SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ મક્કમ મનોબળના મહારથી શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી જીવનમાં કોઈક સ્થાન મુકર્રર કરી શકેલી સફળ વ્યક્તિઓનું બંધારણ બીજાઓ કરતા જુદુ હોય છે. પરિચય આપ્યો છે એ શ્રી હર્ષદરાય પૂનમચંદ દોશી વલભીપુરવાળાની સફળતા ટર્નઓવરના આંકડામાં માપવી એના કરતાં અધિક એમના મક્કમ મનોબળથી માપવા જેવી છે. પ્રસ્તુત છે એમની ધગશ, એમની મહેનત, એમની કાર્યનિષ્ઠા, એમની લાગણી અને એમની સફળતાની દાસ્તાન રાજેન્દ્ર વ્યાસ, તારાનાથ શેનોઈ અને હર્ષદરાય દોશી, આ ત્રણ નામ સાથે આપી કોઈ તમને પૂછે કે આ ત્રણેયમાં શું સામ્યતા છે ? તો જવાબ દેતાં થોડીવાર વિચાર કરવો પડે ને ? આ ત્રણેય અલગ અલગ વ્યક્તિમાં એક જબરદસ્ત સામ્યતા છે અને તે છે મક્કમ મનોબળની હવે વાત વિસ્તારથી જાણવામાં રસ પડશે. પહેલાં લઇએ રાજેન્દ્ર વ્યાસ. ‘રોયલ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ બ્લાઇન્ડ' નામની એક સંસ્થા દુનિયાભરમાં અંધત્વનિવારણ માટે અને અંધજનોના ઉત્કર્ષ માટે કામ કરે છે. આ સંસ્થાના ભારત સહિત અનેક દેશના એક વિભાગ ‘એશિયા ડિરેક્ટર' તરીકે તેમણે કામગીરી બજાવી છે. ભારતમાં જેની ૧૮ શાખા છે એ નૅશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ'ના તેઓ ઓનરરી સેક્રેટરી જનરલ છે. તમે પૂછશો, ‘'આમાં નવીન કે અદ્ભુત શું છે ?'' નવીન કે અદ્ભૂત એ છે કે, રાજેન્દ્ર વ્યાસ ખુદ દ્રષ્ટિવિહીન છે. તારાનાથ શેનોઈ મહારાષ્ટ્રીયન છે. આ માણસે ઇંગ્લિશ ચેનલ તરવાની હામ ભીડી ત્યારે કેટલાકે એને હસી કાઢચો, પણ તારાનાથ શેનોઈએ વિશ્વમાં કોઈએ ન કર્યું હોય તેવું પરાક્રમ કરી બતાવ્યું ત્યારે હસનારા ભોંઠા પડ્યા. Jain Education International ફરી તમે પૂછશો, ‘’આમાં નવીન કે અદભુત શું છે’’ ? નવીન કે અદ્ભુત એ છે કે, તારાનાથ શેનોઈ મૂક બધીર છે. હવે આવે છે આપણા હીરો હર્ષદભાઈ ખોબા જેવડા વલભીપુર ગામનું પાણીદાર પાણી પીને ઊછરેલા હર્ષદભાઈએ મુંબઈનાં મીરાંરોડ પરામાં બિલ્ડિંગ વ્યવસાયનું સામ્રાજ્ય ખડું કરી દીધું છે. જેટલી સહેલાઈથી રૂપિયા કમાઈ જાણે છે એટલી સહેલાઈથી દાન ધર્મમાં રૂપિયા વાપરી જાણે છે. ફરી પાછા તમે પૂછશો, ‘‘આમાં નવીન કે અદ્ભુત શું છે ? નવીન કે અદ્ભુત એ છે કે, હર્ષદભાઈ શારીરિક અપંગ છે. દ્રષ્ટિવિહીન રાજેન્દ્ર વ્યાસ કે મૂક બધીર તારાનાથ શેનોઈ અને આપણા હર્ષદભાઈ દોશી જેવા લોકોને જગનિયંતાએ અંચાઈ કરીને શરીરની ખામી ભલે આપી પણ એ ખામી આપનારે જ મનોબળની મક્કમતાની એવી બક્ષીશ આપી છે કે આ સહુએ પોતાનું જીવન ઉજાળી જાણ્યું છે. માણસનું તન ભલે નબળું હોય પણ સબળું મન કેવું સુંદર પરિણામદાયક બની શકે છે એ જાણવું હોય તો આવા મક્કમ મનોબળિયા લોકોને જ મળવું પડે. આવો, આપણે હર્ષદભાઈના મક્કમ મનોબળની દાસ્તાન જાણીએ. હર્ષદભાઈના પિતાશ્રી પૂનમચંદ વિઠ્ઠલદાસ દોશી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy