SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. પિતાશ્રી બાબુલાલ લક્ષ્મીચંદ શાહ ચતુર્વિધ સંઘ ગ્રંથયોજનાને હાર્દિક અનુમોદના - શ્રી અહદ્ ઉપાસક 'શ્રાવક શાહનીતિલાલ શાંતિલાલ-આકોલા જન્મ : આકોલા - મહારાષ્ટ્ર, માતા : હેમકુંવરબા પિતા : શાંતિલાલ લગ્ન : અમરેલી, પત્ની : ઇન્દુબહેન બે પુત્ર : ભરતકુમાર, હરેશકુમાર બે પુત્રી : હર્ષા, પ્રતિભા કુટુંબ - પરિવારના સંસ્કાર, સાદગી, પ્રામાણિકતા, પરમાત્મભક્તિ, ગુરુ શુશ્રુષા, ખારાધના, જપ, તપ, વ્રત, સાતેય ક્ષેત્રમાં દ્રવ્યવચન, પૂ. આચાર્યદેવ સાધ્વીજી મ.ના. ચાતુમસ દ્વારા તેમાં આચાર્ય દેવ પૂ. રત્નસુંદર સૂ.મ.સા.ના સત્સંગ અને શિબિરોના માધ્યમે જીવનમાં અગણિત ઉપકારથી દરેક કાર્યોમાં ઉમંગ, ઉત્સાહ ઉલ્લાસથી અંતરને અજવાળી રહ્યા છે. શ્રી અંતરીક્ષ તીર્થ માટે ત્રણ-ચાર પેઢી બાપા-દાદાની પરંપરા ચાલે છે. પૂ.પં. ચન્દ્રશેખર વિ.મ.નો મહાન ઉપકાર છે. જ્યેષ્ઠ પુત્ર ભરતભાઈની સૂઝબૂઝ માટે ગૌરવ લેવા જેવું છે. નીતિલાલભાઈનું ચાર માસ પહેલાં દેહાવસાન થયેલ છે. ઇન્દુબેન પણ સંસ્કારી છે. સંસ્કારનું સિંચન માતા જ કરે - મા તે મા ! અમારાં સંસારપક્ષે માસી મ.સા. - નવકારાદિ કરોડોકરોડો મંત્ર-જાપનાં આરાધક સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણા અમારા જીવનને ઉજ્વળ બનાવે છે. અમારા પર મહાન ઉપકાર છે. પ્રસંગે - પ્રસંગે અમને અનેકાનેક કાર્યોમાં ઉત્સાહી કરે. સાતેય ક્ષેત્રોમાં દ્રવ્ય વાપરવા! તેમની પ્રેરણાથી - ચતુર્વિધ સંઘ ગ્રંથયોજનામાં શુભેચ્છા આપતાં અત્યાનંદ થાય છે. નવકારાદિ કરોડો - કરોડો મંત્રજપનાં આરાધક સાધ્વીરના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી. શાહ નીતિલાલ શાંતિલાલ પરિવાર આકોલા તરફથી : ઉધમી છતાં નિરધમી : કૃપાનિધિ શ્રી જિનેશ્વરદેવની અસીમ કૃપાથી અમોને ધર્મે શુરા એવમ્ ક શૂરા વડીલ બનેવી શ્રી પૂ. બાબુલાલ શેઠ મળ્યા. ‘શુભસ્ય શીઘમ' એવી પ્રકૃતિ અને ઉદ્યમી છતાં નિરુધમી એવી કાર્યશૈલી આ એમની ખાસિયતો છે. કુંઢડાના ગ્રામ્યજીવનમાંથી દાન, શીલ, તપનું ભાથું લઈને શહેરી જીવનમાં આવ્યા અને ગ્રામ્ય તથા શહેરી જીવનશૈલી વચ્ચે શરસંધાન સાધ્યું. આ જ્ઞાન દુનિયાની ‘સમયને પારખવાની વિદ્યાપીઠ જ આપી શકે' - જે તેમણે ધર્મ અને વ્યવહારને ઉચિતપણે સાચવીને સાર્થક કર્યું છે. વર્તમાન પ્રવાહમાં ભળવું, બીજાની અનુકૂળતા સાચવવી, તેનો સમય જાળવવો, ગમશે, ફાવશે ને ચાલશે એ જીવનમંત્ર બનાવવો, પરિવારની એકતા ટકાવવા સતર્ક રહેવું ને દરેકના આદરપાત્ર - પ્રિયપાત્ર બની રહેવું તે અમારા પૂ. બનેવીએ કરી બતાવ્યું છે. ઘણાં ઘણાં વર્ષોથી હંમેશાં નવકાર મંત્રની બાધા પારાની આશરે ૨૦ નવકારવાળી ગણીને તેમણે જિંદગીમાં અસંખ્યાતુ નવકાર ગણીને જીવન ધન્ય બનાવ્યું છે. માવતરની સાચી મૂડી સંતાન જ છે માટે તેમનું શ્રેય-પ્રેય અને સંવર્ધન સદાય તેઓનાં હૈયે રમતું હોય છે. દીકરો ટાઇમસર જમી લ્ય અને તંદુરસ્તી સારી રહે તે અર્થે ભાયંદર દુકાને ટિફિન લઈને જાય, ૧ વાગે “ચાલ બેટા !' મને ભૂખ લાગી છે કહીને સાથે જમાડે તેવી દીર્ધદષ્ટિવાળા, ગામડામાંથી, માનવતાની મહેક ઊભી કરીને આવ્યાં છે ! તેના પ્રતાપે આજે આખો પરિવાર સુખી છે. માનવજીવનમાં ૪ આશ્રમો છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસીશ્રમ. આમાં ગૃહસ્થાશ્રમ બાકીના ૩ આશ્રમોને પુષ્ટ કરનાર છે. ગૃહસ્થાશ્રમમાં પણ ઉત્કૃષ્ટ ધર્મારાધના થઈ શકે અને સંતાનોને પમાડી શકાય તે તેમણે સંકલ્પસિધ્ધિથી કરી બતાવ્યું છે. પ્રાણ અને પ્રકૃતિ - અક્ષયપાત્રની આવૃત્તિ અવર્ણનીય અકલ્પનીય, દુર્લભ અવસર હાથમાં આવતાં અમોને હર્ષ-ઉલ્લાસનો સાક્ષાત્કાર થયો છે ત્યારે હૃદયની વાણીને ખાળવી મુશ્કેલ બની છે. અન્નપૂર્ણાદેવીના સ્વયં અવતાર સમાં, સદાયે પ્રસન્નવદના બારમાસી ફૂલ જેવા અમારાં કાંતાબહેન ભાંડરડામાં બીજાં, પિયરવાટ આકોલાળીમાં શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ સંઘવી પરિવારમાંથી ૪ બહેનો તથા ૩ ભાઈઓનો સંગાથ મૂકીને સાસરિયે શ્રી લક્ષ્મીચંદ કેશવજી શાહ પરિવાર - કુંઢડામાં પુત્રવધૂ બનીને આવ્યાં. બાલ્યવયથી નીડર, સ્પષ્ટવકતા અને હૈયાઉકલતવાળાં તેથી પિતાશ્રી એમને ‘દીકરો' જ કહેતા. શ્રી સિદ્ધાચલજીની છાયામાં ઉછેર થયો તેથી સ્વભાવથી ધર્મના રાગવાળા માટે સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરે, ‘‘પબડાં આવ્યાં, ભઈલાં !' એમ કહી ચડસા-ચડસી કરાવીને અન્યોના કલ્યાણમિત્ર' બને. તપસ્યામાં જોડે ને ‘પુણ્ય કરતાં પાપ લાય” તેમજ “ધર્મના પાયે જ છીએ' એમ કહી ધર્મમય બનાવે. દીર્ધદષ્ટિ ને કોઠાસુઝપૂર્વક એમના હાથે કીડીને કણ ને હાથીને મણ સમયે-સમયે પહોચ્યું જ હોય. કુટુંબમાં દરેકની કળા એમના હાથમાં તેથી એમનો બોલ કોઈ ઉથાપે નહીં. અતિથિભાવ એવો કે બીજાંઓને ખવડાવવા માટે જ જન્મ્યા હોય તેમ જબાનમાં અને જમણામાં બસ મીઠાશથી જ ભરેલાં અમારાં બહેને અમાને સદાય વાત્સલ્યવારિથી ભીજવતાં રહીને મા વરની ખોટ કદીય વર્તાવા દીધી નથી. આવાં કેળવાયેલાં વડીલ બહનનું '1' જવાબી પણું જીવનભર અમારું મા દર્શન કરતું રહે તે જ એકમાત્ર એજ લિ. * પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ * દિલીપકુમાર બાબુલાલ શાહ * મહિપતરાય બાબુલાલ શાહ કે ભૂપતરાય બાબુલાલ શાહ : : : : : : પs. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy