SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦ કર્મવીર યોદ્ધા : જિનશાસનના પ્રભાવક : ઉત્તમ કક્ષાના સાધક સ્વ. હિંમતભાઈ બેડાવાળા પરમ પૂજ્ય અધ્યાત્મ ઉપનિષદવેત્તા, પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યના અનન્ય કૃપાપાત્ર શ્રી હિંમતલાલજી રૂગનાથમલજીનો બેડા-રાજસ્થાનમાં જન્મ થયો. પૂર્વભવના સંસ્કારો લઈને આવેલ પુણ્યાત્માને મુંબઈ લાલબાગમાં પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય પુનીત પ્રેરણા અને પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રવચનોથી જીવનપરિવર્તન પામ્યા. તેમાં પરમપૂજ્ય પરમ ગુરુદેવ પંન્યાસજી ભગવંતનું પૂર્ણ સાંનિધ્ય પામીને આત્મવિકાસમાં આગળ વધ્યા. આંતરિક શુદ્ધિ, જ્ઞાન મેળવવાની ધગશ, ક્રિયામાં એકાકારતા સમત્વભાવ આદિના કારણે એમનું આત્મિક વ્યક્તિત્વ નિખાર પામ્યું, જે અનેકોને આલંબનરૂપ અને પ્રેરક બન્યું. હિંમતભાઈએ જીવનમાં આત્મસાત્ કરેલ તપ-૪૫ આરાધના આદર્શરૂપ હતી તેમાં જ એક શ્રેણિ તપ કે બે વર્ષ તપ કે એક સિદ્ધિતપ કે ૯૪મી વર્ધમાન તપની ઓળી ચાલુ * ૮૪-૮૫-૮૬-૮૭મી ઓળી એક જ દ્રવ્યથી. * વિધિ સહિત નવપદની ઓળી આજીવન કે ૧૧ ઉપવાસ * ૮ ઉપવાસ * ૯ ઉપવાસ કે ૫00 આયંબિલ કે ત્રણ ઉપધાન (બીજું-ત્રીજું વિધિસહિત) + ૨૬મા વર્ષથી ૪૮ વર્ષ સુધી બેસણાં (તેમાં માત્ર ૧૦ જ દ્રવ્યની છૂટ, ૭ અને ક્રમશઃ પછી પ દ્રવ્ય) + ૪૯મા વર્ષથી આજીવન એકાસન/ઓળી કે ગુરુ મહારાજના કાળધર્મ પછી છત્રરૂપ ટોપીત્યાગ, ચંપલ ત્યાગ અને લોચ કે સિદ્ધક્ષેત્ર મળે નવ્વાણું યાત્રા કરી/કરાવી કે છેલ્લાં ૧૨ વર્ષથી આખા ધાનનો ત્યાગ કે સિદ્ધક્ષેત્ર મધ્યે ચોમાસું કર્યું કરાવ્યું કે એક લાખ નવકારમંત્રનો જાપ કર્યો અને અનેકવાર કરાવ્યો કે ૪૯મા વર્ષથી ૭૪ વર્ષ સુધી ૬ વિગઈનો ત્યાગ 1 ૭૫મા વર્ષથી જીવનપર્યત ૫ વિગઈનો ત્યાગ કે ૬૦માં વર્ષથી જીવનપર્યત પાણી સાથે માત્ર પાંચ જ દ્રવ્યની છૂટ. (છેલ્લાં ૨૦ વર્ષથી માત્ર ૨ શાક અને ૨ ફળની છૂટ.) * દર વર્ષે મહા માસમાં એકાંત સ્થળે ૧ માસ પૌષધ અને મૌન સાથે આરાધના. આવા ઉત્તમ આરાધકે ખાલી કરી આરાધના જ કરી તેવું ચતુર્વિધ સંઘ નથી પરંતુ પોતાની સલામીનો જીવનના અંત સુધી સારામાં સારો સદુપયોગ પણ કર્યો. * માઉન્ટ આબુ મધ્યે જિનાલયમાં ચૌમુખજીની પ્રતિષ્ઠા કરાવી, ૪ શ્રી શંખેશ્વર તીર્થમાં શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી, કે પાલિતાણા મધ્યે એક જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી, + આદીશ્વરજી-પાયધુની મધ્યે સહસુફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ, * વાલકેશ્વર-ચંદનબાળામાં પદ્મનાભ સ્વામીની પ્રતિષ્ઠા કરાવેલ, કે લાલબાગ-મુંબઈ મધ્યે ઉપાશ્રય જિર્ણોદ્ધારમાં લાભ લીધેલ, # 800 પૂજ્યોની નિશ્રામાં શ્રી શંખેશ્વર તીર્થમાં ૫00 આરાધકોને ઉદ્યાપન કર્યું/કરાવ્યું, * તળાજામાં નવપદજીની ઓળી કરાવેલ, * પાલિતાણાગિરનારજીનો છરીપાલિત સંઘ કઢાવેલ, * તપોવન મળે જીવિત મહોત્સવ કર્યો, કે પુત્રી પાર્વતીબહેન (પૂ. સાધ્વીજી પ્રમુદિતાશ્રીજી મ.) ને પ્રવજ્યા અપાવી, કે હસ્તગિરિ તીર્થે ભગવાન ભરાવ્યા. ફક્ત સંપત્તિ વાપરી કે પોતાનો જ સ્વાર્થ સાધ્યો એવું નહીં પણ અનેક સ્થાનોમાં પ્રમુખ-મેનેજિંગ ટ્રસ્ટી કે ટ્રસ્ટી બની, તેમાં સક્રિય સેવાઓ આપીને તે તે સંસ્થાઓને સહાયક બન્યા......તેમાં * શ્રી નવપદ આરાધક સમાજ કે શ્રી વર્ધમાન આયંબિલ ખાતું (કુંભાર ટુકડા) ૪ શ્રી હીરસૂરિજી જૈન સંઘમલાડ * શ્રી શીતલનાથ જૈન સંઘ-ધનજીવાડી * શ્રી વર્ધમાન સંસ્કારધામ-મુંબઈ * શ્રી વર્ધમાન જૈન ટ્રસ્ટ-નવસારી * શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ-અમદાવાદ કે શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટ-બદરીનાથ + શ્રી એસ. એમ. જે તીર્થરક્ષા ટ્રસ્ટ * શ્રી જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ કે શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂ. સંઘ-બેડા શ્રી મહાવીર જૈન સંયુક્ત મંડળ + શ્રી તપોવન સંસ્કૃતિ ધામ-નવસારી + શ્રી બેડા જૈન અકાલ રાહત ટ્રસ્ટ * શ્રી સીમંધર સ્વામી જૈન ટ્રસ્ટ-કીર્તિધામ-પીપરલા કે શ્રી વર્ધમાન વાલકેશ્વર . મૂ. જૈનસંઘ * શ્રી વર્ધમાન જૈન પાઠશાળા-લાલબાગ કે શ્રી મોતીશા લાલબાગ જૈન ટ્રસ્ટ કે શ્રી બૃહદ્ મુંબઈ જૈન છે. મૂ. સંઘ મહામંડળ એમનામાં રહેલા અનેકવિધ ગુણો–પ્રભુભક્તિ-જીવમેત્રી અંતર્મુખવૃત્તિ, સંઘ શાસનપ્રેમ, ક્રિયારુચિ, સાધુબહુમાન, દીર્ધદર્શિતા વ. સાચે જ અત્યંત અનુમોદનીય હતા. આ કાળમાં આટઆટલા ગુણોનું સ્વામીત્વ ધરાવવું એ એક વિરલ કોટિની ઘટના ગણાય, પણ સુશ્રાવક હિંમતભાઈએ સત્ત્વ, શ્રદ્ધા, સમર્પણના સહારે આ તમામ ગુણો આત્મસાતુ કર્યા જ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy