SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ રકમનું અનુદાન * જ્ઞાતિના સેવાસમાજમાં ઘણાં વર્ષોથી રસ લઈને સંસ્થાને અનાજવિતરણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં મૂકવામાં તેઓશ્રીનો અમૂલ્ય ફાળો * નયનરમ્ય શ્રી મલ્લિનાથ તીર્થ દહાણુમાં ટ્રસ્ટીપદે સેવા * શ્રી આગમમંદિર, પૂનામાં શ્રી ચતુઃશરણ પયન્ના નામક આગમ સુવર્ણાક્ષરે લખાવવાનો લાભ * ઘાટકોપર નવરોજી જૈન સંઘ મધ્યે નૂતન આરાધનાભવનમાં માતબર રકમ દ્વારા ભવ્યાતિભવ્ય મોક્ષ સીડીનો લાભ લીધેલ. * શ્રી નવરોજ લેન જૈન સંઘના અતિ ભવ્ય દેરાસરજીના નિર્માણમાં પાયાના પત્થર તરીકે ખૂબ મોટા પાયે અનુપમ ભોગ આપેલ હતો. તેઓશ્રીએ મુંબઈ જૈન પત્રકારસંઘના ઉપપ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ ભારતભરના જૈન પત્રકાર માટે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું આયોજન કરેલ છે. સમ્મેતશિખરજીનો ૫ વખત યાત્રાપ્રવાસ અને સમસ્ત તીર્થયાત્રાઓ અવારનવાર કરેલ છે. જૈન કલ્યાણ માસિકના તેઓ ઘણાં વર્ષોથી માનદ્ ટ્રસ્ટી છે. મોરબી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી તથાં ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના સ્થાપકપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્માનુરાગિણી ધર્મપત્ની ચન્દ્રકળાબહેનનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેલ છે. તેમનું જીવન ધર્મમય અને તપમય છે. ધર્મ પોતાના પૂરતો સિમિત ન રાખતાં આ ધર્મપ્રેમી દંપતીએ ધાર્મિક સુસંસ્કારોનું સિંચન તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ,· કેકીનભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબેન, નલિનીબેન, મયુરીબેન, ભાવનાબેન તથા પૌત્રોમાં કરેલ છે. આ પુણ્યશાળી પરિવારે સમાજના મોવડી મંડળ અને યુવક મંડળને પ્રસંગોપાત કાયમી ફંડોમાં સારું એવું યોગદાન આપેલ છે. આ રીતે જિનાજ્ઞા મુજબ સાતેય ક્ષેત્રમાં અતિ સુંદર સુકૃતો કરેલ છે. જેમાં જિનાલયનિર્માણ, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ભાતાગૃહ, ૨ આયંબિલશાળા, ૩ પાઠશાળા, શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષ વગેરે ખાસ નોંધપાત્ર છે. આ ધર્મપ્રેમી પરિવાર તરફથી સમાજની ઓફિસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો મૂકવા અર્થે રૂા. ૫૧,૦૦૦=૦૦નું અનુપમ યોગદાન આપેલ છે. તેઓશ્રી હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો સદ્બય કરે એ જ એક મનોકામના. મોરબી નિવાસી સ્વ૦ સમજુબહેન સુખલાલ શાહ જેમના આત્માની અમો શાંતિ ઇચ્છીએ છીએ. કલ્યાણ માસિક દ્વારા યોજિત બોધકથા' Jain Education International For Private ચતુર્વિધ સંઘ શ્રી કુબડિયા પરિવારનો ધર્મવૈભવ વિ.સં. સાતના સૈકામાં રાજા ધનદેવ થયા. આજે તેમની વંશપરંપરામાં ૫૩મી પેઢી ચાલે છે. તેમનો પરિવાર લાકડિયા (કચ્છ)માં વસે છે. બીજો પરિવાર અગાઉ નગરપારકરમાં હતો. તેઓ હાલમાં વાવમાં વસે છે, કુડિયા અટકથી પ્રસિદ્ધ છે. ત્રીજો પરિવાર મહેસાણા જિલ્લામાં ધોળાસણ સાલડી નંદાસણ વગેરે ગામોમાં વસે છે. તેઓ શેઠ અટકથી પ્રસિદ્ધ છે. રાજા ધનદેવને પૂ.આ. શ્રી ધર્મઘોષસૂરિ મ.સા.એ પ્રતિબોધ કરી જૈન બનાવ્યા. વીસા શ્રીમાળી ચૌહાણ વંશની કુળદેવી શ્રી ચામુંડા માતા છે. ભંડારી ગોત્ર, બગથળી શાખા. વિ.સં. ૭૧૨માં ગંભીર ઉર્ફે ખંભીરે ત્રંબાવટી નગરીમાં આચાર્યદેવસૂરિની નિશ્રામાં પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું. શત્રુંજય સંઘ કાઢ્યો. સં. ૧૧૮૧માં ઝાંઝણ શેઠે સ્વામી વાત્સલ્ય વિ.સં. ૧૪૮૪માં તેરવાસીના પુત્રે કુંબડી ગામ વસાવ્યું. તે હાલ નગરપારકર (પાકિસ્તાનમાં છે.). કુબડયા બધા નગર પારકરથી વાવ આવેલ. સરૂપચંદ ગુલાબચંદ તેમ જ દેવસીભાઈ ગણેશભાઈ તથા બીજા પરિવારો વાવ તથા આજુબાજુનાં ગામોમાં વસેલ છે. તેમાંથી હાલમાં આ પરિવારો અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વસે છે. વાવના કુબડયા ભૂદરભાઈના સુપુત્ર સેવંતીભાઈએ સં. ૨૦૧૨માં દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી નરદેવસાગર મ.સા. બન્યા. ગણિ તથા પંન્યાસ પદવી અમદાવાદ તથા શંખેશ્વરમાં થયેલ. સં. ૨૦૪૯માં પાલિતાણા મુકામે તેમની આચાર્ય પદવીનો દિન ૧૧ના મહોત્સવનો લાભ ખૂબ ઉલ્લાસપૂર્વક વાવવાળા કુબડિયા પરિવારોએ સંપૂર્ણ લાભ લીધો. નગરપારકર હાલ પાકિસ્તાનમાં છે, તેની બાજુમાં ગોડીજી તીર્થ વસેલ છે. ત્યાં જૈનોની વસ્તી ન હોવાથી ત્યાં બિરાજમાન શ્રી ધર્મનાથ આદિ જિનબિંબો તેમ જ પંચધાતુની પ્રતિમાઓ, દાગીના, આંગી વાવ લાવેલ હતા, ધર્મનાથ ભગવાન હાલ અજિતનાથ ભગવાનના દહેરાસરમાં બિરાજમાન છે. ગોડીજી પાર્શ્વનાથ પણ હાલ વાવમાં બિરાજમાન છે. કુડિયા લીલાધર દેવશીભાઈના સુપુત્ર સુરેશભાઈએ દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી સોમસુંદરવિજય મ.સા.ના નામે વિચરે છે. દુદાચંદ દેવશીભાઈ તથા લીલાધર દેવશીભાઈના સુપુત્રોએ કુબડિયા પરિવારને જીરાવાલા, સૂંઢાજી, રાણકપુર તેમ જ ભદ્રેશ્વરની પંચતીર્થની યાત્રા કરાવેલ. સં. ૨૦૫૨માં વાવમાં શ્રી અજિતનાથ દાદાની પ્રતિષ્ઠામાં સમગ્ર કુબડિયા પરિવારે સારો લાભ લીધેલ હતો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy