SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ ઃ ગ્રંથયોજનાને હાર્દિક અનુમોદના ધર્માત્મા 'વોરા માનકુવર તલકચંદ ગરવા ગિરનારની ગોદમાં રહેલા શહેર જેતપુરમાં જન્મ માતા : દિવાળીબહેન, પિતા: શેઠ દેવચંદ તળશીભાઈ લગ્ન : મોટા માચિયાળા (અમરેલી) પતિ : વોરા તલકચંદ કાનજીભાઈ ત્રણ પુત્રો -ત્રણ પુત્રીઓ . બાલ્યકાળમાં માતાના સંસ્કાર જીવનમાં ધબકતા રહ્યા, સંસારના બંધનમાં બંધાયાંછતાં પરમાત્મ ભક્તિ, ગુરુસેવા, ધર્મારાધના સાથે તપનો પણ યજ્ઞ માંડ્યો, ત્રણ ઉપધાન, વરસી તપ, વર્ધમાન તપ, ૫00 આયંબિલ અનેક તપ સહ જિ૫, વ્રત, સુપાત્ર દાન, જીવદયા જિનબિંબપ્રતિષ્ઠા (કલકત્તા, ઉવસગ્ગહર તીર્થમાં કાયમી એકાસણાં, આવશ્યકવિધિ તથા સ્વદ્રવ્યથી પ્રતિદિન સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, સાતેય ક્ષેત્રોમાં યોગદાનની ગંગોત્રી વહાવી, સતાવીશ વર્ષ પહેલાં વોરા તલકચંદ ભાઈનું દેહાવસાન થયેલ, સફેદ વસ્ત્ર - અંગ પર આભૂષણ નહીં પહેરવાનાં! બે વાર છ'રી પાલિત સંઘમાં ગયાં હતાં. સંસાર પક્ષે માનાબહેન, હાલ સાધ્વાચારનું પાલન કરી રહ્યાં છે, નવકારાદિ કરોડો - કરોડો મંત્ર જાપના આરાધક સાધ્વીરત્ના - પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા દ્વારા પોતાના જીવનને આરાધના તપ, જપ, વ્રતથી ઉર્ધ્વગામી બનાવી રહેલ છે. અણગાર બનવા ઝંખી રહ્યાં છે. જૈફ ઉંમર ૮૮ છે. આંખ અને પગ બંને કામ ન આપે, જેના કારણે દેશ-વિરતિપણામાં - સ્વાધ્યાય જાપ પ્રભુભક્તિ-પ્રવચન શ્રવણ - આવશ્યકક્રિયાદિમાં ઓતપ્રોત બની જીવનયાત્રા ચાલે છે ! ' હૂંફનો મહેરામણ પ.પૂ.માતુશ્રી અ.સૌ. કાંતાબહેન બાબુલાલ શાહ (પ્રાણ અને પ્રકૃતિ: અક્ષયપાત્રની આવૃતિ) કરોડોની ધનરાશિથી બનેલા મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે જ તે દર્શનીય, વંદનીય ને પૂજનીય બને છે, તેમજ દિલના દેવળમાં પૂજય માતા-પિતાને જયાં સુધી પ્રતિષ્ઠિત કરીએ નહીં ત્યાં સુધી કરોડોની મહેલાતની કિંમત કોડીની... " જિંદગીના વિકટ તાણા-વાણા વચ્ચેથી કુનેહપૂર્વક સંતાનોના જીવનઘડતર અને સંસ્કારસિંચન થકી જે કક્ષાએ અમને અમારી માવલડીએ પહોંચાડ્યાં ત્યારે લોકકવિની ઉક્તિ : “ જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર” આ કથનને પૂ. બાએ જીવનધ્યેય બનાવીને સાર્થક કર્યું છે. વ્યવહારુ, ધર્મભીરૂ તેમજ કુનેહબાજ એવા પૂજય પિતાશ્રીએ નાનપણમાં અમને શેરીથી દેરીનો માર્ગ બતાવ્યો અને વ્યસ્ક થયાં ત્યારે ધર્મનો મર્મ સમજાવ્યો, વ્યાપાર-વાણિજયની સમજ આપી, તેમજ ફ્રેન્ડ, ફિલોસોર અને ગાઇડ બનીને જીવનવ્યવહાર શીખવ્યો. પિતા સંતાનોના પોષક, રક્ષક અને ઉપકારક છે.તેઓ જ સંતાનને આ વિશ્વમાં વિહાર કરાવે છે, તેને મહત્ત્વાકાંક્ષી બનાવે છે ને સ્વપ્ન સિધ્ધ કરવાની કળા આપે છે સાથે પોતાના વિચારોનો વારસો આપે છે. શાસ્ત્રોક્તિ છે કે ‘પિતૃ દેવો ભવઃ' - એ જ પરમ સત્ય છે. ' પ્રભુને પામવા મનુષ્ય મંદિરે જાય, યાત્રાઓ કરે ને પ્રભુને કરગરે પણ મન મંદિરિયામાં વસેલાં ભગવાન ને ભગવતી (માવતર)ની સેવા-શુભૂસા, માન-મર્યાદા, આજ્ઞા કે વિવેક જાળવવો ચૂકે એ તો આકાશને ચાંદો જોઈને આરતીનો દીવડો બુઝાવવા બરાબર છે. જે માવતરની સેવા કરવા ન પામે તેને પ્રભુસેવાના અધિકાર નથી. - અમોને આવાં સત્ત્વશીલ માતા-પિતા મળ્યાં છે તો માતૃભક્તિમાં કે પિતૃભક્તિમાં ક્યાંય ઊણપ ન રહી જાય, દુર્વ્યવહાર ન થઈ જાય કે તેઓના લાગણીતંત્રને કોઈ ઠેસ ન પહોચે અને સદાય તેઓની ઇચ્છાનુસાર કાર્ય કરી શકીએ. તેઓની ભાવનાને અનુરૂપ સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો કરી સંતુષ્ટ કરીએ અને મન, વચન, કર્મથી સેવા કરતાં રહી તેઓની શીળી. છાયામાં જીવન વ્યતીત કરી ધન્ય બનીએ. - જો કે, સો ભરેય મા-બાપનું ઋણ ચૂકવાય નહીં પરંતુ આ જન્મમાં અમો બને તેટલું ફેડવા કોશિશ કરીએ છીએ. તેમ છતાં મુક્તિપદને પામતાં પહેલાં જેટલા પણ જન્મારા કરવા પડે તેમાં અમોને આ જ માવતર અને આ જ પરિવાર મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જનેતા કે જનકનો ઉપકારભાર દુન્યવી ત્રાજવે તોય તોળાય નહીં. તેનાં પુણ્યશ્લોક નામ જ સંતાનોને ગૌરવ બક્ષે છે જયારે તેજસ્વીને પ્રાપ્તિવાળાં સંતાનોનાં નામ માતા-પિતાના સ્વર્ગદ્વાર સમાન છે. | |લિ. આપનાં બાળ પ્રવીણ, દિલીપ, મહિપત, ભૂપત તથા અ.સૌ. વષ પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ જાગૃતિ દિલીપકુમાર બાબુલાલ શાહ નયના મહિપતરાય બાબુલાલ શાહ સુધા ભૂપતરાય બાબુલાલ શાહ ના કોટિશ સવિનય પ્રણામ - નવકારાદિ કરોડો-કરોડો | મંત્રજાપના આરાધક સાધ્વીરત્ના પૂ. પદ્મચશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વોરા માનકુંવરબહેન તલકચંદની સુલ્ક અનુમોદનાર્થે કલકત્તા NOW Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy