SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સ્વ. વસંતભાઈ-મધુકાંતાબહેન તથા એ રીતે સમગ્ર શાહ કુટુંબને ઇતિહાસનાં પાના પર અમર કરી પ્રેરણાત્મક કાર્ય કર્યું છે, જેની નોંધ ‘સૌરાષ્ટ્ર સમાચાર’–જેવા પત્રો અને ‘ઘોઘારી જૈનદર્પણ’ જેવા માસિકે પણ લીધી છે. તથા ભાવનગરના જૈન મોભી શ્રી મનુભાઈ શેઠના અમૂલ્ય માર્ગદર્શન નીચે મુંબઈ-ભાવનગર, વલ્લભીપુર પાલિતાણાની અનેકવિધ જૈન-જૈનેતર સંસ્થાઓને માતબર અનુદાન આપી સ્વ. મધુકાંતાબહેનનાં બંધુ-ભગિનીઓએ માત્ર ધનિક ક્રિયાકાંડ કરતાં સમાજસેવા એ જ સાચી સેવાનો આગવો રાહ બતાવ્યો. મુંબઈમાં બ્રહ્મકુમારી સંચાલિત હોસ્પિટલના અધૂરા માસે જન્મેલાં બાળકોને જીવતદાન આપતા N.I.C.U. વોર્ડ માટે પાંચ લાખ રૂપિયાનું માતબર દાન આપવાથી લઈ, કેરિયા ગૌશાળાના અવાડો બંધાવવાથી લઈ, પારેવાંને જુવાર-ચણ માટે, દેપલા પાંજરાપોળ જીવદયા ખાતે, ભાવનગર બહેરાંમૂંગાં તથા મંદ બુદ્ધિનાં બાળકો દત્તક લેવા માટે, તાપીબાઈ અનાથાશ્રમ માટે, રક્તપિત્તિયા હોસ્પિટલમાં દર વર્ષે એક પોલિયો ઓપરેશન માટે, આયંબિલ શાળા તથા જૈન શ્વેતાંબર સમાજ, ભાવનગર માટે, પાલિતાણા બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ ગુરુકુળ માટે માતબર રકમનાં દાન કર્યાં છે. પરસનબહેન નારણદાસ શાહદાદાસાહેબ કન્યા છાત્રાલયના જીર્ણશીર્ણ ભોજનકક્ષને અત્યાધુનિક બનાવવા મનુભાઈ શેઠની પ્રેરણાથી રૂપિયા પોણા– ત્રણ લાખનું દાન કર્યું. આમ કણે-કણમાં આવા સખાવતી દાનની એકે-એક પાઈથી સેવાની સુવાસ મહેંકી ઊઠી અને કણેકણમાં સ્વ. વસંતભાઈ સ્વ. મધુબહેન તથા સમગ્ર શાહ કુટુંબનું નામ અંકિત થઈ ઊઠ્યું. દિવ્યકાન્ત મોહનલાલ સલોત ભાવનગના વતની શ્રી દિવ્યકાંત મોહનલાલ સલોત વ્યવસાયે એડ્વોકેટ (ઇન્કમટેક્સ-સેલટેક્સ સલાહકાર) છે. તેમના પૂજ્ય પિતાશ્રી મોહનલાલ જગજીવનદાસ ફૂલચંદ તરફથી ધાર્મિક વારસો તેમને પ્રાપ્ત થયેલ છે. શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ તરીકે તથા ઘણી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે જૈનસમાજનાં અનેક કાર્યો તન-મનધનથી કરી રહેલ છે. તેઓશ્રીએ સંવત ૨૦૫૮/૫૯/૬૦માં સળંગ બે વર્ષીતપની તપસ્યા કરેલ. ભાવનગરમાં શિખરબંધી કૃષ્ણનગર નૂતન જિનાલયમાં શ્રી જીરાવલા પાર્શ્વપ્રભુની પ્રતિમા Jain Education International For Private ૮૦૫ ભરાવીને પ્રતિષ્ઠા કરાવવાનો પણ લાભ લીધેલ. તે સિવાય અનેક નાનાં–મોટાં તપો કરેલ છે. શ્રી સમેતશિખરજીની-શ્રી શત્રુંજયની યાત્રા–દર પૂનમે શ્રી જીરાવલા તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા તો ખરી જ તદ્ઉપરાંત અનેક તીર્થોની યાત્રા કરેલ છે અને કરી રહ્યા છે, સાથોસાથ સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ તો ખરી જ. પરમપૂજ્ય ગુરુદેવ જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પરમપૂજ્ય આચાર્યશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી ધર્મમાર્ગમાં ખૂબ આગળ વધી રહ્યા છે. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ જનસમાજમાં ચિરંજીવ સુવાસ એમની જ મહેકતી રહે છે, જેઓ સંસારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રામાણિકતાને, નીતિ-ન્યાયને વળગી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ છે. સ્વાશ્રય અને પુરુષાર્થના બળે આગળ વધી તેઓ આજે એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક બન્યા છે. અને સૌજન્યભર્યા વ્યવહારથી હજારો હૈયાંમાં માનભર્યું સ્થાન પામ્યા છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરતા દશા શ્રીમાળી જ્ઞાતિના શ્રી મોહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષિએ તેમનો જન્મ થયો. આઠ વર્ષની ઉંમરે માતાનો દેહવિલય થયો પણ પિતાએ એમના પર અનેરું વહાલ વરસાવી તેમની ખોટ લાગવા ન દીધી. અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી, પણ ભવિતવ્યતા જુદી જ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ની સાલમાં તેઓ મહાનગરી મુંબઈમાં આવ્યા અને અનેક સ્નેહીઓની લાગવગથી કેમિકલ લાઇનમાં નોકરી મેળવી શક્યા. જે કામ કરવું તે ઉત્સાહ અને ખંતથી કરવું એ એમનો સિદ્ધાંત હતો, એટલે ત્રણ વરસની આ નોકરી દરમ્યાન તેઓ કેમિકલરસાયણો સંબંધી સારું જ્ઞાન મેળવી શક્યા. ત્યારબાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યું. તેમાં તેમની ઓળખાણ વધી, કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યું. ૧૯૪૮માં તેમણે ધીરજલાલ એન્ડ કું।, થીનર્સ મેન્યુફેક્ચરર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી. આજે થીનર્સ મેન્યુફેક્ચર્સમાં તેમની પેઢી પ્રથમ પંક્તિમાં આવે છે અને ભારતનાં સુપ્રસિદ્ધ શહેરોમાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy