SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દક્ષિણ ભારતના સમર્પણશીલ જૈન અગ્રેસરો (શ્રાવક-શ્રાવિકાઓ) શ્રીમતી અમીબહેન કિરીટભાઈ શાહ કાર્યનું ક્ષેત્ર વેપાર વાણિજ્યનું હોય કે જીવદયાનું હોય, ધર્મસાધનાનું હોય કે સમાજસેવાનું હોય એ બધામાં જેમની પ્રતિભા હંમેશાં ઝળકતી દૃષ્ટિગોચર થઈ છે એવા સમર્પણશીલ શ્રેષ્ઠીઓ સમયે-સમયે જૈનશાસનને મળતા રહ્યા છે તે આનંદ અને ગૌરવનો વિષય છે. ગુજરાત-રાજસ્થાનની માફક દક્ષિણ ભારતમાં પણ જિનમંદિરોના અને ઉપાશ્રયોના નિર્માણકાર્યમાં, આયંબિલશાળાઓ અને પાઠશાળાના ઉત્થાનકાર્યમાં, સાધુસાધ્વીઓની વૈયાવચ્ચમાં કે ધાર્મિક અનુષ્ઠાનોમાં અને શિક્ષણક્ષેત્રે અગ્રેસરોની નિસ્વાર્થ સેવા અને ભવ્ય ભાવનાના ઊભરાતા સાગરને જોઈએ છીએ ત્યારે એ અગ્રેસરોની જિનભક્તિને મન ઝૂકી ઝૂકીને વંદે છે. જેમનાં જીવન ઉઘાડી કિતાબ જેવાં જોવા મળતાં, જેમના જીવનમાંથી યુવાનપેઢીને પ્રેરણાનું પુષ્કળ ભાથું મળી રહે છે, જેમણે જીવનસંઘર્ષ વેઠી આત્મશ્રદ્ધા અને આવડતના બળે અઢળક દોલત કમાઈને સમાજને જ પાછું આપવાનો અપનાવેલો વિશિષ્ઠ અભિગમ સૌ કોઈને એક નવો જ રાહ ચીંધે છે. ૮૧ અત્રે એવા પરિચયો રજૂ થાય કે ધન, સત્તા અને યશકીર્તિની ટોચે પહોંચેલા મહાનુભાવોએ જૈનાચાર્યોના એક માત્ર ઉપદેશથી ત્યાગ અને સમર્પણની ઉદાત્ત ભાવનાનો વિસ્તાર વધાર્યો છે. સમસ્યાઓના નિરાકરણ માટેની કોઠાસૂઝ અને સૌને સાથે રાખીને કામ કરવાની કુનેહ અન્ય સંઘોએ પ્રેરણા લેવા જેવી છે. આ બધા પારદર્શી પરિચયો જાણ્યા પછી ખરેખર તો અંતરથી અનુમોદના કરવા જેવું જણાય છે. આ લેખમાળાના સંકલનકાર અમીબહેન કિરીટભાઈ શાહ જિનશાસનના અને ધર્મના રંગે રંગાયેલા, વૈયાવચ્ચ ગુણપ્રેમી કિરીટભાઈના સહધર્માચારિણી અમીબહેન શાહનું નામ બેંગલોરમાં જાણીતું અને માનીતું છે. સુંદર ધાર્મિક અભ્યાસ ધરાવતાં અમીબહેનની રગ-રગમાં શાસનની ભક્તિ અને ગુણાનુરાગ ઓતપ્રોત થઈ ગયા છે. સૂઝ-બૂઝ અને સમજાવટના ધની અમીબહેન સંગીતક્ષેત્રે સુંદર રસ લઈ શ્રી પાર્શ્વ કલાપૂર્ણ સંગીત મહિલા મંડળનું દશ વર્ષથી સુંદર સંચાલન કરી રહ્યાં છે. પુણ્યાત્માઓના સ્વર્ગવાસ પછી આયોજિત પ્રાર્થના-સભા-શ્રદ્ધાંજલિ સભામાં વૈરાગ્યપોષક ગીતો પર વક્તવ્ય પીરસવાની તેઓની આગવી કળા છે-છટા છે અને તેથી જ તેઓએ તેવાં સુંદર ગીતોનું સંકલન કરી એક પુસ્તક પણ તૈયાર કર્યું છે. માતા-પિતાના સંસ્કારે જ્ઞાનના ક્ષેત્રે પણ નિરંતર પ્રગતિ કરતાં અમીબહેન અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિશિષ્ટ બહુમાનને પામ્યાં છે. ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારોથી વિભૂષિત ધર્મસંપન્ન અમીબહેન સરળતા–વ્યવહારકુશળતા અને નિસ્વાર્થ સેવા એવા ગુણોથી સૌના પ્રિય બન્યા છે અને પરમાર્થભાવથી દામ્પત્ય જીવનને પણ સુવાસિત કરી રહ્યાં છે. આ લેખમાળામાં કેટલાંક પરિચયોની ઉપલબ્ધિમાં પૂ. સુરેન્દ્ર ગુરુજી સહયોગી બન્યા છે. પૂર્વ કર્મોદયે થોડા સમયથી અસહ્ય બિમારીમાં પણ દર્દનાં દુઃખોને વિસારી, અનેક open book Exams આપી · રહ્યા છે. ‘શ્રાવક જીવનનાં ૩૬ કર્તવ્ય' પુસ્તકનું ઝીણવટભરી રીતે અધ્યયન કરી પરીક્ષાપેપર ભરી સ્વાધ્યાયરસિક અમીબહેને સ્વાધ્યાયગુણને સિદ્ધ કર્યો છે. ઉપરાંત ઉવસગ્ગહરં સાધન ટ્રસ્ટ પ્રેરિત, ઉવસગ્ગહરં શ્રુત એવોર્ડ નિબંધ હરિફાઈમાં, ઉવસગ્ગહરં સ્તોત્ર દ્વાવ્યની સર્વાંગી સમીક્ષા તથા ઉવસગ્ગહરં સ્તોત્રનાં રચયિતાનું જીવન કવન જેવા બે બે વિષયો પર સુંદર નિબંધો લખી સ્પર્ધામાં જોડાયા છે. રત્નત્રયી ટ્રસ્ટ, વર્ધમાન સંસ્કાર ધામ તથા જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત Exams નું બેંગ્લોરમાં સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. પુસ્તક વાંચવાના અને ચિંતન કરવાનાં શોખીન અમીબહેન સભાનું સંચાલન પણ સરસ કરે છે. નિરંતર નવું પ્રાપ્ત કરવાનાં ઇચ્છુક તેઓ કોઈના પણ નાના ગુણનું ખૂબ-ખૂબ અનુમોદન કરી આનંદ અનુભવે છે. મક્કમ મનોબળી અમીબહેનનાં પ્રત્યેક કાર્યોમાં શાસનપ્રેમી ઉત્સાહી કિરીટભાઈ દરેક રીતે સહયોગ આપી તેમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે છે. શાસનની ધગશવાળાં આ શ્રાવિકારત્નને આપણે અભિનંદીએ. –સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy