SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ || ૐ હીં શ્રી ધર્મનાથાય નમોનમઃ | પ્રકૃતિદત્ત પ્રતિભાવંત - પ્રચંડ પુરુષાર્થી યુવારત્ન આદર્શ નારીરત્ન ધર્મભીરૂ શ્રી જ્યેશકુમાર જસવંતલાલ શાહ અને વાત્સલ્યવારિધિ - ભદ્રિકઆત્મા અ.સૌ. યશ્રીબહેન જયેશકુમાર શાહ (મૂળ વતન : વેરાવળ, હાલ વિલેપાર્લે) (વેસ્ટ) સં. ૨૦૫૦નું એ યાદગાર ચાતુર્માસ...૫.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ.આ.ભ.શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સમુદાયના પ.પૂ. ઉપાધ્યાય શ્રી વિમલસેનવિજયજી મ. તથા પ.પૂ. પંન્યાસ શ્રી નંદીભૂષણ વિજય મ.સા.નો ઈર્લા-પાર્લા સંઘમાં ચાતુર્માસાર્થે પ્રવેશ થયો. વર્ષારાણીના આગમન સાથે જ શ્રી સંઘમાં ધર્મની હેલી ચઢી આવી ને ધર્મપ્રેમી આત્માઓના મનમયૂર નર્તન કરી ઊઠયાં. વર્ષાકાળના આ પુનીત દિવસોમાં ઉત્સાહ, તરવરાટ તેમજ ઉમંગની જીવંત પ્રતિમા સમું આ ધર્મપરાયણ પતિ-પત્ની વૈરાગ્ય અને પ્રભુ-પ્રીત્યર્થી એવા પૂજ્ય ગુરુ ભગવંતોના પરિચયમાં આવ્યાં, સાથે પ.પૂ.આ.ભ.શ્રીમદ વરબોધિસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.ના જુસ્સાભર્યા તથા અર્થપૂર્ણ પ્રવચનોથી ધર્મારાધનામાં અગ્રેસર થયાં અને ગુરુદેવની પ્રેરણાથી શ્રી ધર્મનાથ પ્રભુનું ગૃહમંદિર રચી સં. ૨૦૫૯માં પ્રતિષ્ઠા કરાવીને ઉત્તમ શ્રાવક-શ્રાવિકા બન્યાં છે. જન્મથી જ જેઓના શુભનામ સાથે ‘જય’ જોડાયેલ છે એ અવસર આવ્યે મોહ-માયા-મત્સર પર ‘વિજય’ મેળવે અને મોહમયી મુંબઈ નગરીમાં જળકમળવત્ રહી શકે તે સહજ છે. ચાતુર્માસનો કાળ અને પૂજ્યપાદ ગુરુ ભગવંતોના સાંનિધ્યના પરિણામે આ દંપતી, તેઓનાં માતુશ્રી તેમજ વહાલસોયી બે દીકરીઓના પારિવારિક જીવનમાં જિનાજ્ઞાપૂર્વકની ધર્મારાધના સહસ્રકમળની માફક ખીલી ઊઠી. સં.૨૦૫૭માં પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાને પોતાના ગૃહે પગલાં કરવા વિનંતી કરતાં પૂજયશ્રીની પ્રેરણા ઝીલીને ૪૦ વર્ષની ભરયુવાનવયે ચતુર્થ વ્રતનો સ્વીકાર કરીને અનન્ય ભક્તિપૂર્વક ચરણકિંકર બનીને ગુરુદેવને સમર્પિત થયાં છે. આખું કુટુંબ ઉપકારી ગુરુવર્યનો પડ્યો બોલ ઝીલવા સદાય તત્પર રહે છે. દરેકનાં અંતર્ચક્ષુ ખોલી ધર્મચક્ષુ પ્રદાન કરનારાં, આ ધરાતલ વિશે ચિરહરિત કલ્પતરુ સમી શીળી છાયા દેનારા, પરમોપકારી ગુરુદેવના ચરણાવિંદમાં સર્વસ્વ ન્યોછાવર કરીને મળેલો માનવભવ સાર્થક કરી લેવાની તીવ્ર અભીપ્સા સાથે બધાંય ધર્મારાધનામાં ઓતપ્રોત છે. અનંત વીર્યના સ્વામી વીતરાગ પરમાત્માની અસીમ કૃપાથી પરિવારના દરેક સભ્યોમાં દાન, શીલ, તપ અને ભાવનાના ગુણો આત્મસાત્ થયેલા છે. અઢળક ભૌતિક સંપત્તિ તેમજ લાવણ્યમય દેહયષ્ટિ અને બુધ્ધિવૈભવના સ્વામિની એવાં જયશ્રીબહેન વર્તમાને વરસી તપની આરાધના કરી રહ્યાં છે. સંયમનો માર્ગ શૂરાનો છે. તેને માટે વીર્ય ફોરવવું દરેકને સુલભ નથી પણ મુક્તિમાળને વરવા માટેનો એ જ એકમાત્ર કીમિયો છે તેવી આસ્થા દઢિભૂત તો શ્રધ્ધા ફળીભૂત... Jain Education International માનવજીવનમાં ૪ આશ્રમો છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તેમજ સંન્યાસાર્શ્વમ, આમા ગૃહસ્થાશ્રમ બાકીના ત્રણેય આશ્રમોને પુષ્ટ કરનાર છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યુ છતે ઉત્કૃષ્ટ ધર્મકરણી થઈ શકે અને સંતાનોને પમાડી શકાય તે સંકલ્પસિધ્ધિથી આ વિરલ આત્માઓએ કરી બતાવ્યું છે. ધન્ય જૈન ધર્મ ! ધન્ય જૈન ધર્મીઓ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy