SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા તેઓ જીવંત ધર્મમૂર્તિ હતા. વયોવૃદ્ધ ઊંમરે પણ વર્ધમાન તપની ઓળીઓ કરી શરીરને કહ્યું. અદ્ભુત આદર્શ પૂરો પાડ્યો. દરરોજ શ્રી સિદ્ધચક્ર ભગવાનની એકાંત અને મૌન– પૂર્વકની સાધના દ્વારા આત્માને સિદ્ધચક્રમય બનાવ્યો હતો. તેમના મુખે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સાંભળવું, તેના ભાવોમાં મહાલવું એ જીવનનો એક લહાવો હતો. પૂ. પંન્યાસજી મહારાજનાં ટંકશાળી વચનોને તેમણે ઝીલ્યાં, હૃદયસ્થ કર્યાં અને સમગ્ર ભારતવર્ષમાં તેની ચારે બાજુ સુવાસ ફેલાવી. ઘણાં વર્ષો સુધી તીર્થોમાં રહી આયંબિલની ઓળી, પૌષધ, મૌન લઈ ચિંતન, ધ્યાન, જપમાં જીવન વિતાવ્યું. સિદ્ધચક્ર પૂજન દ્વારા સમગ્ર ભારતવર્ષમાં તેઓશ્રી ઉત્તમકક્ષાના સાધક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ભગવાન મહાવીર સ્વામી પરમાત્માના આનંદ-કામદેવ જેવા શ્રાવકોની પ્રતિકૃતિ જેવા હિંમતભાઈ હતા. વાત્સલ્યમૂર્તિ, યોગનિષ્ઠ, શાસનપ્રભાવક પંન્યાસજી ભગવંત ભદ્રંકર વિજયજી મ. સાહેબના અત્યન્ત સમર્પિત અને ભક્ત શ્રાવક હિંમતભાઈએ એમનો સંગ પામીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સાધનાનો માર્ગ પકડ્યો. ઘોર તપ, ઉત્કૃષ્ટ, જ્ઞાનદશા અને ઉત્તમ સદાચારિતા તેમનું જીવન હતું. તેઓને વર્ધમાન તપની ૯૪મી ઓળી ચાલતી હતી ને ઓળીમાં જ દેહ છોડ્યો. ધ્યાન અને યોગની સાધનામાં લીન હોવા સાથે તમામ ધર્મક્રિયાઓને અપ્રમત્તપણે કરતા. જિનશાસનના પ્રથમ દશ મહાશ્રાવકોમાં તેમનો નંબર નિશ્ચિત આવે. આવા અનેક ગુણોના સ્વામી શ્રાવકરત્ન હિંમતભાઈ વિ.સં. ૨૦૫૮, અ.સુ. ૧, ગુરુવાર, તા. ૧૧-૭-૦૨ ના અપૂર્વ સમાધિ સાથે સ્વર્ગવાસી થયા છે. એ કર્મવીર યોદ્ધા ખરેખર શાશનના શણગાર હતા. તેમનો આત્મા આ ભવમાં સતિ પામી પરંપરાએ સિદ્ધિગતિગામી બને એ જ...... સૌજન્ય : જડાવબહેન રતિલાલ હેમરાજ શેઠિયા–હાલાર હાલ થીકા (કેન્યા) શાહ દલપતલાલ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર શાહ દલપતલાલ પ્રેમચંદ, વતન : વડગામ (પાલનપુરજિ. બનાસકાંઠા), જન્મ દિન : વિ.સં. ૧૯૮૮, આસો સુદ ૧૪, ગુરુવાર, તા. ૧૩-૧૦-૧૯૩૨. છેલ્લાં કેટલાંક વર્ષોથી ધંધાકીય પ્રવૃત્તિથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ છે. વિ.સં. ૨૦૦૩માં નિશાળમાંથી છઠ્ઠી Jain Education International For Private ૩૧ ગુજરાતી ચોપડીનો અભ્યાસ અધૂરો છોડી ગોળ-ખાંડ અને કરિયાણાંની દુકાન શરૂ કરી. વિ.સં. ૧૯૯૯ થી પૂ.આ. શ્રી કસ્તૂરસૂરિજી મ.સા.નાં વ્યાખ્યાન શ્રવણથી તિવિહારનું પચ્ચક્ખાણ શરૂ કરવાની ભાવના થઈ. વિ.સં. ૨૦૧૦થી કંદમૂળનો સદંતર ત્યાગ તથા ચોવિહાર પ્રત્યાખ્યાનની શરૂઆત. વિ.સં. ૨૦૧૩ (ઈ.સ. ૧૯૫૧)થી સમાજનાં વિવિધ કાર્યોમાં આગેવાનીપૂર્વક કામગીરી શરૂ કરી. તે સમયના સમાજની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ આર્થિક કારણોસર અભ્યાસ ન કરી શકતાં બાળકોની કેળવણી માટે સમાજના ભાઈઓએ સાથે મળી રૂ।. ૪૦,૦૦૦ (ચાલીસ હજાર પૂરા) ૨કમ એકત્ર કરી. વહીવટ કરવા સમાજના ભાઈઓએ એક કમિટી બનાવીને પ્રમુખપદ સંભાળવાની જવાબદારી પોતાના શિરે આવી. આશરે ૧૬ વર્ષ સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જૈન બોર્ડિંગની ફી પણ આપવામાં આવતી. આ રીતે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા કોટ્યાધિપતિ છે. વિ.સં. ૨૦૧૭ કુટુંબના અન્ય સભ્યસહિત અઠ્ઠાઈતપની આરાધના (વડગામ મુકામે) વિ.સં. ૨૦૨૦, કારતક વદ ૧૦ના ઉસ્માનપુરા-અમદાવાદ મુકામે ઉપધાન તપ, ડીસા રાજપુર મુકામે ઉપધાન બીજું પાંત્રીશું, પાલનપુર મુકામે ઉપધાન ત્રીજું અઠ્ઠાવીસું, પાલિતાણા મુકામે સજોડે વરસી તપનું પારણું, નવપદજીની ઓળી, ક્રિયા સહિત પંચમી તપ, મૌન એકાદશી તપ, ચૈત્રી પૂર્ણિમા તપ, કાર્તિક પૂર્ણિમા તપાદિની આરાધના. ઉપધાન કર્યા પછી ૨૧ વરસ બિયાસણાંનો તપ, ૨૦૪૦માં પાલિતાણામાં પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ કર્યા પછી કાયમી એકાસણાંનું તપ ચાલુ છે. લગભગ સતત ૨૦ ચાતુર્માસ વર્ષથી પર્યુષણા પર્વમાં ચોસઠ– પ્રહરી પૌષધની આરાધના, આશરે ૨૦ વર્ષથી પૂર્ણિમાના દિવસે કોઈપણ તીર્થની સ્પર્શના-યાત્રા. ખંભાતથી પાલિતાણા સજોડે છ’રીપાલિત તીર્થયાત્રા. સ્વર્ગસ્થ પિતાજીની ભાવનાનુસાર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના ઉપક્રમે આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુણ્ય નિશ્રામાં સુરતથી સિદ્ધગિરિ (પાલિતાણા)ના ૪૭ દિવસીય છ’રીપાલિત શ્રી સંઘનું વિ.સં. ૨૦૩૪ના કારતક વદ ૫–ના શુભદિને પ્રયાણ–પોષ સુદ ૬ના દિને પાલિતાણામાં પ્રવેશ. પોષ સુદ ૮ના પાવનદિને શ્રીઆદીશ્વર દાદાના દરબારમાં આચાર્યદેવશ્રીના શુભ હસ્તે સંઘમાળાનો મંગળ પ્રસંગ. કુળને ચાર ચાંદ નહીં, પરંતુ ચૌદ ચાંદ લગાવી દે તેવા કુલદીપક Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy