SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૮ જૈનસમાજના અગ્રગણ્ય અને શાસનના શણગારસમા શ્રી શાંતિભાઈ ઝવેરીનું ટૂંકી બિમારીમાં તા. ૮-૬-૦૫ના પાર્લામાં દુઃખદ દેહાવસાન થતાં જૈન સમાજમાં અને પાર્લા જૈન સંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી. પાર્લા ખાતે તેમની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં અગ્રગણ્ય શહેરીજનો, આગેવાન જૈન શ્રેષ્ઠીઓ, સ્નેહી સગા મિત્રવર્ગ વગેરે જોડાયા હતા. અંતિમ સંસ્કાર વેળાએ પાર્લા જૈન સંઘ તથા પાલિતાણા ભાવનગર જૈનસંઘો વતી ભાવભરી શ્રદ્ધાંજલિ અપાયેલ. સદ્ગતના ગુણાનુવાદની સભા પાર્લા જૈન સંઘના ઉપક્રમે મહાસુખભવન ઉપાશ્રયમાં તા. ૨૩-૬-૦૫ના રોજ મહા ઉપકારી પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ સમુદાયના આચાર્યોના ૧૧ શિષ્યો પૂ. સાધ્વીજી મહારાજો શ્રાવક-શ્રાવિકાઓ સકળ જૈન સંઘની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. પાર્લા જૈન સંઘના અગ્રગણ્ય શ્રી અશોકભાઈએ શ્રદ્ધાંજલિમાં શાંતિભાઈને જૈનશાસનના શણગાર સમા અને અનેક તીર્થોમાં પાર્લા જૈન સંઘનું ગૌરવ વધારનાર ઉમદા અને ઉદાર દિલના શ્રેષ્ઠી કહ્યા હતા. ભાવનગરથી ખાસ પધારેલા તેમના નિકટના સાથી અને પરમ કલ્યાણમિત્ર શ્રી મનુભાઈ શેઠે તેમની યશસ્વી જીવન ઝરમર રજૂ કરી શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના બંધુ પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપાથી ધર્મ પ્રત્યેની અમાપ શ્રદ્ધાથી ઐતિહાસિક શત્રુંજયના મહા અભિષેક તેમના પરમકલ્યાણકમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં ઊજવેલા તે યાદ કરી અનેક તીર્થોમાં જિનબિંબોની પ્રતિષ્ઠા, સ્વદ્રવ્યથી સ્વગૃહે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવી જીવનને ધન્ય બનાવનાર સદ્ગતે ચાતુર્માસ નવ્વાણું યાત્રા જીવદયા અને માનવતાનાં અનેક કાર્યો કરેલ. મેડિકલ ક્ષેત્રે હૃદયરોગના નિદાન કેમ્પો, જયપુરફૂટકેમ્પ, પોલિયોકેમ્પ Jain Education International ચતુર્વિધ સંઘ વગેરેની રૂબરૂ અનુભવેલી ઝલક અને સ્મરણો રજૂ કરેલ. શ્રી મહેન્દ્રભાઈ શ્રી પારસભાઈ વગેરેએ પણ પ્રાસંગિક શ્રદ્ધાંજલિ અર્પેલ. પાંચે સમુદાયના આચાર્યો વતી તેમના શિષ્યોએ ગુણાનુવાદ કરતા તેમનાં ધર્મનાં કાર્યોની અનુમોદના કરેલ. સાધુઓ શ્રાવકના ગુણાનુવાદમાં ઉપસ્થિત રહે, સકળ સંઘ મોટી સંખ્યામાં પધારે તે બધુ શાંતિભાઈના ધર્મનિષ્ઠ પવિત્ર જીવનને આભારી છે. પ.પૂ. શાસન સમ્રાટના પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ જણાવેલ કે ગુરુના હૃદયમાં ભક્તજન શિષ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કરવું આકરું છે, પરંતુ પરમ વિનયી શાંતિભાઈએ આ સ્થાન પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવેલ તેઓ સૌના હતા અને સૌ તેમને પોતાના ગણતા. અનુમોદના સાથે આશીર્વાદ પાઠવેલ એ શ્રીમતી નલિનીબહેન, પુત્ર હરેશભાઈ, પુત્રવધૂ દર્શનાબહેન, કુનાલ-નેહા-કરન અને પુત્રીઓ શીલાબહેન તથા પ્રીતિબહેન તેમનો ધર્મનો વારસો દીપાવે છે. મા વૃદ્ધિ કરશે અને તેમનાં ધર્મનાં સુકાર્યોની વણથંભી કૂચ શરૂ રાખી સાચી શ્રદ્ધાંજલિ અર્પશે. પ.પૂ. આચાર્યશ્રીઓએ ગૃહઆંગણે પરિવારજનોને આશીર્વાદ આપવા કૃપા કરી હતી. જૈનસમાજના અગ્રગણ્યો શ્રી મફતકાકા, શ્રી દીપચંદ ગાર્ડી, અગ્રગણ્ય જૈન વિશિષ્ઠ વિધિકાર શ્રી બાબુભાઈ કડીવાલા તથા બહારગામથી સુરત ભાવનગરથી સ્નેહી સ્વજનોની વિશાળ હાજરીમાં ઉપસ્થિતિ હતી. શ્રી શાંતિભાઈ ઝવેરીએ ધર્મપત્ની નલિનીબહેન તથા સ્વજનો સાથે પૂર્વ ભારત–સમેતશિખરજી, મહાતીર્થ, પશ્ચિમે શાશ્વતા તીર્થ શત્રુંજય અને ગિરનારજી આદિ તીર્થો, ઉત્તરે પ્રાચીન તીર્થ કાંગડા (હિમાચલપ્રદેશ) ભદ્રીનાથ આદિ દક્ષિણે કુલપાકજી આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું છે. સંકલન-મનુભાઈ શેઠ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy