SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રી હર્ષદભાઈ ડી. દોશી અનંત પુણ્યની રાશિ ભેગી થઈ ત્યારે જ આ રત્નસમાન જીન-શાસન મળ્યું છે. અઢાર પાપ-કર્મોથી મુક્તિ મેળવવા દર્શન, જ્ઞાન, તપની આરાધના અત્યંત આવશ્યક છે. આ ભાવનાથી હર્ષદભાઈનો પરિવાર ભલી-ભાંતિ પરિચિત હતો. નાનપણથી જ હર્ષદભાઈના જીવનમાં ધાર્મિક સંસ્કારનું સિંચન તેમનાં પૂજ્ય માતા-પિતાએ કર્યું હતું. તેથી જ નાની વયમાં સુશ્રાવિકા વર્ષાબહેને “શ્રી નવપદજી-સિદ્ધચક્રજીની ઓળી, વિધિસહિત પૂર્ણ કરી. આજ પર્યત નવપદજીની ૫૦ ઓળી પૂર્ણ કરી છે અને જીવનપર્યત કરવાની ભાવના રાખે છે. આની અનુમોદનાર્થે હર્ષદભાઈએ શ્રી તારદેવ સંઘમાં ઓળી કરાવવાનો આદેશ લીધો. “કરવું, કરાવવું તથા અનુમોદવું-ત્રણેનાં સરખાં ફલ’ આ ભાવનાથી હર્ષદભાઈએ બન્ને પુત્રીઓ ચિ. તેજલ તથા ચિ. શ્વેતા સહિત નવપદ ઓળીની આરાધના શરૂ કરી સુશ્રાવિકા વર્ષાબહેનને સાથ આપ્યો. હર્ષદભાઈના પરિવારની–પત્ની તથા પુત્રીઓ–ચારેની ભાવના જીવનપર્યત નવપદજીની ઓળી ઈશ્વર કપાથી થતી રહે તેવી છે. સપરિવાર ઓળી કરવા દરમ્યાન હર્ષદભાઈને વિચાર આવ્યો કે આવા ઉત્કૃષ્ટ શાસન માટે આપણે યથાશક્તિ કાંઈક કરવું જોઈએ. શાસનના કામ માટે સદા તત્પર રહેતા હર્ષદભાઈએ પાલિતાણા મધ્યે એક પ્લોટ લઈ તેના પર સિદ્ધશીલા ધર્મશાળા’નું સ્વદ્રવ્ય નિર્માણ કર્યું. પાંચ (૫) વર્ષના અથાગ પરિશ્રમ બાદ સિદ્ધશીલા ધર્મશાળાનું બાંધકામ પૂર્ણ થયું. ધર્મશાળાનું ઉદ્દઘાટન દબદબાપૂર્વક થાય એ ભાવનાથી હર્ષદભાઈએ છ'રીપાલિત સંઘનું આયોજન કર્યું. પ્રબલ પુણ્યકર્મના યોગે દેવસમાન-અધ્યાત્મયોગી, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજા'ની નિશ્રામાં છ'રી પાલિત સંઘના આયોજનનો આદેશ મળ્યો. જેમ સોનામાં સુગંધ ભળે તેમ આચાર્ય કલાપૂર્ણસૂરીશ્વરજીની શુભ નિશ્રામાં ‘શિહોર નગરથી શ્રી શત્રુંજય મહાતીર્થ છ'રીપાલિત પદયાત્રા સંઘ'નો આદેશ લઈ તેનું આયોજન કર્યું અને તેની સાથે જ આજ સંઘમાં આચાર્યશ્રીનો પાલિતાણામાં ચાતુર્માસ- પ્રવેશ હતો. આ પ્રસંગ એટલો ધામધૂમથી ઊજવાયો હતો કે આ એક ઐતિહાસિક ઘટના તરીકે પ્રસિદ્ધ પામી. આ છ'રી-પાલિત સંઘ સિહોરથી શ્રી શત્રુંજય મહાતીર્થની પદયાત્રાનું મંગલ પ્રયાણ વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૭ના દિને થયું. સોનામાં સુગંધ ભળે તેમ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીના શુભ હસ્તે “શ્રી સિદ્ધશીલા ધર્મશાળા'નું ઉદ્દઘાટન વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૧૦ ને ૮૨૯ રવિવારના દિવસે થયું અને આજ દિવસ આચાર્યશ્રીનો પાલિતાણા ચાતુર્માસ–પ્રવેશનો હતોહર્ષદભાઈના પરિવારે આચાર્યશ્રીના શુભ હસ્તે શત્રુંજય તીર્થ પર વિ.સં. ૨૦૫૬-જેઠ સુદ-૧૧ના દિને તીર્થમાળ પરિધાન કરી. આ એક અનુપમ, અદ્ભુત, અવિસ્મરણીય અવસર હતો. જ્યારે અશ્રુભીની આંખે સંઘની આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીએ “સિદ્ધશીલા ધર્મશાળામાં ઉપધાન તપ કરાવવાની ઘોષણા કરી. પરિવારના આનંદનો પાર ન રહ્યો કારણ કે ફરી એક વાર પરિવારને દેવ સમાન આચાર્યશ્રીની નિશ્રા મળી, જ્યારે હર્ષદભાઈએ સપરિવાર–પત્ની તથા બન્ને પુત્રીઓ સહિત ઉપધાન કરવાનું નક્કી કર્યું અને આ ઉત્તમ ભાવના આચાર્યશ્રીના આશીર્વાદથી નિર્વિદને પૂર્ણ થઈ. હર્ષદભાઈ, તેમનાં પત્ની વર્ષાબહેન તથા બન્ને પુત્રીઓ ચિ. તેજલ તથા ચિ. શ્વેતાએ ઉપધાન તપની આરાધના કરી “મોક્ષમાળ’ સપરિવાર વિ.સં. ૨૦૫૭-માગશર સુદ-૩ના દિવસે પરિધાન કરી. અમારા અહોભાગ્ય કે અમે “તીર્થમાળ” તથા “મોક્ષમાળ' બને આચાર્ય વિ કલાપૂર્ણસૂરિજીના હસ્તે ગ્રહણ કરી સપરિવાર “ઉપધાન તપપૂર્ણ થયાની ખુશીમાં હર્ષદભાઈએ પ્રતિષ્ઠા કરાવવાનો અભિગ્રહ રાખ્યો. અમારા પૂજ્ય વડીલોના આશિષથી અને ગુરુદેવની કૃપાથી હર્ષદભાઈ પરિવારને તેમના જ ગામમાં (મોરબી)માં ધર્મનાથ તથા અજિતનાથ ભગવાનના નવા શિખરબંધી જિનાલયમાં ચાર પ્રતિષ્ઠાનો આદેશ મળ્યો. ચાર પ્રતિષ્ઠાઓ-(૧) નેમિનાથ દાદા, (૨) વાસુપૂજ્ય સ્વામી, (૩) આદીશ્વર દાદા, (૪) શાંતિનાથ દાદા તથા જિનાલયના રંગમંડપનો આદેશ પણ તેમણે લીધો. આચાર્યદેવ કલાપૂર્ણસુરિજીનું હસતું મુખમંડલ અમારા હૃદયમાં એવું અંકિત થઈ ગયું હતું કે તેમની સ્મૃતિમાં કાંઈક કરવાનો લાભ મળે તો અમારું સદ્દનસીબ કહેવાય. અમારી ઇચ્છા જેમ પ્રભુએ સાંભળી હોય તેમ અમને આચાર્ય કલાપ્રભસૂરિજીએ (આચાર્ય કલાપૂર્ણસુરિજીના સંસારી પુત્ર) આદેસર (કચ્છ)માં જિનાલયમાં રંગમંડપનો આદેશ મળ્યો તથા આચાર્ય કલાપૂર્ણસૂરીશ્વરજીની પ્રતિમાજી ભરાવાનો આદેશ મળ્યો. ફરી એક વખત “સિદ્ધશીલા ધર્મશાળામાં ઉપધાન તપની આરાધનાઆચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં થવાની સંભાવના છે. દોશી પરિવાર બને એટલાં સારાં ધાર્મિક કાર્યો કરતા રહેવાની પ્રભુ પાસે અભ્યર્થના છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy