SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્ય છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી માણેકલાલ મગનલાલ માનવભવ સ્વયં ઉચ્ચ ભવ છે, પરંતુ આ માનવભવમાં ઉત્તમ માનવજીવન તથા ઉત્તમ ધર્મપાલન કરનારા બહુ ઓછા જોવા મળે છે. આવા એક નરરત્નનું નામ છે શ્રી માણેકલાલ મગનલાલ. કાવીથા ગામની ભૂમિમાં તેમનો જન્મ. જન્મનો શુભ દિવસ ૧૫-૧૨-૧૯૩૫. સાચું કહીએ તો આ દિવસથી જ એક શુભ જીવનનો આરંભ થયો. શુભ એટલા માટે કે જેમ જેમ વય વધતી ગઈ સારા સંસ્કારોની જ્યોત પણ વધુ ઉજ્વળ બનતી ગઈ. ભલા એવા કે સૌની ભલાઈમાં જ પોતાની ભલાઈ જાણે. વળી દયાળુ અને માયાળુ પણ એવા કે સૌના રાજીપામાં જ પોતે રાજી રહે. આવો માનવ આખા ગામનો લાડકો થઈ પડે તેમાં નવાઈ શી? આ શાખ સાથે જ તેમણે પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી કાવીથા જૈન સંઘનું પ્રમુખપદ સંભાળ્યું. કાવીથામાં શ્રીમદ્ રાજચંદ્રનું ગુરુમંદિર છે. અહીં પટેલો પણ જૈન ધર્મ પાળે છે અને આનું ગૌરવ અનુભવે છે. માણેકલાલના કુટુંબીઓ પણ શ્રીમદ્ રાજચંદ્રના ભક્તો હતા. જેવા ભક્તિમાં ભાવભર્યા તેવા જ વ્યાપાર-વ્યવહારમાં પણ સૌ આગળ પડતા હતા. આથી કમાયા ઘણું. જો કે તેમનું સાચું ધન તો ધર્મ! ધન કરતાં મન ધર્મમાં વધારે રમે! આથી જ તો માણેકલાલને અગાસના આશ્રમમાં રહેવાનું વધારે ફાવ્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી તે અગાસમાં જ રહે છે. આવા માણેકલાલના મનમાંથી સેવાભાવ કદી ખસ્યો નથી. પૂર્વે રાજાઓ જેમ પ્રજાનાં સુખદુઃખનું ધ્યાન રાખતા તેમ તેમણે કાવીથાના જૈનોને સાચવ્યા છે. સંઘનું સુકાનીપદ તેમણે ૮૧૧ પૂરી ગરિમા સાથે સંભાળ્યું છે. ગરીબોના બેલી બનતાંય તેમને આવડ્યું છે અને ન્યાયનિપુણ સાબિત થતાંય આવડ્યું છે. જ્યાં એક દીપક પ્રકાશે ત્યાં અન્ય દીપક પણ અવશ્ય પ્રકાશે અને એમ દીપકથી દીપક રોશન થતા જાય. માણેકલાલના ઘરમાં પણ ધર્મ જાણે સૌના જીવનનો ઉજાસ બની ગયો છે! પત્ની, પુત્ર, પુત્રી સૌ સ્વાભાવિક સહજતાથી ધર્મ પાળે છે. મોટા પુત્ર કીર્તનભાઈ, નાના પુત્ર રીંકુભાઈ, પુત્રી વર્ષાબહેન આ સૌ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજીના આશીર્વાદ પામી વિશેષ ધર્મમાં જોડાઈ ગયા છે. સમગ્ર કુટુંબ જાણે ધર્મની આણ સ્વીકારીને અરિહંત-શરણે બેસી ગયું છે! સૌનું એક જ ધ્યેય છે : પાપ ઓછું કરવું છે, સંસાર કાપવો છે અને મુક્તિના માર્ગે આગળ વધવું છે! સમયની અસર ભલભલી ઇમારતો પર પણ થાય છે. બસ, આ જ રીતે માણેકલાલને પણ ઉંમરની અસર વર્તાવા લાગી છે. શરીર ઘસાયું છે. બિમારીનો પ્રભાવ જણાય છે. ઘરનાં સૌ આથી જ તેમને કહે છે કે “હવે છોડો, કર્મની માયા અને પામી લો માત્ર ધર્મની છાયા!” જીવનના અંત પહેલાં માનવ પોતે પોતાના સંસારનો અંત લાવી દે તેમાં જ તેના આત્માની ભલાઈ છે. તેમના પુત્રો-પ્રપૌત્રો સૌએ આચાર્ય ભગવંત શ્રી પ્રભાકરસૂરીશ્વરજી પાસે ભવઆલોચના, બાર વ્રત આદિ ઉચ્ચરી લીધાં છે. માણેકલાલે અઢારે પાપોને વોસિરાવી દીધાં છે અને પોતાની પાછળ શું કરવું તેના માટે માત્ર આટલું લખ્યું છે : “મારી પાછળ શોક ના કરશો. રડશો નહીં. ધર્મધ્યાન કરજો. એ જ મારા આત્મા સુધી પહોંચશે!” આવા માણેકલાલના પુત્ર-પ્રપૌત્રોએ દાદાજી મગનલાલ ફુલચંદ કાવીથાવાળાના નામે સાડા પાંચ લાખ રૂપિયા બોરસંદ ઉપાશ્રયના જીર્ણોદ્ધારાર્થે આ.ભ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજીના ઉપદેશથી આપ્યા છે. સ્વ. મોહનલાલ જે. કોઠારી શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચૂડા મુકામે થયો હતો. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સોળ (૧) વર્ષની નાની ઉંમરે આજીવિકા અર્થે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાનો અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્થાયી થયા અને ઇન્કમટેકસના વકીલ તરીકે કારકિર્દી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રામાણિકતાને લીધે એક બાહોશ ઇન્કમટેકસના વકીલ તરીકે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy