SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા નગર-ગામથી ભક્તો સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. કનુભાઈ એફ. દોશી સંગીત મંડળી સાથે પધારેલ તથા પિતાશ્રીના જીવનનો પરિચય સૌને આપેલ. માતા-પિતાશ્રીના પ્રસંગને અનુલક્ષી જીવદયાની માતબર રકમ ઉપાર્જિત થયેલ. તે દિવસે જૈન-જૈનેતર સૌને સ્ટીલનાં વાસણની પ્રભાવના કરવામાં આવેલ તથા પૂ. મહારાજ સાહેબની પ્રેરણાથી સૌ કોઈએ નાનો મોટો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરેલ. લિ. પુત્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્ર-પૌત્રીઓનો પરિવાર. (મુ. અનાવલ જિ. સુરત) શ્રી કુમારપાળ દેસાઈ અમદાવાદથી માંડીને લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમનાં પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશિવદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમનાં પાંચ પુસ્તકને ભારત સરકારનાં અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. ‘ઓલ ઇન્ડિયા જેસીસ’ સંસ્થા દ્વારા ‘ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા' તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી’ ને જન્મભૂમિની ‘ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાંત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. Jain Education International ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આગવું પ્રદાન નોંધાવનાર શ્રી કુમારપાળભાઈની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત પાડે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યોનો પુરસ્કાર કરનારું એમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લ્યે છે. પરિસંવાદો કે પ્રવચનોનાં આયોજનોમાં For Private ૯૧ તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે. જયભિખ્ખુનો સાહિત્ય તથા સંસ્કારનો વારસો અકબંધ રીતે સાચવી રહેલા ડૉ. કુમારપાળભાઈની લેખસામગ્રી અખબારી કટારોમાં પ્રસંગોપાત પ્રગટ થતી રહી છે. તેમની આ સિદ્ધિઓ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ચિનુભાઈ હિંમતલાલ શાહ જૈન અને જૈનેતર સેવાકીય સંસ્થાઓમાં શિક્ષણ, સંસ્કાર અને માનવતાનાં કાર્યોથી જેમનાં જીવનકાર્યોની પ્રશંસા થઈ રહી છે એવા શ્રી ચિનુભાઈ રામપુરા-ભંડોકા (વીરમગામ)ના મૂળ વતની છે. જન્મ ૧૯૩૬માં થયો. સુરેન્દ્રનગરની બોર્ડિંગમાં રહીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન ગૃહપતિ કરમચંદભાઈના સેવા સંસ્કાર, મૈત્રિ, શિક્ષણ અને સંસ્કાર પ્રત્યેનો પૂજ્યભાવ ગુરુભક્તિ જેવા ગુણોથી એમનું વ્યક્તિત્વ વિકસિત થયું છે. મુંબઈમાં બે વર્ષની નોકરીના અનુભવ પછી સાહસ કરીને ધંધામાં ઝંપલાવ્યું અને અગ્રણી કાર્યકર્તા અને નામાંકિત વ્યાપારી તરીકે ખ્યાતિ પામ્યા. મેસર્સ શાહ બ્રધર્સ એન્ડ કું.નું મોટું નામ છે. ધંધામાં પ્રતિવર્ષ સફળતા પ્રાપ્ત થતાં ધનસંપત્તિ પણ વધવા લાગી અને જીવન અને કરીતે સમૃદ્ધ થતું રહ્યું. વિદ્યા અને સંપત્તિને ઉદારતાથી વહેતી મૂકવામાં આવે તો પછી બન્ને વસ્તુઓ સામે ચાલીને આવે છે. ચિનુભાઈના જીવનમાં સંપત્તિ એ મોટાઈ કે અભિમાનનું પ્રતિક નથી, પણ ધર્મ અને માનવસેવાનાં કાર્યોમાં સતત સદ્વ્યય કરવાની શુભ ભાવનાઓ પ્રગટ થતી રહી છે. માદરે વતનમાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે બાલમંદિર, મિડલસ્કૂલ અને હાઈસ્કૂલની સ્થાપના કરાવીને બાળકોનાં ઘડતરમાં મહામૂલુ પ્રદાન કર્યું છે. મનના વિકાસ માટે શિક્ષણસંસ્થા છે તો તનના વિકાસ માટેને તંદુરસ્તીના રક્ષણ માટે હોસ્પિટલ માટે ઉદારતાથી દાન આપીને રામપુરા-ભંડોકા ગામમાં સૌ કોઈની શુભભાવનાઓ પ્રાપ્ત કરી શક્યા છે. સુરેન્દ્રનગરમાં હાઇસ્કૂલ, બોર્ડિંગ અને બી.એડ. કોલેજની સ્થાપના કરાવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એમની સંપત્તિનો સર્વ્યય થયો છે. વિરમગામમાં ઓર્થોપેડિક હોસ્પિટલ અને માંડલ જેવા નાના ગામમાં પેથોલોજીકલ લેબોરેટરીની સ્થાપના કરીને ચિકિત્સા માટે સુવિધા લોકોને પ્રાપ્ત થઈ છે તેમાં પણ જો કોઈનું યોગદાન હોય તો ચિનુભાઈનું. આ બધી સંસ્થાઓમાં ચેરમેનપદ સંભાળીને તેના વિકાસ માટે તેઓશ્રી સંપત્તિને સમય અને શક્તિનો પણ ભોગ આપ્યો છે. એમની સેવાનું ક્ષેત્ર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy