SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ શ્રી ધીરુભાઈ ઘણી વ્યાપારી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને તેઓશ્રી નેમિનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા. વિજયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમ જ ઓલ ઇન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખ હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી, વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રુપ તથા જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તથા જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા વગેરે સંસ્થાઓમાં પણ સેવાઓ આપી હતી. દિલ્હીમાં રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજયવલ્લભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નહીં પરંતુ શાંત ચિત્તે તેનો ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળનાં મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરનાં ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળનાં પ્રમુખ તરીકે શ્રીમતી તારાબહેનની સેવાઓ ઉલ્લેખનીય છે. પાલિતાણા શત્રુંજય હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ધીરુભાઈનો આ ધર્મ સંસ્કારવારસો તેમના સુપુત્ર શ્રી રાજુભાઈએ બરાબર જાળવી રાખ્યો છે. સાહસિક, ઉદ્યમવીર અને સરળ સ્વભાવી નવીનચંદ્ર છોટાલાલ શેઠ (સાવરકુંડલાવાળા) સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં અને કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે. પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ પશ્ચિમ દિશામાં શ્રી ગિરનારજી મહાતીર્થની મધ્યમાં નાવલી નદીના કિનારે વસેલાં સાવરકુંડલા શહેરની શોભા નિરાળી છે. આ શહેરે સમાજને અનેક નરબંકાઓ આપ્યા છે. એવા અનેકવિધ પરિવારોમાં શેઠશ્રી મણિલાલ બેચરદાસનો પરિવાર આગવી હરોળનું સ્થાન દિપાવી રહ્યો છે. આ પરિવારના વડ સમા વિશાળ વૃક્ષની શીતલ છાયામાં ત્રીજી પેઢીએ બિરાજતા શ્રી Jain Education International For Private ચતુર્વિધ સંઘ નવીનભાઈને આજના સમારંભમાં અતિથિવિશેષ તરીકે પામીને આપણે કૃતકૃતાર્થતા અનુભવીએ છીએ. મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં વડિલોપાર્જિત પેઢી.ન્મે. સી. છોટાલાલ એન્ડ કંપનીનું બંધુઓ શ્રી હસમુખભાઈ, શ્રી ચિમનભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી અરુણભાઈના સાથ સહકારમાં કુશળતાપૂર્વક સંચાલન અને સંવર્ધન કરી રહેલા શ્રી નવીનભાઈએ ટેક્ષટાઇલ્સના ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. બહોળી ધંધાકીય પ્રવૃત્તિઓ અને વ્યાવહારિક જવાબદારીઓના કારણે મેટ્રિક સુધી વિદ્યાભ્યાસ કરીને તેઓશ્રી પિતાશ્રીની ધીખતી પેઢીમાં જોડાઈ ગયા અને પોતાની આગવી કોઠાસૂઝથી સમયની નાડ પારખીને પેઢીને પ્રથમ હરોળમાં લાવી મૂકેલ છે. જન્મજન્માંતરના ઊંડાં સંસ્કારો તથા કુટુંબની આગવી પ્રણાલીના સુભગ સંયોજનથી તેઓશ્રી ધર્મોપાર્જનને સમભાવપૂર્વક અગત્યતા આપતા રહ્યા છે. માત્ર પ્રાપ્ત એવી સુકૃત લક્ષ્મીનું અનુદાન આપીને જ નહીં પરંતુ અનેક સ્થાનોએ પ્રત્યક્ષપણે રસરુચિ દાખવીને પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા છે. સ્વભાવે સરળ, નમ્ર અને મિતભાષી તેમ જ અંતરથી પૂર્ણપણે યૌવનના થનગનાટથી રંગાયેલા શ્રી નવીનભાઈ ધાર્મિકક્ષેત્રે શ્રી સાવરકુંડલા ગૌશાળામાં પ્રમુખ, શ્રી ધર્મદાસ શાંતિદાસની પેઢીમાં પ્રમુખ તથા શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટીસ્થાનેથી સેવાઓ આપી રહેલ છે. તવિશેષ શ્રી ઘોધારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈની ભૂતપૂર્વ કમિટીમાં સભાસદ તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી ચૂક્યાં છે. વર્તમાને તેઓ શ્રી વિલેપાર્લે ઘોઘારી સમાજ તેમ જ શ્રી જૈન સંઘમાં પોતાની ભક્તિ અને શક્તિનો પ્રવાહ વહેવડાવી રહ્યા છે. દરેક સફળ પુરુષની પાછળ એક નારીરત્ન છુપાયેલું હોય છે. શ્રી નવીનભાઈનાં અર્ધાંગની શ્રી નીલાબહેન પ્રેરણા, પુષ્ટિબળ તેમ જ હૂંફ આપીને સાચા અર્થમાં નારી ધર્મ દીપાવ્યો છે. આ દંપતિનાં સંતાનો પણ ધર્મના સંસ્કારોથી ઊંડાં રસે રંગાયેલાં છે. શ્રી અને સરસ્વતીનો આવો વિરલ સંગમ સમાજમાં જવલ્લે જ જોવા મળે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો મોહ ત્યજીને તેનું ધર્મક્ષેત્રે તેમ જ સામાજિકક્ષેત્રે સોનાની કોદાળીએ વાવેતર થવું એ કોઈ વિરલવિભૂતિના જીવનમાં જ સંભવી શકે છે. સાવરકુંડલાનું શેઠ કુટુંબ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બની પુણ્યનું પાથેય બાંધી રહ્યું છે. શેઠ પરિવાર ધર્મના સિંચન દ્વારા શાશ્વત સુખનો Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy