SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ગુણગણસંપન્ન અગ્રેસર શ્રાવકો વીરશાસનની યશોજ્જવલ પરંપરામાં અગણિત શ્રાવકપ્રતિભારત્નોએ તેમનાં શ્રેષ્ઠતમ પ્રભાવક ધર્મકાર્યો કરીને જૈનશાસની તેજપ્રભાને દશે દિશામાં પ્રસરાવી છે. સમયકાળે ભલે પડખું બદલ્યું હોય પણ એકવીસમી સદીના આ કમ્પ્યૂટરાઇઝ્ડ યુગમાં સર્વતોમુખી શ્રેષ્ઠ સાધના કરનારાઓનો જરાય તોટો નથી. આ શ્રાવકરત્નોની નેત્રદીપક તપસ્યાઓ જાણીએ ત્યારે આપણને પણ આરાધનાનું નવું જોમ પ્રગટે છે. આ શ્રાવકરત્નોના સદ્ગુણો આજે પણ ઘર-ઘરમાં ગુંજન કરતા કાનને પાવન કરી રહ્યા છે. પાયામાં ધરબાયેલા સાધક-ભાવનાનાં હૃદયસ્પર્શી દૃષ્ટાંતો આપણને કોઈ ઊંચી શુભ ભાવનામાં ખેંચી જાય છે. સમગ્ર સમાજ ચારિત્રની આ સુગંધનો સાક્ષાત્કાર સદીઓ સુધી કરતો રહીને પ્રેરણા અને પ્રોત્સાહનનું પાથેય પામતો રહેશે. દેઢ શ્રદ્ધાસંપન્ન, કળવકળના જાણકાર, ધીંગી ધરાના ધણી અને ગજબની કોઠાસૂઝ ધરાવનાર એવા ઘણા શ્રાવકો પ્રાચીનકાળમાં થયા પણ વર્તમાનમાં પણ એવા ઘણા છે જે પરિચયો આ લેખમાળા દ્વારા જાણીએ. —સંપાદક. શેઠ અનુપચંદ મલુકચંદ માતા–રતનબાઈ, પિતા મલુકચંદ, જન્મ વિ.સં. ૧૯૦૦, ભાદરવા વદ-૩, તેમના જન્મ બાદ પિતાની આર્થિક સ્થિતિ સુધરતી ચાલી. નાનપણથી જ પ્રભુદર્શન, સેવાપૂજા, સામાયિક આદિ પાંચ વર્ષની ઉંમરથી કરતા. ૮ વર્ષના થતાં ૧૪ નિયમો ધારવા એકાસણાંદિ વ્રતો કરવા લાગ્યા. ધાર્મિક અભ્યાસ પણ સારો કરતા. યોગ્ય ઉંમર થતાં પિતા સાથે દુકાનમાં જોડાયા. તેમાં પણ ઘણા કુશળ નીવડ્યા. છ સાત મહિના પિતાજી સમ્મેતશિખરજી યાત્રાએ ગયા ત્યારે વ્યાપારમાં ઘણી વૃદ્ધિ કરી– વેપારી વર્ગમાં પણ પ્રતિષ્ઠિત બન્યા. તેમનાં બુદ્ધિ, ગાંભીર્ય અને ડહાપણથી લોકો પ્રભાવિત થતાં. તેમના નાનાભાઈ નગીનભાઈ નાની ઉંમરે દેવલોક થયા ત્યારે પણ ઘરમાં તેમનેં કર્મબંધના કારણરૂપ શોક અને રડવા કરવાનું નાનાભાઈનાં ધર્મપત્ની તેજકોરબહેન સહિત બધાને સમજાવી બંધ કરાવ્યું. પંદર દિવસ બાદ પોતાના ઘરમાં પ્રભુપ્રતિમા પધરાવી, અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. જીવનનિર્વાહ માટે પૂરતું દ્રવ્ય ભેગું થતાં પિતાને કહીને આ સંતોષી મહાપુરુષે ધંધો બંધ કરાવ્યો અને આત્મકલ્યાણનો શ્રેયસ્કર માર્ગ લીધો. છ માસની લાંબી બિમારીમાં પણ સૂત્રપાઠો વાંચતા. સર્વપ્રથમ હુકમમુનિનો યોગ મળ્યો પણ તેનાથી સંતોષ ન થતાં અમદાવાદ પ્રશાંતમૂર્તિ બુટેરાયજી (વૃદ્ધિચંદ્રજી) પાસે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યાં. શ્રી શાંતિસાગર સાથે પણ ૯૦૯ Jain Education International For Private પરિચય થયો. ત્યારબાદ આત્મારામજી મ.સા.ના પરિચયમાં આવ્યા. તેમની પાસેથી ધર્મનાં રહસ્યો જાણવાં મળ્યાં અને ઘણી શંકાઓ દૂર થઈ. વિ.સં. ૧૯૪૧માં તેમના સુરત ચાતુર્માસ દરમ્યાન શાસ્ત્રાભ્યાસ કરવા વારંવાર જતા. ૧૯૪૨માં પાલિતાણા ચાતુર્માસ દરમ્યાન પોતે પાલિતાણા રહી તેમનો લાભ લીધો. આત્મારામજીથી તેમનું જીવન ખૂબ જ પ્રભાવિત થયું હતું. પર્યુષણમાં પ્રાયઃ અઠ્ઠાઈ કરતા સાધુ ન હોય તો અઠ્ઠાઈમાં વ્યાખ્યાન પણ વાંચતા. પ્રતિક્રમણાદિ ક્રિયા પોષધ વિ. ઊભાં ઊભાં પ્રમાદસહિત કરતા. જ્ઞાન સાથે ક્રિયા પણ ઉત્તમ કરતા. આદેશ્વરભગવાન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તે માટે ટીપ માટે પણ ગામેગામે જતા. સંવત ૧૯૪૩માં અષાઢ સુદ દસમના રોજ પ્રતિષ્ઠા કરાવી. સંવત ૧૯૪૪માં ૫.પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મ.સા., પ્રવર્તક કાંતિવિજયજી આદિ ચાર સાધુ ભગવંતનું ચોમાસું કરાવ્યું. તે દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી પણ ભરૂચ તેમને ત્યાં પધાર્યા અને પંદર દિવસ રહ્યા હતા. અનોપચંદ ભાઈના સંગથી તેમનામાં પ્રભુ-પૂજા-ભક્તિના ભાવ વધ્યા હતા. ત્યારપછી પણ તેઓ ૩-૪ વખત તેમને ત્યાં આવ્યા હતા. સં. ૧૯૪૫માં સમેતશિખરજી યાત્રા કરવા ગયા. જતાં પાલનપુર આત્મારામજી મ.સા. ચાતુર્માસ હોવાથી ઊતર્યા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy