SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ તવારીખની તેજછાયા ચોરાશી-૮૪ વર્ષની ઉંમરે ૮+૪ = ૧૨ વ્રતોનું પાલન કરીને ૮૫માં વર્ષમાં પ્રવેશ થયો ત્યારે “શિવમસ્તુ સર્વ જાગ'ની ભાવના પ્રબળ બની. ત્રણ વર્ષ પૂર્વે આ. શ્રી કલાપૂર્ણશ્રીજી પાલિતાણા આવ્યા ત્યારે સંકલ્પ અભિગ્રહ દ્વારા પ્રત્યેક જન્મમાં આવાં વ્રતનિયમોનું પાલન થાય એવો નિર્ધાર કર્યો. નાનપણથી જ શ્રુતજ્ઞાનમાં રસ હતો, તેથી ઉજ્જૈનમાં પાઠશાળા શરૂ કરાવી. જેન ધાર્મિક શિક્ષણસંઘ શ્વેતાંબર, એજ્યુકેશન બોર્ડમાં સેક્રેટરી તરીકે ચાલું રહેવાની તક તેમને મળી. પાઠશાળામાં ભણેલી અર્પણા આજે સાધ્વીજી શ્રી આત્મજ્ઞાશ્રીજી તરીકે વિચરે છે. ઉપરાંત એ બધાં વિદ્યાર્થીઓ પૈકી ઘણા આજે સમાજના માનસભર હોદ્દાઓ પર હોવા છતાં ધર્મપ્રેમી રહીને વિવિધક્ષેત્રોમાં દાન, પુણ્ય, સેવા, સાધના અને પ્રભુભક્તિના કાર્યમાં જોડાઈને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. તેઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં સ્થળોએ કાર્યરત છે. પછી એ કાર્ય દેરાસર, ઉપાશ્રય, હોસ્પિટલ, શાળા, સંઘ કે પ્રતિષ્ઠા કે અનુષ્ઠાન ગમે તે હોય. નિષ્ઠાથી આ કાર્ય સંભાળે છે. તાજેતરમાં કારતક સુદ ૨, સં. ૨૦૪૪ના રોજ મહા પુણ્યવાન તળાજાનિવાસી ખાંતિલાલ લાલચંદ શાહે પંદર દિવસનો શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા પ્રવાસ યોજીને પુણ્યરાશિ ઉપાર્જિત કરવા સાથે કુટુંબીઓને પણ ભવાંતરનું ભાથું બંધાવ્યું છે. વિશેષમાં શ્રી સિદ્ધાચલ ઉપરની પ00 ભગવાનની પ્રતિષ્ઠાના સમયે ૯ આચાર્યો બિરાજમાન હતા અને શ્રેષ્ઠીવર્યોની વચ્ચે માત્ર ૧૮000 રૂ. માં કળશનો આદેશ પ્રાપ્ત કરવાની તક ખાન્તીભાઈને મળી, એ શાસનદેવનો કોઈ પ્રભાવ જ ગણી શકાય. ઉપરાંત ઘણાં અનુષ્ઠાનોમાં વિવિધ આદેશો પ્રાપ્ત કરવાનો પુએદય પણ પ્રાપ્ત થયો. નરપુંગવ એવા શ્રીયુત્ ખાંતિભાઈએ પરમાત્મા પ્રત્યે જે દાસત્વભાવ તથા અર્પણભાવ કેળવ્યો છે તે વિલક્ષણ છે. તેમના શુભ હસ્તે શાસનનાં તેમ જ સંઘનાં અનેકાનેક કાર્યો થયાં છે. તેથી ભાગ્યે જ કોઈ અવિહિત હશે. તેમના ધૂપસળી સમાન સુવાસમય તેમ જ સમર્પણમય જીવનમાંથી બોધ ગ્રહણ કરીને ધર્મી આત્માઓ ઉદ્ધારને પામી શકે છે. માનવીનું આયુષ્ય સમયના વિસર્જન સાથે સંકળાયેલું છે. અંતિમ જયણા’ શ્રી મહાવીરના શબ્દો અને ઉપદેશ અનુસાર મૃત્યુ આવે તે ઇચ્છા સાથે પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સાથે શ્રી ખાન્તીભાઈ જીવી રહ્યા છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબાપિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે. જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે રસ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાની વયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવનાં પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા હંમેશા આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કઠિન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલી આપી, “સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશવિરતિ જીવનથી આત્મકલ્યાણ માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સક્ઝાય આદિ કંઠસ્થ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. આ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy