SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પૂરતી પાત્રતા કેળવી છે. દેવગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કરી જિનશાસનની સુવાસ મહેંકાવવા અદ્ભુત યોગદાન આપી ઐતિહાસિક કારકિર્દી રચી છે. માતા જાસૂદબહેન, પિતા અમૃતલાલના આ સુપુત્રનું શૈશવ અને શિક્ષણ અમદાવાદની અવની પર મહોરેલું પરંતુ યૌવનના આંગણે પગ મૂકતાં જ આ સાહસવીરે ધંધાર્થે બેંગલોર તથા સિકન્દરાબાદની ધરતીને પસંદ કરીને સ્થિર થયા. ધર્મસંસ્કાર તો વારસાગત હતા જ, પણ સાચો સપૂત તે કહેવાય કે જે માવતરના આવા વારસામાં વૃદ્ધિ કરે. એવા આ રાજેન્દ્રભાઈને ભાગ્યયોગ બળવાન હશે કે તેમને આ માટે દેવગુરુનો સહયોગ મળ્યો ને પોતાના પુરુષાર્થને તેઓએ આ દિશામાં વાળ્યો. સિકન્દરાબાદમાં મોટે ભાગે ગુજરાત--સૌરાષ્ટ્રથી ધંધાર્થે આવેલા અનેક ગુજરાતીઓ--જૈનોનો વસવાટ હતો. તેથી સહુએ સામૂહિક સહકારથી ત્યાં શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર શિખરબંધ મંદિર નિર્માણ કર્યું અને આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે સંઘની વિનંતીથી અધ્યાત્મરત્ન પૂ.આ.ભ. જયંતસૂરીશ્વરજી મ.સા., મહાન વિદ્વાન વાત્સલ્યવારિધિ શાસન-પ્રભાવક પૂ. આ.ભ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. તથા શાંતિમૂર્તિ પૂ.આ.ભ., નવિનસૂરીશ્વરજી મ.સા. પધાર્યા, સાથે માતૃહૃદયા સા.વર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. પણ પધારેલ. પૂજ્યોના સતસંગે રાજેન્દ્રભાઈના જીવનમાં શાસનપ્રેમ--જિનભક્તિ, ગુરુભક્તિનો અનેરો રંગ ભર્યો. સિકન્દરાબાદની અનેરી પ્રતિષ્ઠાકાળે તેઓ ૩૦ વર્ષની ઉંમરે શ્રી સંઘના સેક્રેટરી પદે હતા. તેમનામાં અદમ્ય ઉત્સાહ, ગુરુઆજ્ઞા શિરોમાન્ય, તમન્ના ને સંઘનું નેતૃત્વ કરવાની પ્રતિભા ઝળકતી હતી. ૫. ઉં. પ.પૂ. બહેન મ.સા. (પૂ. સાધ્વીવર્યા વાચેંયશાશ્રીજી મ.સા.) ને શ્રી રાજેન્દ્રભાઈ ધર્મજનેતા જ માને છે. આ સમયે તેઓએ પૂજ્યોમાં શાસનનિષ્ઠા, જિનભક્તિ અને અપૂર્વ ઉત્સાહ અને જ્ઞાનપ્રતિભા જોતાં એમ લોઢું--ચુંબક તરફ ખેંચાય તેમ તેઓનું દિલ પણ અનાયાસે પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.નાં ચરણો પ્રતિ ખેંચાવા લાગ્યું. તેઓશ્રીના પ્રખર પ્રવચનકાર તે વખતના પૂ. મુનિશ્રી રાજયશવિજયજી મ. વર્તમાનમાં ૫.પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરિજી મ.સા.નાં પ્રભાવક પ્રવચનોએ તેમના જીવન ઉપર જબરજસ્ત પ્રભાવ પાડ્યો અને જીવનમાં એક નવો જ વળાંક આવ્યો, ધર્મનો એવો ઘંટનાદ રણક્યો કે જે સમય જતાં સારા ભારતમાં ગુંજી ઊઠ્યો. Jain Education International For Private ૮૫ પ.પૂ.આ. શ્રી વિક્રમસૂરિજી મહારાજશ્રીએ પણ તેમનામાં તરવરાટ, ઉત્સાહ, કાર્યકુશળતા, બુદ્ધિમતા અને શાસનકાર્યની યોગ્યતા જોઈ તેથી પૂ. ગુરુદેવની કૃપા શ્રી રાજેન્દ્રભાઈ ઉપર વધતી જ ગઈ. પૂ. ગુરુદેવની પ્રેરક નિશ્રામાં નીકળેલ સિકન્દરાબાદથી સમેતશિખર મહાસંઘ યાત્રાના સંયોજક તરીકેનું સુકાન શ્રી રાજેન્દ્રભાઈને સોંપવામાં આવ્યું. આ યાત્રા એક સાહસ યાત્રા હતી ને ૫૦૦ વર્ષ બાદ પ્રાયઃ આવી સુદીર્ધ યાત્રાનું આયોજન હતું, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૦૦ સાધુ--સાધ્વીઓ, ૫ આચાર્ય ભગવંતો હતા. આ યાત્રા ૧૯૧ દિવસની હતી, જેનું તેઓએ સુપેરે સંચાલન કર્યું હતું. કુદરતી, માનવીય અનેક વિટંબણાઓ, દુર્ગમ પહાડી રસ્તા છતાં તેઓએ આ યાત્રાને આનંદમંગલ સાથે પાર ઉતારી અને એમના આ સાહસના વધામણાં રૂપે પુનઃ પૂ.આ.ભ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના નેતૃત્વમાં ૨૦૨ દિવસની કલકત્તાથી શત્રુંજય ગિરિરાજની છ'રી પાલકસંઘ યાત્રાનું સંયોજન તેમણે સ્વીકાર્યું અને આ યાત્રા જ્યારે રાજનગર આવી ત્યારે આ યુવાનના ઉત્સાહ અને સાહસ જોઈ અમદાવાદની હઠીસિંગ વાડીના શ્રેષ્ઠી રત્ન શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી તેમનું સાફો પહેરાવી સમ્માન કરેલ. સંઘયાત્રાનો આ અનુભવ તેમના માટે ભાવિશાસનની કર્મમાળાનું એક પુનઃ પાથેય બની ગયો અને ત્યાર પછી તો ગુરુઆશિષે એમના જીવનનાં શાસનકાર્ય સાથે જ્ઞાનદર્શન ને તપ--આરાધનાની વૃદ્ધિ થવા લાગી. પૂ. શ્રીના સાન્નિધ્યમાં શ્રાવકજીવનને યોગ્ય આવશ્યક સૂત્ર અને અર્થનો અભ્યાસ કર્યો. પૂ. મુનિરાજ રાજયશ વિ.મ. પાસે તત્ત્વાર્થ સૂત્રનો અર્થ કરી જૈનશાસનની શ્રદ્ધા અને વીતરાગની વાતોનો તાગ પામવા સુંદર પ્રયત્નો કર્યા. મદ્રાસમાં પૂ.ગુ.દેવવિક્રમસૂરીશ્વરજી મ.સા. ની તૃતીય પીઠિકાની મૌન આરાધના પાશ્ચાત્ય પૂજ્યશ્રીનું મૌન તેઓએ આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ દ્વારા ખોલાવ્યું. આમ ભરયૌવનમાં આ વ્રતથી પોતાની ચારિત્ર્યની દૃઢતાનો પરિચય આપ્યો. આ વ્રતનું વિશુદ્ધ ભાવે પાલન કરવા જીવનમાં તપને પણ અપનાવ્યું. તેઓ વર્ષો સુધી પ્રારંભે બિયાસણાં અને બાદમાં ૧૭૦ એકાસણાં ને બાદમાં બે વર્ષની વર્ષીતપની આરાધના કરી. શ્રી સિકન્દરાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ.પૂ. સંઘના છેલ્લાં ૩૦ વર્ષથી પ્રમુખપદે છે. તેમના પ્રમુખપદના સમયમાં ત્રણ દહેરાસરોના નિર્માણ શ્રી સંઘ સંચાલિત બન્યાં. ઉપાશ્રય તથા શ્રી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy