SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય માતુશ્રી જ || શ્રી શાંતિનાથાય નમો નમઃ || પૂજ્ય માતુશ્રી વાત્સલ્યમૂર્તિ, સોમ્યમૂર્તિ, ધૈર્યમૂર્તિ શતોઃ ગુણી આશ્રમધુર વાણીના સ્વામિની પરમવત્સલ વંદનીય માતુશ્રી વિમળાબહેન પૂનમચંદ દોશીને શ્રી સમેતશિખરજી પાવાપુરીના ૧૧ દિવસીય યાત્રાપ્રવાસના તરણતારણ પુણ્ય પ્રસંગે ભાવભરી છે. માતવના વિમળાબેન પૂનમચંદ દોશી જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ, મીતં મધુને મીઠ, મેહુલા રે લોલ એવી મીઠી તે મોરી માત રે... જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ હે પ્રાતઃ સ્મરણીય પૂજ્ય માતા! કર્મયોગે તમે હતાં કર્મયોગિની...... સ્નેહયોગે સદાયે સ્નેહવર્ષિણી.. ધર્મ તેમજ ઘેર્યની પાંખો પ્રસારી... બન્યાં તમે સમ્યધર્મધારિણી.. ઓ, મહાત્મના ! પરમતત્ત્વને સદાયે પ્રિય રહ્યાં તમે, અમ હૃદયમાં વહે ભાવસરિતા.. જાજો મુક્તિ તમ દિવ્યાત્મને ! હે અરિહંતધામનાં યાત્રી ! અમોને દૃષ્ટિકોકનું પ્રથમ દર્શન કરાવનારાં તમે છો. તમારું પુણ્ય - સ્મરણ કરીને આજે શ્રી અરિહંત પરમાત્માની પાવકભૂમિઓનો યાત્રાપ્રવાસ યોજી રહ્યા છીએ. તમોએ ગળથુથીમાં પાયેલા ધર્મસંસકારોની મૂડીનું યત્કિંચિત જતન કરીને દુન્યવી લક્ષ્મીનું ધર્મક્ષેત્રોમાં વાવેતર કરવાનો તમારા બાળુડાનો આ નમ્ર પ્રયાસ છે. હે માત ! અમોને એવા આશીર્વાદ આપો કે અમે ઊણાં ન ઊતરીએ. આપણે નિગોદમાંથી કાઢનાર એક સિધ્ધ આત્માનો આપણા પર મહાન ઉપકાર છે તેમ આપણા આત્માને ઉત્તમ એવા જૈન ધર્મનું ખોળિયું અપાવવામાં નિમિત્ત બનનાર માતા - પિતાનો ઉપકાર પણ ભારોભાર છે. તેમણે સિંચેલા સુસંસ્કારો વડે જ આત્માથી પરમાત્મા સુધીનો પંથ ખેડી શકાય છે. અધપિ સો ભવેય મા - બાપનું ત્રણ ચૂકવાય નહીં પરંતુ આ જન્મમાં અમો શક્ય તેટલું બાણ ફેડવા યત્નશીલ છીએ. મુક્તિપદને પામતાં પહેલાં જેટલા પણ જન્મારા કરવા પડે તેમાં અમોને આ જ માવતર તથા આ જ પરિવાર મળો તેવી જગતકર્તાને પ્રાર્થના છે, અર્ચના છે, ગુજારીશ છે. ધરતી અને ધારિણીનો ચંદ્રમા પૂર્ણાકાશમાં સદાસર્વદા પૂર્ણ કળાએ ખીલેલો જ રહેવાનો છે. પ્રતિદિન પ્રણમામી જિનેશ્વરમ્ ! લિ. આપનાં બાળ પુત્રો : જિતેન્દ્ર, શરદ, હર્ષદ • પુત્રવધૂઓ : આશા, ભારતી, મધુ • દીકરીઓ : અરુણા, ભારતી, પારુલ, જયશ્રી વમ્ ! लगिनी - पत्नी - भाता ३धे धर्मठ हतां से नारी, સ્નેહના અમી સીંચીને ખીલવી કુટુંબવાડી, દેહબંઘન છોડીને ચાલ્યાં તલસે આંખ અમારી, સ્નેહબંઘન છે, શાશ્વત રહેશે સદા સ્મૃતિ તમારી. • પત્રો : હેમલ, કુણાલ પીત્રીઓ : રાજુલ, જિનલ, કિંજલ નાં બહુમાનપૂર્વક કોટિ કોટિ વંદન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy