SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | શ્રદ્ધાવાન, આસ્થાવાન, સામર્થ્યવાન, સૌજન્યશીલ પ્રશાંતમૂર્તિ, અનેકોના આશાદીપ બંધુવર્ય ભાઈ હર્ષદરાય પૂનમચંદ દોશીને તરણ-તારણ પુણ્યસલિલા તીર્થભૂમિઓ શ્રી સમ્મેતશિખરજી - પાવાપુરી રાજગૃહિની તીર્થયાત્રા પ્રવાસ તેમજ ૫૧મા જન્મદિવસના કલ્યાણકારી અવસરે સાદર અર્પણ અભિનન પત્ર જીવનમાં વિરલ અવસર પ્રાયઃ આવે ત્યારે સહજ - સ્વાભાવિકપણે હૃદયમાં ભાવોર્મિઓનો સમંદર લહેરાઈ ઊઠે છે. ઋતુચક્ર ફરે તેમ અવનિ અને આકાશમાં ધ્યાનાકર્ષક પરિવર્તન માલૂમ પડે છે. આજના મંગલકારી દિવસે બચપણની અનેક સ્મૃતિઓ તાજી થાય છે ને તમારી સાથે વિતાવેલા એ સુખભર્યા દિવસો અમારું જીવનભરનું ભાથું બની ગયા છે. આંખોમાં ભક્તિનાં અંજન, સ્વભાવમાં સંસ્કારનાં ચંદન અને ભીતરમાં ત્રિશલાનંદનને વંદન સાથે આજના દિવસે તમે આ વિમલ વિશ્વની વાટે આવ્યા જીવનપંથ પર ડગ માંડ્યાં... પકૃત્તિદત્ત પ્રતિભા, પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય, દેવ, ગુરુના આશીર્વાદ તથા ધર્મનું આરાધન કરીને શૂન્યમાંથી સર્જન કર્યું છે. આયખાની અર્ધ શતાબ્દીનો ઉંબર વટાવીને ૫૧મા નંદનવન પ્રવેશી રહ્યા છો તે સ્વર્ણિમ અવસરે ભાઈઓ - ભાભીઓના સસ્નેહ અંતર આશિષને શુભકામનાઓ તમારી સાથે છે. આટલી અલ્પ વયમાં તમે જે વિરાટ કાર્યો કર્યાં છે. બિન્દુમાં સિન્ધુ સમાવ્યો છે ને કુળદીપક બનીને પરમ વંદનીય માતા-પિતાના કીર્તિમાનમાં યશકલગી ચઢાવી છે તે દુર્લભ એવા મનુષ્યભવની સાચી ફલશ્રુતિ છે. શુભાભિલાષાનો પુષ્પગુચ્છ અર્પતાં પરમ કૃપાળુ શ્રી જિનેશ્વર ભગવંતને પ્રાર્થીએ છીએ કે તમો યશકીર્તિભર્યા શતાયુને વરો અને સંઘ, પરિવાર તેમજ શાસનનાં અનેક સત્કાર્યો તમારા વરદ હસ્તે પૂર્ણતાને પામો ! શાસનદેવી કૃપા કરીને અરજ અમારી પૂર્ણ કરો, હર્ષદ મધુની જુગલજોડી યુગયુગાંતર અમર રહો લિ. શુભાકાંક્ષી બંધુઓ ત્યા બંધુ પત્નીઓ Jain Education International જિતેન્દ્રભાઇ પૂનમચંદ દોશી ચંદ્રકાંત જગજીવનદાસ દોશી શરદચંદ્ર પૂનમચંદ દોશી ગિરીશકુમાર કાંતિલાલ દોશી પ્રફુલ્લચંદ્ર કાંતિલાલ દોશી જ્યોતીન્દ્ર જગજીવનદાસ દોશી અ.સૌ. આશા, અ.સૌ. રેખા, અ.સૌ. નયના, અ.સૌ. ભારતી, અ.સૌ. ભાવના, અ.સૌ. સરિતા પૂજ્ય પ્રેમાળ વાત્સલ્યમૂર્તિ પિતાતુલ્ય શ્રી હર્ષદકાકા, પરિવારનાં પુણ્યપ્રતાપી પૂર્વજોના સુભાશિષ, ધર્મ પરનો અવિહડ રાહ તેમજ પૂજ્ય ગુરુભગવંતોનાં આશીર્વચનોથી આપે જીવનબાગમાંથી સુકૃત્યોનાં લાખો પુષ્પો ચૂંટ્યાં છે. અમોને પણ આપના ચીંધ્યા માર્ગે ચાલવાની દયાળુ દેવ શક્તિ આપે, સદબુધ્ધિ આપે, સામર્થ્ય આપે એ જ પ્રાર્થના - એ જ અભ્યર્થના... * દા - હેમલ જિતેન્દ્રભાઇ દોશી • કુણાલ શરદચંદ્ર દોશી જિનેશ જ્યોતીન્દ્રભાઇ દોશીના બહુમાનપૂર્વક કોટિ કોટિ જય જિનેન્દ્ર શુભ દિવસ ઃ ૧૫-૧૨-૨૦૦૪ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy