશીર્વાદથી પરિપૂર્ણ થયેલ હતો. ઓત્તમચંદના જયેષ્ઠ પુત્ર જયંતીભાઈ તથા પુત્રવધૂ પ્રભાબહેનની ઘણા વર્ષોથી ભાવના હતી તે દેવગુરુ કૃપાએ પરિપૂર્ણ થયેલ. તેમાં ઓત્તમચંદભાઈના સુપુત્રો વસંતભાઈ, નવીનભાઈ તથા રમેશભાઈ અને સમગ્ર કુબડિયા પરિવાર તેમજ પૌત્ર કુમારપાળ તથા ચિરાગ તથા સગાંસંબંધીઓ, આમંત્રિતો, વાવ સંઘના ભાઈઓ વગેરેએ માળા પહેરાવવાની ઘણી સારી બોલી બોલી ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો. સંઘમાં આશરે ૩૦૦ ઉપરાંતની સંખ્યા હતી. તેમ જ માળારોપણ પ્રસંગે પરિવારના સંસારી સગા મુનિશ્રી મુક્તિસેનવિજય મ.સા. પધારેલ હતા. વાવના કુબડિયા પરિવારે સમેતશિખર, પાવાપુરી આદિ તીર્થની યાત્રા સામૂહિક કરેલ હતી. તેમજ સં. ૨૦૪૪માં પૂ.પં. નરદેવસાગરજી મ.સા.ને હસ્તિનાપુર પારણું કરાવેલ, તેમાં ૧૦૦ જેટલી સંખ્યા હતી. ૯૧૫ કાન્તિલાલ નગીનદાસ શાહ જન્મ : ૩૦-૮-૧૯૨૭, મૂળ વતન : વડા (જિ. બનાસકાંઠા) હાલ : મદ્રાસ, ધાર્મિક : પંડિત. ૧. ત્રણ ઉપધાન, ૨. ચાર વર્ષીતપ, ૩. વીશસ્થાનક તપ, ૪. કંઠાભરણ તપ, ૫. નિગોદ નિવારણ તપ, ૬. ધર્મચક્ર તપ, ૭. શત્રુંજય તપ, ૮, પાંચ ચારમાસી તપ તથા અન્ય તપ મળી લગભગ ૧૭૮૦ ઉપવાસ. ૨. પાલિતાણામાં ચાર નવ્વાણું યાત્રા તથા બીજી જાત્રા મળી કુલ ૭૭૭ જાત્રા પગપાળા કરી. ૩. નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી અઠ્ઠાવીસ તથા એકાંતરે ૧૦૦૮ આયંબિલ કરેલ. ૪. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ તથા બારવ્રત અંગીકાર કરેલ. –ચોમાસામાં તથા નવ્વાણું યાત્રામાં સહયોગી બનેલ. લગભગ સવા કરોડ નવકાર મંત્રનો જાપ થયેલ. નવ ઉપવાસ તથા ચાર અઠ્ઠાઈ પોષહ સહિત કરતાં લગભગ ૫૫૦ પોષણ થયેલ. છ'રિપાળિત સંઘમાં ૪૭ દિવસ, તથા ૨૨ દિવસ શત્રુંજયની જાત્રા કરેલ, ૪૫ દિવસ તથા ૨૦ દિવસ ટ્રેન–બસ દ્વારા કલ્યાણભૂમિની સ્પર્શના કરી, સમેતશિખરજીની છ જાત્રા પગપાળા કરી. પાંચ જિનપ્રતિમા, પાંચ ઉપાશ્રય, પાંચ પાઠશાળા તથા પાંચ આયંબિલશાળામાં સહયોગી બનેલ. શ્રી સની તીર્થમાં મૂળનાયક ભરાવ્યાં પ્રતિષ્ઠા કરાવી, કળશ ચઢાવ્યો, તેમ જ પ્રતિષ્ઠાના દિવસે સાધર્મિક ભક્તિની નવકારશીનો લાભ મળેલ. પાલિતાણા તથા શંખેશ્વરજીમાં ધર્મશાળામાં લાભ મળેલ. મહેસાણા પાઠશાળાના સપ્તાદિ પ્રસંગે ઋણમુક્ત થવાનો લાભ મળેલ. મહેસાણા પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરી, દશ વર્ષ પાઠશાળા ચલાવી. વ્યાખ્યાન દ્વારા પર્યુષણમાં આરાધના કરી-કરાવી પાંચ ભાઈ–બહેનોને દીક્ષા અપાવી. પાવાપુરી સોસાયટી, થરામાં ગજઅંબાડીએ બેસીને તોરણ બાંધવાનો તથા કારોદ્ઘાટનનો લાભ મળેલ. શ્રી સાવOી તીર્થમાં શ્રી ગૌતમસ્વામી, મદ્રાસમાં “શ્રી ચંદ્રપ્રભ નવા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાન ભરાવવાનો તથા હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષ પ્રતિમા ભરાવવાનો લાભ મળેલ, મદ્રાસમાં શિલાન્યાસનો પણ લાભ મળેલ. સૂરજકુંડ પાલડી' અમદાવાદમાં મૂળનાયક બિરાજમાનનો લાભ મળેલ. અંકેવાળિયામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની દેરીનો લાભ મળેલ. થરા અને રાણિ (અમદાવાદ)માં આયંબિલભવન બનાવવાનો લાભ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy