SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ શ્રી નાકોડા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાલાના પ્રાચાર્ય એવં વિધિકારક નરેન્દ્રભાઈ ડોડિયા પૂજ્ય જ્ઞાનદાતા ગુરુદેવ ! આપશ્રીએ ઈ.સ.૧૯૯૧થી આ જ્ઞાનશાલાનું વિધિવત સંચાલન શરૂ કર્યું ! જેઓ સતત ૨૨ વર્ષથી જૈન શાસ્ત્રોનું ચતુર્વિધ સંઘમાં તલસ્પર્શી જ્ઞાનદાન કરી રહ્યા છે. Jain Education International જેઓએ આજ સુધીમાં ૬૨૬ સાધુ-સાધ્વીઓને જ્ઞાનદાન કર્યું છે. જ્ઞાનના ભંડાર હોવા છતાં જેઓ નમ્ર, ગુણાનુરાગી અને જ્ઞાનપિપાસુ છે. આપશ્રી દ્વારા અત્યાર સુધીમાં અમારા જેવા ૮૦થી અધિક શિક્ષકો તૈયાર કરીને જૈન શાસનને સમર્પિત કર્યા છે, જે આજે ભારતભરમાં તન-મનથી સેવા આપી રહ્યા છે. આપણી સત્પ્રેરણાથી ૪૫ મુમુક્ષુઓએ સંયમ સ્વીકારેલ છે. જેઓએ આજ સુધી ૫૬૦ છાત્રોને અધ્યયન કરાવી માતૃ-પિતૃભક્ત, રાષ્ટ્રપ્રેમ, સમાજપ્રેમી બનાવવાના કોડ જગાવ્યા છે. અમારા જ્ઞાનદાતાએ દિલ્હી, ગુવાહટી, તેજપુર (આસામ), ફરીદાબાદ, પૂના, આગરા, કલકત્તા જેવાં મોટા નગરોમાં પર્યુષણ પર્વની આરાધના એવં મહાપૂજનોનાં વિશિષ્ટ વિધાનો કરાવી પરમાત્મા ભક્તિમાં ભાવિકોને ભાવિત કર્યાં છે. યવતમાલ જૈન સંઘે જેમને ‘જૈન ઊર્જા પુરુષ’ના બિરુદથી નવાજ્યા છે. ૐ જેઓ દીનો પ્રત્યે ઉદારતા, ગુણાનુરાગી અને શાસનપ્રેમીના ધણી છે. જૈન શાસનને સંપૂર્ણ સમર્પિત છે. એવા ગુરુદેવશ્રીના દીર્ઘાયુ માટે નાકોડા પાર્શ્વપ્રભુ એવું નાકોડા ભૈરવજીને અંતઃકરણની પ્રાર્થના. આપશ્રીની ઉપકારસ્મૃતિ અમારા માનસપટ પર સદંતર અંકિત રહેશે. झलकता है जिन की बात बात में बोध लक्ष्य है एकमात्र जिनका सत्य की खोज अनबोले भी बोलता है जिनका यशस्वी जीवन ऐसे प्यारे गुरुवर के चरणों में शत् शत् वन्दन..... - કૃપાકાંક્ષી વરિષ્ઠ અધ્યાપક શ્રી પંકજ એસ. ઝાલમોટા (ખોડા) અધ્યાપક શ્રી શત્રુંજય પી. જૈન (હિન્ડોન સિટિ) અધ્યાપક શ્રી રમેશ જે. જૈન (ભાણપુરી) અધ્યાપક શ્રી ગૌરાંગ જી જૈન (મહેસાણા) અધ્યાપક શ્રી દેવેન્દ્ર જે. જૈન (ધાનેરા) અધ્યાપક શ્રી વિક્રમ બી. જૈન (વડોદરા) શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાલા ઠે. નાકોડા તીર્થ રોડ, નાકોડા તીર્થ, પો.મેવાનગર-૩૬૪ ૦૨૫ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy