SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ ચતુર્વિધ સંઘ અનેક પ્રસંગોએ ધનને છૂટે હાથે વાપર્યું. કાંદિવલી મુનિસુવ્રત દેરાસરે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. માતાના ઉચ્ચ સંસ્કારોથી બને રત્નો ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલાં હતાં. ગોવાલિયા ટેક દહેરાસર માટે બંને ભાઈઓએ તન-મન-ધનથી અહોનિશ કાર્ય આવું ધાર્મિક સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરી તેઓ વિ.સં. ૨૦૪૦માં સ્વર્ગસ્થ થયા. વિ.સં. ૨૦૫રના તેમના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના સાહિત્યનો અધિકતમ પ્રચાર અને પ્રસાર તેમના પુત્રો દ્વારા થઈ રહ્યો હતો. તેમના પુત્રો પૈકી નગીનભાઈ હાલ વડોદરા તથા વિનુભાઈ હાલ લંડનમાં વસે છે. “ગરવી ગુજરાતી સામયિકમાં તેમના લેખો અને સમીક્ષાઓ પ્રગટ થાય છે. તેમનાં જૈન ધર્મ અંગેનાં પુસ્તકોને બ્રિટનની ધાર્મિક શિક્ષણ સમિતિએ અભ્યાસગ્રંથ રૂપે માન્યતા આપેલ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીના ઉપલક્ષમાં તેમણે લખેલા “સિદ્ધહેમ' પુસ્તકનો ઈંગ્લેન્ડમાં વિમોચનવિધિ થયો હતો. આમ કપાસી પરિવાર આજે પણ વિવિધ ક્ષેત્રે સુંદર સેવા આપી રહ્યો છે. ‘વીર શિરોમણિ વસ્તુપાળ' (ત્રણ ભાગ) હાલ પ્રાપ્ય નથી. આ ઐતિહાસિક પુસ્તક ખરેખર હાલના સમયે વાંચવા માટે ખૂબ ઉપયોગી છે, જે લક્ષમાં લઈ તેમનો પરિવાર તેને પરિપ્રકાશિત કરવાની ઉત્તમભાવના રાખે છે. ધર્મ-પુરુષાર્થી વસંતભાઈ તથા બળવંતભાઈ—-બાંધવબેલડીની કરુણ જીવનકથા શ્રી તલકચંદ મોતીચંદ પાલડીના રહીશ. તેમનાં ધર્મપત્નીનું નામ જમકબહેન. તેમને વસંતભાઈ અને બળવંતભાઈ બે લાડકવાયાં પુત્રરત્નો. પાલિતાણા જૈન ગુરુકુળમાં બન્ને ભાઈઓએ અભ્યાસ કર્યો. બને પહેલેથી જ બુદ્ધિશાળી અને મહેનતુ, અભ્યાસ પૂરો કરીને વસંતભાઈ બેંગલોર ગયા અને સાયકલની દુકાન શરૂ કરી. બળવંતભાઈએ મુંબઈમાં એ ટુ ઝેડ સ્પેર્સ (ઇન્ડિયા) શરૂ કરીને પોતાની શક્તિની પ્રતીતિ કરાવી. ભાઈ વસંતભાઈ પણ મુંબઈ આવી ગયા અને બાંધવબેલડીએ ધંધાને ખીલવ્યો પણ કાળ વીફર્યો. ભાઈ વસંતભાઈ ઓગણચાલીશ વર્ષની ભર યુવાનવયે પુષ્પર્શયામાં કાયમને માટે પોઢી ગયા. ભાઈ બળવંતભાઈની જવાબદારી વધી ગઈ પણ ધીરજ અને હિંમતથી કામ લીધું. પેઢીને ટૂંક સમયમાં જ ઉચ્ચતાને શિખરે મૂકી દીધી, પણ કર્મની કેવી વિચિત્ર ગતિ છે! પિતાએ જે ઉંમરે આ ફાની દુનિયા છોડી એ જ ઉંમરે વસંતભાઈ ગયા અને એ જ ભરયુવાનવયે બળવંતભાઈ પણ ગયા. કુટુંબ-પરિવાર તરફથી સોનગઢમાં સુંદર ઉપાશ્રય બંધાવી મહાજનને ભેટ ધર્યો. પ્રતિષ્ઠા, પૂજા, સ્નાત્ર, સ્વામીવાત્સલ્ય એવા મુંબઈમાં ગોવાલિયા ટેન્ક જૈન દેરાસરના સેક્રેટરી તરીકે શ્રી બળવંતભાઈએ આપેલી સેવા અમૂલ્ય હતી. ગુરુકુળના સંસ્કારો અને માતા જમકબહેનની ધાર્મિક ભાવનાઓ બને ભાઈઓએ ઠીક રીતે આત્મસાત કરેલ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને સાધર્મિક સેવા સંઘ જેવી અનેકવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. આજે પણ મહાવીર જૈન વિદ્યાલયમાં એમની સીટ છે. કુદરત પલટો લે છે ત્યારે માનવી લાચાર બની જાય છે. ધીકતો ધંધો ચલાવનાર કુટુંબના મોભી અચાનક વિદાય લે ત્યારે કેવી કરુણતા સર્જાય છે! પછી તો આ પરિવારે ધર્મપ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપ્યું છે. આ પછી કુદરતના કારમા ઘા સ્વરૂપે સંવત ૨૦૫૫માં સ્વ. વસંતભાઈનાં ધર્મપત્ની મધુકાંતાબહેનનો પણ દેહોત્સર્ગ થયો. અત્યંત ધાર્મિક અને સેવાપ્રવૃત્તિવાળું જીવન જીવતાં મધુકાંતાબહેન નિઃસંતાન હોવા છતાં જૈનોનાં બાળકોનાં “બા” બની કાંદિવલીના પોતાના ઘરે પાઠશાળા ચલાવતાં હતાં. બહેનો માટે સામાયિકશાળા ચલાવતાં હતાં. શૂન્યમાંથી સર્જન કરી કરોડાધિપતિ બનેલા આ કુટુંબ પર એક પછી એક કુઠારાઘાત થયા. એનો છેલ્લો વજપાત મધુકાંતાબહેનના આકસ્મિક અવસાન સ્વરૂપે થયો. જૈન સમાજના ગરીબીની રેખા નીચે જીવતાં કુટુંબોની સેવા કરવાના અને એ દ્વારા પોતાના સદ્ગત પતિ સ્વ. વસંતભાઈને મૂક અંજલિ આપવાના મધુકાંતાબહેનનાં અરમાન અધુરાં રહ્યાં. પણ મધુકાંતાબહેને પ્રગટાવેલો આ સેવાનો દીપક બુઝાવા ન દેતાં સ્વ. મધુકાંતાબહેનની અંતિમ ઇચ્છાઓ મુજબ મધુકાંતાબહેનની બચતની એકએક પાઈને સમાજોદ્ધારના તથા દીન-દુખિયાં, નબળાં–માંદાં લોકોની સહાય કાજે એમના બંધ માટે મહેન્દ્રભાઈ, હર્ષદભાઈ તથા બહેનો હસુમતીબહેન, હીરાબહેને અનેકવિધ સંસ્થાઓને સહાય કરવામાં ખર્ચી નાખી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy