SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય પિતાશ્રી | | | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ || જન્મદાતા, ભાગ્યવિધાતા, સંસ્કારદાતા, અમૃતલોકના માંગલ્યધામ, પરમોપકારી, હૂંફના મહેરામણ સમા - પૂ. પિતાશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશીને શ્રી સમેતશિખરજી પાવાપુરીના ૧૧ દિવસીય યાત્રા પ્રવાસના પુણ્યોપાર્જનના વિરલ પ્રસંગે ભાવભરી પિતાવના શું શું સ્મરું ? શું વિસ્મરું, જીવન - કિતાબમાંથી ? પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી પુણ્યાત્માનાં ઊંsણો તો, મલયાનિલ ક્યાં અગાઘ છે. તમે આંગણિયું પૂછીને આવનારને સદા આદરસત્કાર, આવકાર અને પ્રેમ આપ્યા.... પરિવારને પાંખમાં ઘાલીને તમે સર કર્યા શિખરો સફળતાનાં.. આજે ભરાઈ છે અમ અંતરમાં તમ સ્મરણસભા... ધર્મભીરુ, વ્યવહારુ તેમજ કલ્યાણવાંછુ એવા તમોએ અમને શેરીથી દેરીનો માર્ગ ચીંધ્યો અને વયસ્ય થયા ત્યારે ધર્મનો મર્મ બખૂબી સમજાવ્યો, વ્યાપાર વાણિજ્યની સમજ આપી તેમજ અમારા ફ્રેન્ડ, ફિલોસોફર તથા ગાઇડ બનીને જીવનરીત શીખવી છે. પિતા જ સંતાનોના પોષક, રક્ષક તેમજ ઉપકારક છે. સંતાનોને સકલ વિશ્વમાં તેઓ જ વિહાર કરાવે છે, તેને મહત્ત્વાકાંક્ષી બનાવે છે ને સ્વપ્ન સિધ્ધ કરવાની કળા બક્ષે છે સાથે વિચારોનો વારસો આપે છે. શાસ્ત્રોક્તિ છે કે પિતૃદેવો ભવઃ એ જ પરમ સત્ય છે. અમોને સાક્ષાત વાત્સલ્યવારિધિ સમા માતામહ તેમજ વિશાળ વટવૃક્ષ સમા પિતામહ મળ્યાં તે અમારો મહાન પુણ્યોદય છે. અમો પિતૃભક્તિ તથા માતૃભક્તિના સમુચ્ચય તર્પણરૂપે સદાય તેઓની ભાવનાનુસાર કાર્યો કરીએ, તેઓની ઇચ્છાને અનુરૂપ સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં રત રહીએ તેમજ મન, વચન કર્મણાંથી અભ્યાગતની, સાધર્મિકની સેવા કરીએ, સત્કર્મો દ્વારા ધન્યાતિધન્ય બનીએ એ જ એકની એક કામના છે. જનકને જનેતાનો ઉપહારભાવ દુન્યવી ત્રાજવે કદી તોળાશે નહીં, તોળાયો ચ નહીં. તેઓનાં પુણ્યશ્લોક નામો જ સંતાનોને ગૌરવ બક્ષે છે અને જ્યારે તેજસ્વીને પ્રાપ્તિવાળા સંતાનોનાં નામ માતાપિતાનાં સ્વર્ગદ્વાર સમાન છે. માતા હાલરડાં ગાવામાં પાવરઘાં હોય છે તો પિતા હિંચોળવામાં નિપૂણ હોય છે. બંનેના સાયુજ્યથી જ સંતાનોનું પરિમાર્જન થતું હોય છે. માવતરની સાચી મૂડી સંતાનો જ છે માટે તેનું શ્રેયbય ને સંવર્ધન સદાય તેમનાં હૈયે રમતું હોય છે. જિનશાસન જયવતાં વર્તો ! આ પુત્રોઃ જિતેન્દ્ર, શરદ, હર્ષદ • પુત્રવધૂઓ ઃ આશા, ભારતી, મધુ આપનાં બાળ દીકરીઓ : અરુણા, ભારતી, પારુલ, જયશ્રી અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા, હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો, વિશાળી છાયાએ સકલ અમ સંતાપ હરતા , અને નૈનો ઊંડો અમરતનાં કૂપ સરખાં, હજારો બાહુઓ પ્રણયમય વિસ્તારિત કરી, હતા માના મીઠા અધર નવલા જીર્ણ વદને, લઇ હૈયે ઊંડે ભરત હયે ટાઢક ભલી. જહીં રેખે રેખે જનક એમ અંકાયલ હતા.... પૌત્રો : હેમલ , કુણાલ ૦ પત્રીઓ : રાજુલ, જિનલ , કિંજલનાં બહુમાનપૂર્વક કોટિ કોટિ વંદના લિ . Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy