SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૬ પાલિતાણાના જૈન ગુરુકૂળનું ગૌરવ શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ પાલિતાણા યશોવિજય જૈન ગુરુકૂળના ગૌરવશાળી રત્ન ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગુન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકૂળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સીડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકીર્દી ઘણી જ તેજસ્વી હતી.પ્રતિવર્ષે ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ છોગલમલ એન્ડ કું।. માં જોડાયા. જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન પારેખ એન્ડ કું।. ચાર્ટડ એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજ સેવાની કોઈ તક જવા દીધી નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો માતૃસંસ્થા ગુરુકૂળને તેઓ હંમેશા યાદ કરતા રહ્યા છે. આપબળે આગળ આવી ગુરુકૂળનું ગૌરવ વધાર્યું છે. ધર્માનુરાગી ખાન્તીલાલ લાલચંદ શાહ પુણ્યસંયોગે બહુ સંપત્તિવાન નહીં, પરંતુ ભાગ્યયોગે ઉચ્ચકુળમાં જન્મ-આ સિદ્ધાંત અનુસાર, લાલચંદ ગુલાબચંદ શાહના ધર્મનિષ્ઠ પરિવારમાં, માતુશ્રી અજવાળીબહેનની કુક્ષીએ જન્મેલા ખાન્તીભાઈનો ઉછેર પણ એક સંસ્કારી બાળક તરીકે થયો હતો. Jain Education International For Private ચતુર્વિધ સંઘ તેમણે પાઠશાળામાં શ્રી પરમાણંદભાઈ નામના બ્રાહ્મણ પંડિત પાસેથી પાયાનું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. જેમને યાદ કરતાં આજે પણ તેમનું મસ્તક આદરથી ઝૂકી જાય છે. ધર્મની સાથે જરૂરી વ્યાવહારિક શિક્ષણ મેળવવા માટે મહુવામાં તેમના દાદા શ્રી ખુશાલસુરચંદને ત્યાં રહ્યા. પોણા બે રૂપિયાની મોંઘીદાટ ગાઈડના પૈસા દાદાજી પાસે કઈ રીતે માંગવા? આવો વિચાર કરીને, જુનાં ચોપડાનાં પાનાં કાઢીને સ્વનિર્મિત માર્ગદર્શિકા તૈયાર કરી. દાદાજીનું માન મેળવનાર ખાન્તીભાઈ પણ દાદાજીના ઉપકારને ભૂલતા નથી. માતા–પિતાએ તેમને માત્ર ચાર વર્ષની વયથી જ પૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરેના સંસ્કાર આપ્યા હતા. એક વખત તેમણે માતાને પ્રશ્ન પૂછ્યો, “વીરડામાં પાણી ક્યાંથી આવે છે?' માતાએ કહ્યું, “ભગવાન મોકલે છે.” આ નાનકડી ઘટનાએ તેમને હચમચાવી દીધા. તેમની શ્રદ્ધા વધારે દૃઢ બની. શાસનસમ્રાટ પ.પૂ.આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. સાથે મહુવાથી સેંદરડા સવિહાર સમયે બ્રહ્મચર્ય, માંસ-ચામડાંના શરીરની ક્ષણભંગુરતા, સંયમના મહત્ત્વ વિષે વાતો થઈ. તેમની એક વાત વધારે પ્રભાવક રહી : માનવી બાલ્યાવસ્થામાં ભૂંડાવસ્થામાં, યુવાનીમાં ગદ્ધાવસ્થામાં, વાનપ્રસ્થકાળમાં વૃષભાવસ્થામાં અને જીવનની પૂર્ણતાના સમયે કપિલાવસ્થામાં જીવે છે. તો ખરેખર માનવતા ક્યારે પ્રાપ્ત કરે? આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી દ્વારા અંતરાત્મદશા વિષે તેમજ પ.પૂ.આ. શ્રી ધર્મસૂરિજી, શ્રી દેવેન્દ્રસાગર, શ્રી પદ્મસાગર, શ્રી સુબોધસાગર, શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી વગેરે દ્વારા વૈરાગ્યભાવ જાગૃત થયો. પરંતુ પિતાજીની અનિચ્છા, આજ્ઞા અને ભાવનાના પરિણામે નવ વર્ષની ઉંમરે કરવું પડેલું સગપણ, ૧૮ વર્ષની વયે દાંપત્યજીવનમાં પરિણમ્યું. આશ્ચર્ય તો એ વાતનું કહેવાય કે લગ્ન પહેલાના ૯ વર્ષના ગાળામાં ખાન્તીભાઈ તેમના ભાવિ પત્ની કુસુમબહેનને મળ્યા ન હતા. લગ્નના બીજા દિવસે જ શત્રુંજય ગિરિરાજની યાત્રા, પૂજા, મનમાં કોઈ વિકારભાવ વગર જ કાર્યરત રહ્યા. વ્રતનિયમમાં રહેવા માટે લગ્નજીવનની પ્રથમ રાત્રિએ જ કુસુમબહેન સાથે થોડા સંધર્ષના કારણે અને પછીના સમયે થોડા ઉપસર્ગવાળા સંયોગો ઊભા થયાં. પરંતુ દેઢતા અને સમજાવટથી કાર્ય હાથમાં લીધું ત્યારે ઉપસર્ગોવાળા સંયોગોના વાદળો હટી ગયાં. સરળતાથી દાંપત્યજીવન પસાર થતું રહ્યું. શ્રી જંબુસ્વામી, સ્થૂલભદ્રજી, વિજ્યાશેઠ, વિજ્યાશેઠાણી જેવા ઉત્કૃષ્ઠ ઉદાહરણો સામે રાખ્યાં. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy