SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦ હીરો કરી છે વળતી વખતે તેઓ પાલી હોવાથી પાલી ઊતર્યા હતા. બંને વખતે ૮-૮ દિવસ તેઓ પાસે રહ્યા. સં. ૧૯૪પમાં આ. સિદ્ધસૂરિ બાપજી ભરૂચ ચાતુર્માસ રહ્યા. તેમની પાસે જ્ઞાનધ્યાનમાં વધુ સમય રહેતા. તે વખતે શાસ્ત્રી પાસે તત્ત્વાર્થ ભણતા હતા. સૂત્રોના બરાબર અર્થ અનોપચંદ એવા કરી આપતા કે શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઈ જતા. ફરી ૧૯૫૦માં તેમનું ચાતુર્માસ કરાવી ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી આ.ક. પેઢીમાં તેઓ પ્રતિનિધિ હતા. સં. ૧૯૫૩માં અમરવિજયજીનું ચાતુર્માસ થયું. સં. ૧૯૫૩માં ભરૂચમાં જૈન ધર્મફંડ પેઢીની સ્થાપના કરી. સમગ્ર જિલ્લાના ધર્માદા ખાતાનો નાણાંકીય વહીવટ તે દ્વારા થવા માંડ્યો. તેઓ જ્યોતિષ પણ સારું જાણતા. તેમના મુહૂર્ત પ્રતિષ્ઠા વ.ના ખૂબ જ લાભદાયી થતાં. એમણે પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ રચ્યો હતો. તેમાં શાસ્ત્રાનુસાર પ્રશ્નોનાં સમાધાન કર્યા છે. તેઓ ભરૂચ પાંજરાપોળમાં વહીવટ કરતા. ઉપરાંત ગાંધાર તીર્થનો પણ કરતા હતા. ગાંધારના દેરાસરનો જીર્ણોદ્ધાર કરી ગામ બહારના દેરાસરના પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગામમાં કરાવી. એમને હરખસુંદરી નામે પુત્રી હતી. તેમનાં લગ્ન ચૂનીલાલ શેઠ સાથે કર્યા હતા. વિવાહ બાદ ચૂનીલાલ શેઠને પોતાને ત્યાંજ રાખ્યા હતા. તેમણે સ્તવન, સજઝાય-ચૈત્યવંદનો પણ રચ્યાં છે, જે ખૂબ ભાવવાહી છે. પોતાના ઘરમાં ગૃહમંદિર બનાવી સ્ફટીકનાં પ્રતિમાજી પધરાવ્યાં હતાં. (આજે આદીશ્વર દેરાસરમાં તે પ્રતિમાજી છે). વિ.સં. ૧૯૬૫માં ફરી સિદ્ધિસૂરિજીનું ચાતુર્માસ ભરૂચમાં કરાવ્યું. દિવસના મોટા ભાગે ધ્યાન જ કરતા. સં. ૧૯૬૬માં કસ્તુરભાઈ શેઠના માતુશ્રી ગંગાબા (જેઓ તેમને ભાઈ માનતાં) સાથે પાલિતાણા યાત્રા કરવા ગયા. આગલે દિવસે ગંગાબાના પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. બીજે દિવસે ચોવિહાર ઉપવાસ કરીને (ચૌદસ હતી) પાલિતાણા ચડતા ડુંગર ચડતાં પાંચ પાંડવના સ્થાન પાસે આવ્યા ત્યારે ભાવના કરી કે આ સિદ્ધક્ષેત્ર ઉપર ઘણા મોક્ષે ગયા છે. મારું પણ અહીં મૃત્યુ થાય તો સારું એવી ભાવના ભાવતાં ત્યાં જ કાળધર્મ પામ્યા. તેઓ ઘણા જ્ઞાની હતા. આગમો પણ વાંચ્યા અને સાંભળ્યા હતા. દરેકની શંકાનું સમાધાન કરતા. સ્વભાવે તેઓ નમ્ર, વિવેકી, દ્વેષ રહિત અને ગંભીર હતા. કોઈ કડવા શબ્દો કહે તો સાંભળી લેતા પણ જવાબ આપતા નહીં. તેના પર દ્વેષ પણ ન રાખતાં પ્રેમભાવ રાખતા. ચતુર્વિધ સંઘ શેઠ શ્રી અનંતરાય ગિરધરલાલ જીવણલાલ શાહ (જસપરાવાળા) ભાવનગર બાજુના એક નાનકડા ગામ જસપરાના મુંબઈમાં વસતા ઘોઘારી જ્ઞાતિના પ્રસિદ્ધ કુટુંબ શાહ ગિરધરલાલ જીવણલાલને ત્યાં અનુભાઈનો જન્મ તા. ૪૮-૧૯૪૨ના રોજ થયો. ઉછેર તથા અભ્યાસ મુંબઈમાં જ થયો. ચાલુ અભ્યાસે લગભગ ૧૪ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીનું અવસાન થયું. પોતાની ઉંમર નાની હોવા છતાં ત્રણ ભાઈઓમાં મોટા હોવાથી પિતાશ્રીએ સ્થાપેલી ચાલુ દુકાન સ્થિર રાખી આગળ વધવાની જવાબદારી તેમના શિરે આવી. જે તેમણે ખૂબ આત્મવિશ્વાસ-પૂર્વક સ્વીકારી–સંભાળી. આટલી નાની ઉંમર હોવા છતાં તેમના મખમલ (વેલ્વેટ)ના ધંધાને માત્ર સંભાળ્યો જ નહી પણ તેનો અકલ્પનીય વિકાસ કર્યો. એ જ રીતે પૂ. માતાપિતાના ધાર્મિક સંસ્કારને પૂ. માતુશ્રીની દોરવણીથી ખૂબ આગળ વધાર્યા. આજે વ્યાપારધંધાનો વિકાસ અને ધાર્મિક સંસ્કારોનો વિકાસ એમ બન્ને વિકાસની એમના જીવનમાં ઉચ્ચ પ્રકારની હરીફાઈ છે. અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરીને ઘણા સંઘરી રાખે છે. કોઈ સ્વાનંદ–મોજશોખમાં વાપરે છે, કોઈ વિલાસમાં વેડફે છે, જ્યારે કોઈ વિરલા જ પરહિતાર્થે સામાજિક અને ધાર્મિક કાર્યમાં વાપરી શકે છે, એ પણ ગણતરીનો હિસ્સો જ્યારે વિરલામાં વિરલ અઢળકમાંથી અઢળક સુકૃત્યોમાં વાપરે છે. અનુભાવિ એવા વીરલામાંના વીરલની પંક્તિમાં આવે છે. વળી પૂર્વજોની પુન્યાઈના કારણે તેમનાં ધર્મપત્ની દીનાબહેન તથા અનુજ બંધુઓ શ્રી કીર્તિભાઈ તથા શ્રી કુમારભાઈનો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે, તે તેમના જીવનનું એક ઉજ્વળ પાસું છે. ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધર્મના ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે અને હજુ વર્તમાનમાં પણ કરતા જ રહે છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈના માનદ્ મંત્રી તરીકે અગાઉ ઘણાં વર્ષો સેવા આપેલી અને હાલ સમસ્ત મુંબઈ જ્ઞાતિના ટ્રસ્ટી પદે બિરાજે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy