SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ ८७४ ગુજરાતી જૈન સંઘ (પ્રારંભથી આજ સુધી), ૮. ટ્રસ્ટી : શ્રી જિનકુશળસૂરિ દાદાવાડી ટ્રસ્ટ, બસવનગુડી--બેંગલોર, ૯. ટ્રસ્ટી : શ્રીચંદ્રપ્રભલબ્ધિ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ ઓકલીપુર- -બેંગલોર, ૧૦. ટ્રસ્ટી : શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ શાસન પ્રભાવક ટ્રસ્ટી-–દેવનહલ્લી, ૧૧. કમિટી મેમ્બર : શ્રી કર્ણાટક ગુજરાતી પ્રગતિ સમાજ, ૧૨. ટ્રસ્ટી : શ્રી પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ--(બનારસ ઉ.પ્ર.), ૧૩. ટ્રસ્ટી : શ્રી અંજાર ખરતર ગચ્છ જૈનસંઘ-અંજાર (કચ્છ-ગુજરાત), ૧૪. કમિટી મેમ્બર : શ્રી મહાવીર આરાધના કેન્દ્ર--કોબા (ગુજરાત), ૧૫. ઉપપ્રમુખ : શ્રી દક્ષિણભારતીય કચ્છી ગુર્જર જૈન સમાજ, ૧૬. ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી : શ્રી ઓમ શાંતિ ટ્રસ્ટ--પાલિતાણા અને ઇરોડ, ૧૭. ટ્રસ્ટી : શ્રી વર્ધમાન જૈન ભોજનાલય--અંજાર, ૧૮. ટ્રસ્ટી : શ્રી નાગેશ્વરી જૈન દાદાવાડી (ઉત્તેલ), ૧૯. પ્રતિનિધિ : શ્રી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-- અમદાવાદના ૨૫ વર્ષથી કર્ણાટક પ્રાન્તીય પ્રતિનિધિ, ૨૦. મેમ્બર : ગવર્નિંગ બોર્ડ, અખિલ ભારત તીર્થરક્ષા સમિતિ-અમદાવાદ-મુંબઈ. વાત્સલ્ય પ્રેમી દાંમ્પત્ય જીવન રવિભાઈની સેવાપયોગી પ્રવૃત્તિઓની સફળતા પાછળ તેમનાં ધર્મપત્ની સુશીલાબહેનનું યોગદાન ઘણું જ મોટું છે. ૬૦ વર્ષના તેમના સુખી દામ્પત્યજીવનનો યશ રવિભાઈ સુશીલાબહેનને આપે છે. સુશીલાબહેનની સૂઝ, સમજ અને વ્યવહાર, કુશળતા એ રવિભાઈને તેમના વ્યવહારની ચિંતા થવા દીધી નથી. તેમણે તેમને બધાથી મુક્ત રાખ્યા છે, જેથી તેઓ નિશ્ચિતપણે કાર્ય કરી શક્યા છે. સુશીલાબહેન એક આદર્શ આર્યનારી છે. સદા રવિભાઈનો પડછાયો બની પોતાના જીવનને સમર્પણ કરી સાચા અર્થમાં સહધર્મચારિણી બની દામ્પત્ય જીવન શોભાવ્યું છે. બોલવાનું નહીં અને હસતા રહેવું તે તેમનો સ્વભાવ છે. “હું જે કંઈ કરી શક્યો છું અને કરી રહ્યો છું તેમાં સુશીલાનો ફાળો ઘણો મોટો છે.” જીવનમાં પ૨-૫૨ વર્ષથી પર્યુષણમાં અઠ્ઠાઈ કરતાં સુશીલાબહેન તપસ્વી પણ છે. પુરુષાર્થના પ્રતીક રવિભાઈના ગુણોમાં સૌથી વિશેષ આંખે ઊડીને વળગે તેવો ગુણ છે પ્રચંડ આત્મવિશ્વાસ. જે કાર્ય શરૂ કર્યું તેને બરાબર પકડી રાખવું તથા તેને જલ્દી પૂર્ણ કરવા સમર્પિત બની લાગી જવું. નર્મદના શબ્દોમાં “ડગલુ ભર્યું કે ના હટવું ન હટવું” ને ચતુર્વિધ સંઘ બરાબર પોતાના જીવનમાં અપનાવ્યું છે અને “તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને રે” અનુસાર પોતે જ દરેક કાર્યોમાં આગળ રહે છે. કેટલીક વ્યક્તિઓ જન્મથી મહાન હોય છે કેટલાક પર મહાનતા આરોપવામાં આવે છે. જ્યારે કેટલાક મહાનુભાવો પોતાના કર્મથી (સ્વકર્મથી) મહાનતાના ગુણો મેળવે છે. રવિભાઈ તેમાંના એક છે, જેમણે પોતાની જાત મહેનતથી અનેક સંસ્થાઓનું સર્જન કરી તેને વટવૃક્ષ જેવી મહાન બનાવી છે. આત્મવિશ્વાસથી રવિભાઈને શત શત અભિનંદન... વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ : વજથી કઠોર અને ફૂલથી પણ કોમળ એટલે રવિભાઈ. ઘણીવાર ભલભલા લોકોને પણ મક્કમતાથી સાચી વાત જણાવતાં રવિભાઈ આપણને ખૂબ જ કઠોર જેવા જણાય પણ જ્યારે નજીકથી નાનામાં નાના કર્મચારી વગેરે પ્રત્યે પણ ભરપૂર વાત્સલ્ય દર્શાવતા તથા તેને ભરપૂર મદદકર્તા ઉપયોગી બનતા રવિભાઈ ફૂલોથી કોમળ દેખાય છે. અનેક આચાર્ય ભગવંતોના જેમને આશીર્વાદ સાંપડ્યા છે તે રવિભાઈ પારેખ એટલે કે બેંગલોરની અનેક સંસ્થાઓના સ્થાપક તથા આધારસ્તંભ, જૈન સમાજના અગ્રગણ્ય નેતા, દક્ષિણ ભારતની અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તથા તબીબી સંસ્થાઓના સૂત્રધાર, પીઢ કર્મશીલ પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. આવા બહુમુખી પ્રતિભાસંપન, સાદા સરળ અને ચેતનાના હાર્દ સમા શ્રી રવિભાઈ પારેખને ખૂબ ખૂબ અભિનંદન. ઐતિહાસિક કાર્યોના સર્જક : સિકન્દરાબાદની અનેક સંસ્થાઓના અગ્રેસર : ગુરુભક્ત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ એક પ્રશંસકે લખ્યું છે કે “તનમાં તરવરાટ, નયનમાં ઉત્સાહ, ચહેરાપર હાસ્ય, શ્રી રાજેન્દ્રભાઈનો પ્રથમ પરિચય પામનારના મનમાં તેઓના માટે આવી છાપ સહેજે જ ઊઠે એવું તેમનું વ્યક્તિત્વ.” દરેક વ્યક્તિમાં શક્તિઓ તો પડેલી જ હોય છે પણ તે શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવા આવશ્યકતા છે દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા દેવ-ગુરુકૃપાએ જીવનને નંદનવન સમું બનાવી જાય છે. રાજેન્દ્રભાઈ આવા જ એક આત્મા છે, જેઓએ દેવકૃપા ઝીલવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy