SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૦ આજીવન સેવાધારક : અનેકવિધ વ્યવસાયે સુજ્ઞ કર્મયોગી શેઠ ચારચંદ્ર ભોગીલાલ બાવન વર્ષની સિદ્ધિ સમી “શેઠ' પદવીને પાવનતાથી વહન કરી, ખૂબ નાની વયે “શેઠ' સ્થાન ગ્રહણ કરી સામાજિક અને ધાર્મિક ધન્યતાથી રસબસ બન્યા છે. ૧૬-૭-૧૯૨૨ના જન્મદિનના પ્રારંભથી આજ સુધી તેઓએ માત્ર પ્રગતિ આગેકૂચના આસવને અકબંધ જાળવ્યો છે. ૧૯૪૮થી પ્રગતિની વણથંભી કૂચ પ્રારંભ થઈ. જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટીના સભ્ય ચૂંટાયા. ૧૯૫૧માં ૨૮ વર્ષની ઉંમરે “શેઠ'નું પદ સ્વીકારી, આજ સુધી સેવાઓ આપી, જેની તુલના અતુલિત છે. ૧૯૬૦માં ડહેલાના ઉપાશ્રય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, પાનસર મહાવીર સ્વામી દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, ૧૯૮૪થી મે. ટ્રસ્ટી તરીકે પણ સતત સેવા આપી. ૧૯૫૯માં આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં જૈન સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯૮૪માં વહીવટદાર પ્રતિનિધી તરીકે નિમાયા અને હાલ તેઓ બીજા વહીવટદારો સાથે રહી વહીવટ કરે છે. ટેકસેસન કેસોમાં અતિ અનુભવી. શહેરની સુવિખ્યાત મિલો જેવી કે કેલિકો, યુપીટર, જહાંગીર અને અન્ય મિલોના સેલ્સ ટેક્ષ સલાહકાર બની કાર્યરત રહ્યા. ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસિએશનમાં વિવિધ હોદ્દાઓ-મંત્રી, પ્રમુખ તથા એડિટર- ધારણ કરી, વહીવટ અને અનુભવથી સજ્જ બનાવી ખૂબ જ સેવા આપી. લગભગ ૧ લાખ રૂપિયા જેવી આવક એ જમાનામાં તેમના એસોસિએશનને મેળવી આપનાર તેમનાં બે પુસ્તકો, જે અંગ્રેજી ભાષામાં વેચાણવેરા કાયદા અને નિયમો માટે બહુ ઉપયોગી રહ્યાં હતાં. ગુજરાત હાઇકોર્ટ તથા ટ્રિબ્યુનલમાં પણ તે પુસ્તકો સંદર્ભ પુસ્તકો તરીકે માન્ય બન્યાં હતાં. મા. શ્રી ગંગોપાધ્યાયજીના પ્રમુખપણા હેઠળ એક અભ્યાસજૂથ ગુજરાત સરકારે સેલ્સ ટેકસના કાયદા માટે ૧૯૭૦માં રચાવ્યું, તેમાં તેઓ સભ્ય બનવાની પ્રતિષ્ઠાને પામ્યા. પ્રેક્િટસ દરમ્યાન તેઓને મળતી ફીથી તેમનો સંતોષ સરાહનીય હતો, જે પ્રણાલિકા આજે તેમના પુત્ર ચિ. નિખિલેશભાઈએ જાળવી છે જે નોંધપાત્ર છે. નમ્ર સ્વભાવ, સૌની સાથે પ્રીતિ, આક્ષેપોની સામે દલીલ વિના નતમસ્તકે શાંત કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યકાળ દરમ્યાન ચતુર્વિધ સંઘ ત્રણ પેઢીઓ સાથે સંતુલિત સેતુ બનાવી કામ કરવાની રીત તથા કેળવણી ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્માદા ટ્રસ્ટ અને અનેક સેવાભાવી કાર્યોને સુકાન આપ્યું છે. તેમના સમય દરમ્યાન વ્યવસ્થાપક કમિટીના ૧૮ સભ્યો ચૂંટાયા અને તેઓ રિટાયર્ડ થયા. કેટલાક સભ્યો સાથે સેક્રેટરી, જો.સેક્રેટરી અને ટ્રેઝરર સુધીની પદવી પ્રાપ્ત કરી અને તેમની સાથે તેમણે કાર્ય કર્યું. સમસ્ત જીવન અનેકલક્ષી પ્રવૃત્તિમાં સતત કાર્યમય રહેનાર કર્મઠ જીવ શેઠ ચારુચંદ્ર ભોગીલાલને જીવનયજ્ઞની પાવન પળોમાં માતુશ્રી મહાલક્ષ્મીબહેન, ધર્મપત્ની કુસુમબહેન, સુપુત્ર શ્રી નિખિલભાઈ, તેમની સુપુત્રી તરંગિનીબહેન અને અન્ય કુટુંબીજનોના સહકાર વિના કદાચ આટલી સિદ્ધિમય સફળતા ન મળી હોત. અવિસ્મરણીય ચિરંજીવ અંકિત રહે તેવો પરિવારનો પ્રેમ, જ્ઞાતિસેવાનો ભેખધારી કાર્યકાળ અને સામાજિક તથા વ્યક્તિગત સૌનાં દિલમાં પ્રેમપાત્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે. ધર્મપ્રેમી અને માનવતાવાદી શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જેનસમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દેષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા-દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા-હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy