SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા અધિકારી બને, સાથે સમાજોપયોગી કાર્યો દ્વારા સમાજનાં અંગોમાં સમૃદ્ધિ પ્રસરાવતો રહે તેવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. શ્રી નારણજી શામજી મોમાયા શ્રી નારણજી શામજી મોમાયાનો જન્મ માઇસોર રાજયના હુબલી શહેરમાં ઇ.સ. ૧૯૧૩ના મે માસની વીસમી તારીખે થયો હતો. એમના સ્વ. પિતાશ્રી શામજીભાઈ દશા ઑસવાલ જૈન કોમના એક અગ્રગણ્ય વ્યક્તિ, ધર્મનિષ્ઠ તત્ત્વચિંતક હતા. માત્ર નવ માસની ઉંમરે શ્રી નારણજીભાઈએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી અને તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી હતાં. માતાના આ સંસ્કાર અને ધર્મનિષ્ઠાનો વારસો શ્રી નારણજીભાઈને પૂરેપૂરો પ્રાપ્ત થયો. દશ વર્ષની ઉંમરે નારણજીભાઈ મુંબઈ આવ્યા, રૂના વેપારમાં જોડાઈ ગયા. | શ્રી નારણજીભાઈ કૃષિ પ્રેમી હોઈને માતૃભૂમિ કચ્છમાં ૩00 એકર જમીનમાં અદ્યતન પદ્ધતિથી મોમાયા કેન્દ્ર ચલાવે છે. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં શ્રી નારણજીભાઈ અસીમ રસ ધરાવતા જીવવિચાર, નવતત્ત્વ, દંડક અને કર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી છે. વાચન, ઘોડેસવારી, તરવું એ તેમના શોખના વિષયો હતા. યોગ તેમનો પ્રિય વિષય હતો. માટુંગામાં ભાજી દાઉ રોડ ઉપર તમામ શાકાહારી ભાઈઓને ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમની સગવડતા આપતી શ્રી નારણજી શામજી મહાજનવાડી એમની બુદ્ધિમતા અને વ્યવહાર કૌશલ્યના એક પ્રતીક રૂપ છે. તેઓશ્રીએ અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘના બાર વરસ સુધી પ્રમુખપદે રહીને એ સંઘને ખૂબ જ વિકાસલક્ષી બનાવેલ. તેઓ ઓલઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખ બન્યા. તેઓ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક સભ્ય ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦માં નિર્વાણમહોત્સવ પ્રસંગે મહારાષ્ટ્ર શાસન તરફથી યોજાયેલ સમારોહમાં અગ્રગણ્ય હતા. મહારાષ્ટ્ર સરકારે તેમની સામાજિક સેવાઓને અનુલક્ષીને social exerturtry. Imagirtnateતરીકે નિમણૂક કરી છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેન ખૂબજ ધર્માનુરાગી. પરિવારમાં પણ એજ ધર્મવારસો જળવાઈ રહ્યો છે. શ્રી પ્રવીણચંદ્ર બાબુભાઈ શાહ ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ભદ્રાવળ ગામના ૮૦૦ વતની બી.એસ.સી. થયેલા શ્રી પ્રવીણભાઈ આજે ૬૩ વર્ષની વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદનલાઇન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. ડિસેમ્બર '૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વર દાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે સંકળાયેલા છે તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ રાખે છે. પૂ. આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે અને એ માર્ગે આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂા. પાંચલાખનું દાન આપેલ છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ એન્જિનિયર થયા છે ને ફેકટરી સંભાળે છે. પોતાની પ્રગતિનો સઘળો યશ શ્રેષ્ઠીશ્રી દલીચંદ પરશોત્તમ શાહને આપે છે. તેઓ માને છે કે માનવજીવન માત્ર આરાધના માટે મળ્યું છે તો મહત્તમ આરાધના કરી લેવી. આદ્યસ્થાપક તથા પ્રણેતા સ્વ. શ્રી ભરતભાઈ મોહનલાલ કોઠારી કંકણપુર)ના વતની એવા અમદાવાદ સાબરમતી ખાતે રહેતા, વ્યવસાયે એવોકેટ સ્વ. મોહનલાલ જેચંદભાઈ કોઠારી જીવદયા અને કરુણાના પ્રખર હિમાયતી હતા. સ્વ. મોહનલાલ કોઠારીએ વાંદરાઓની જીવનરક્ષા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy