SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ અતુલનું મહત્તમ યોગદાન રહ્યું. તેમનું આયુષ્ય ૮૬ વર્ષનું હતું. જીવનની છેલ્લી પળ સુધી તેઓ લોકસેવામાં કાર્યરત રહ્યા અને વીસમી સદીના અપ્રતીમ નરરત્નોમાં સ્થાન મેળવ્યું. શ્રી જયભિખ્ખુ સ્વાવલંબીજીવન અને કલમની કમાણી પર જીવન વિતાવનાર શ્રી જયભિખ્ખુનો જન્મ ઈ.સ. ૧૯૦૮માં જૂન મહિનામાં થયો હતો. તેમનું નામ શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ. હુલામણું નામ ભીખુભાઈ તથા પત્નીનું નામ જયા. પત્નીના નામ સાથે પોતાનું હુલામણું નામ જોડી ‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી જૈનસમાજને સુંદર શૈલીમાં સાહિત્ય પીરસ્યું. જૈનધર્મની અનેક વાતો, તત્ત્વ, ઉપદેશ અને ચિંતનને વાર્તામાં ગૂંથી લોકભોગ્ય બનાવ્યાં. તેમણે લગભગ ૩૦૦ જેટલા ગ્રંથોનું ૨સાળ શૈલીમાં સર્જન કર્યું. તેઓ બહોળો વાચકવર્ગ ધરાવતા. તેમની કલમ વાચકના હૈયાને વીંધવા સક્ષમ હતી. લેખન માટેનો વિષય નાનો હોય કે મોટો, ચોટદાર હોય કે ફક્ત આલેખન પરંતુ તેમની લેખની દ્વારા રચાયેલી કૃતિ સામાન્યજનની સ્મૃતિપટ પર અંકિત રહેતી. તેમના લેખો ‘ગુજરાતસમાચાર,' ‘અખંડઆનંદ,’ ‘જનકલ્યાણ,’‘ઝગમગ’ અને કેટલાંયે જૈન સામયિકોમાં પ્રકાશિત થતા. ધર્મમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથમાં તો ખૂબ જ આસ્થા. જીવનનાં અંતિમ વર્ષોમાં તબિયત નાદુરસ્ત રહેતી એવે સમયે એકવાર શંખેશ્વર પાર્શ્વપ્રભુના દર્શનની તાલાવેલી જાગી. અશક્તિને કારણે જવાની દ્વિધામાં હતા. અંતે મનોબળ મક્કમ કરીને શંખેશ્વરની યાત્રાએ નીકળ્યા. પ્રભુના પૂજન-અર્ચન કરતાંની સાથેજ તેઓ સ્વસ્થ થઈ ગયા. આને પ્રભુનો પ્રતાપ સમજીને સૌ પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પુસ્તકની રચના કરી. આ પુસ્તકમાં પ્રભુના અપરંપાર મહિમાનું સુંદર વર્ણન કર્યું. એમાં શંખેશ્વરનો ઇતિહાસ, સ્થળ, પ્રદક્ષિણા, સ્તવન, શિલાલેખના ઉતારા, મોગલસમ્રાટ જહાંગીર દ્વારા શાંતિદાસને શંખેશ્વર ગામનો ઇજારો આપતું ફરમાન, ગામમાં આવેલ જૂનાં મંદિર, ધર્મશાળાના ફોટાઓ વગેરેની અઢળક માહિતીઓનો સમાવેશ છે. એમાં તેમણે આ પુસ્તકમાં પ્રભુજીની પ્રાચીન કાનોમાતર સિવાયની એક સ્તુતિનો સમાવેશ પણ કર્યો છે. આવાં અનેક ભગીરથ કાર્યો તેમણે જીવનમાં કર્યાં. ઉપરોક્ત કૃતિના પ્રકાશન સમયે તેઓ હાજર ન હતા. સરળ નિર્મોહી દંભરહિત તેમનું જીવન હતું. તેઓ વિશ્વવિખ્યાત સર્જક, કટારલેખક, વિવેચક શ્રી કુમારપાળ દેસાઈના પિતા હતા. Jain Education International For Private ચતુર્વિધ સંઘ વિદ્વાન વિરલ વિભૂતિ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વિરલ વિભૂતિ શ્રી મોહનલાલ દેસાઈનો જન્મ ઈ.સ. ૧૮૮૫માં રાજકોટ જિલ્લાના લુણસર ગામમાં થયો હતો. તેમનો દેહવિલય ઈ.સ. ૧૯૪૫માં રાજકોટમાં થયો. તેમનો અભ્યાસ બી.એ.એલ.એલ.બી. સુધીનો અને કર્મભૂમિ મુંબઈ. અહીંની હાઇકોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી. તેમના જીવનનું અમૂલ્ય યોગદાન એટલે પ્રાચીન જૈન સાહિત્યને ગ્રંથસ્થ કરવાનું હતું. તે ઉપરાંત તેઓ જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિર્માતા તથા વિવિધ જૈન સામયિકોના સંપાદક પણ હતા. તેમનાં સામયિકો જૈન શ્વેતાંબર કોન્ફરન્સ’, ‘જૈનયુગ’, ખંડ' વગેરેમાં તેમણે ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક એવી વિવિધ પ્રકારની વિપુલ સામગ્રી પ્રકાશિત કરી. તેમણે પૂજનીય સાધુભગવંતોના રાસાઓ ગ્રંથભંડારમાંથી સંશોધિત કરાવી પ્રકાશિત કરાવ્યાં, જેમાં જૈન ઐતિહાસિક રાસમાળા' મુખ્ય છે. આ કાર્ય માટે તેમને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પ્રેરણા આપી હતી. આ ગ્રંથમાં શ્રી શાંતિદાસ, શ્રી વખતચંદ, શ્રી સત્યવિજય, શ્રી કર્પૂરવિજય, શ્રી ક્ષમાવિજય, શ્રી ઉત્તમવિજય વગેરે મહાપુરુષોના રાસાઓ છે. એના કર્તાઓ પૂજનીય સાધુભગવંતોના નામે જ એ રાસાઓનું સંકલન કરવામાં આવ્યું. શ્રી મોહનભાઈએ રાજકોટમાં તેમના મામા પ્રાણજીવનભાઈને ત્યાં રહીને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. બી.એ.ની ડિગ્રી મુંબઈની વિલ્સન કોલેજમાંથી મેળવી, આગળ અભ્યાસ કરી ૧૯૧૦માં એલ.એલ.બી. થયા. તેમના મામા રાજકોટના જૈનસમાજનાં અગ્રણી હતા અને સ્વભાવે ખૂબ જ દાનવીર અને ઉદાર હતા. તેમનો ઉદારતા અને પ્રામાણિકતાનો વારસો મોહનભાઈમાં ઊતર્યો. મામાભાણેજ વચ્ચેનો આત્મીય સંબંધ અકલ્પનીય હતો. મોહનલાલે એમના કેટલાયે ગ્રંથો મામાશ્રીને અર્પણ કર્યા છે. તેઓ વકીલાતની પ્રેક્ટિસ તો કરતાં પણ ઘણીવાર ફી વગર પણ કેસ લડતા. સમાજસેવા જ એમના જીવનનુ ધ્યેય હોવાથી જૈનસંસ્થાઓ પાસેથી કોર્ટના કેસ બાબતે કદી પણ ફી સ્વીકારી નથી. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનામાં તેઓ સ્થાપકસભ્ય હતા અને જીવનભર વિદ્યાલય માટે કામ કર્યું. કુટુંબની આર્થિક જવાબદારી, સેવા અને સંપાદનનું કાર્ય નિભાવતાં તેમની તબિયત નરમ રહેવા લાગી. માંદગીએ ગંભીરરૂપ ધારણ કર્યું. માનસિક રીતે પણ બિમાર રહેવા લાગ્યા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy