SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પ્રવૃત્તિઓ તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોર કેમ્પોનું આયોજન. –પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર ગુજરાતનાં ગામડાનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. –યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી સભ્ય રહી સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની પરમ સેવા કરવાનો પીડિતોના સંપર્કમાં લાભ શતાબ્દી મહોત્સવમાં પણ સેવાનું પ્રદાન. –નેતૃત્વ શક્તિ માટે સેમિનાર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પ્રતિભા વિકાસ અભિયાનના કો. ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ છે. પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. પુત્રી : સેજલબહેન અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ તરીકેનો અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ પ્રેમનો ધોધ વહાવ્યો છે. –પોતાની વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી રહી છે. શિખરજીની ધર્મશાળામાં વિભાગ ઉપર નામકરણ. જૈનશાસનની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ચાલુ છે. -ઊંઝા નગરના ૧૦૦ વર્ષ જૂનાં ઉપાશ્રય-વાડી આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને ખાતમુહૂર્ત કરવાનો અનેરો લાભ, શાંતિનગરમાં જૈન સંઘમાં બનેલ આરાધનાભવનના ઉદ્ઘાટનનો લાભ, ચૈત્ર આસો માસની ઓળીને કાયમી ધોરણે અનુદાન આપેલ છે. કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે ઊંઝા નગરમાં સ્વામી વાત્સલ્ય, શીતલનાથ ભગવાનની દેરીનું અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજા–દંડન લાભ. પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન. -શિખરજીમાં ભાતાગૃહ પાસે બનતી ધર્મશાળામાં એક બ્લોકનું અનુદાન. શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જિનાલયે ‘રાણપગલાં'ની અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા—દંડનો લાભ, Jain Education International For Private ૮૯ પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈન− શાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજ્ય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બિલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ. –ભારત દેશના ઘણાંખરાં શહેરોમાં જૈનતીર્થોની યાત્રા સંપૂર્ણ જેવી કરેલ છે. ડૉ. રમણલાલ સી. શાહ ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહનો જન્મ વડોદરા જીલ્લાના પાદરા ગામે થયો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા બાદ મુંબઈમાં જ ઉચ્ચ અભ્યાસ કરવા સદ્ભાગી બન્યા. કોલેજમાં પોતાના વિષયમાં પ્રથમ આવતાં બે વર્ષ માટે તેઓ ફેલો નિમાયા. ઇ. સ. ૧૯૫૦માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક અને સેન્ટઝેવિયસ રૌપ્ય ચંદ્રક મેળવ્યા. ઇ.સ. ૧૯૬૧માં ‘નળ દમયંતિની કથાનો વિકાસ' એ વિષય પર પી.એચ.ડી. કર્યું. ઇ. સ. ૧૯૪૮ થી ૧૯૫૦ દરમ્યાન સાંજ વર્તમાન તથા જનશક્તિ દૈનિકમાં તંત્રી વિભાગમાં કામ કર્યું. ઇ. સ. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને તે દરમ્યાન એન.સી.સી.માં વીસ વર્ષ કામ કર્યું. ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ૧૯૬૩થી પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇસ્ટ આફ્રિકન કાઉન્સીલ જેવી અનેક સમિતિઓમાં સેવા આપતા રહ્યા. મુંબઈ જૈન યુવક સંઘ તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી તરીકે અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે તેમની સેવા અજોડ છે. જૈનધર્મ ઉપરનાં વ્યાખ્યાનો આપવા માટે દુનિયાના સંખ્યાબંધ દેશોનો પ્રવાસ કર્યો. અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં યશસ્વી ફાળો આપ્યો. લગભગ એકસો જેટલાં પુસ્તકોનું આલેખન કે સંશોધન-સંપાદન કર્યું જે તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે છે. દરવર્ષે જે તે સ્થળે યોજાતા જૈન સાહિત્ય સમારોહના અગ્રણી આયોજક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. આવા બહુશ્રુત સાક્ષર દંપતિ ડૉ. રમણભાઈ અને પ્રા. તારાબેન ગુજરાતી સમાજનું ગૌરવ છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy