SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા તેમણે બંધાવેલાં અનેક મંદિરો આજે પણ વરકાણા, નાડોલ, સાદડી, બદનાવર, રતલામ વગેરે અનેક સ્થળોએ વિદ્યમાન છે. તે ઉપરાંત આયડ, વડાલી, લક્ષ્મણી વગેરે સ્થળોએ ભૂગર્ભમાંથી સંપ્રતિ કાલીન અનેક પ્રતિમાજીઓ મળી આવતાં નવાં મંદિરો બંધાવી એમાં પ્રાચીન પ્રતિમાજીઓ પધરાવવામાં આવી. તેઓ મગધના સિંહાસન પર ઈ.સ. પૂ. ૨૩૫માં આરૂઢ થયા. ત્યારબાદ નેપાળ, તિબેટ વગેરે દેશો જીતી લઈ જૈનધર્મનો પ્રચાર ત્યાં પણ કર્યો. તેમણે પોતાનાં બુદ્ધિચાતુર્યથી અનાર્ય દેશોમાં સશક્ત ગૃહસ્થોને સાધુવેશ પહેરાવી મોકલ્યા અને ત્યાં રહેવું સુરક્ષિત લાગતાં સાચા સાધુઓને ધર્મપ્રચાર અને ઉપદશાર્થે મોકલાવ્યા. સંપ્રતિ રાજાના સિક્કાઓ પર એક તરફ સંવી અને બીજી તરફ સ્વસ્તિકની આકૃતિ અને મૌર્ય શબ્દ અંકિત છે. ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કરી ઈ.સ. પૂ. ૨૦૩માં સ્વર્ગે ગયા. ચક્રવર્તી રાજા ખારવેલ મહામેઘવાહનનું બિરુદ ધરાવનાર ચક્રવર્તિ રાજા ખારવેલનો જન્મ ચેદી વંશમાં ઈ.સ. પૂર્વે ૧૯૭માં થયો હતો. એનું આયુષ્ય ફક્ત ૩૮ વર્ષનું હતું. એના જન્મ સમયે કલિંગ પરના ભીષણ સંગ્રામને ૭૫ વર્ષ થઈ ગયાં હતાં. ખારવેલે રાજ્યગાદી સંભાળતાંની સાથે જ કલિંગ દેશને બધી રીતે સમૃદ્ધ કર્યું. યુદ્ધને લીધે કલિંગવાસીઓનું નૂર હણાઈ ચુક્યું હતું. તેથી લોકોમાં નવચેતનાનો સંચાર કરવા તેણે લલિત કળાઓનો સહારો લીધો. પ્રજાને સંગીત, નૃત્ય, નાટક, શિલ્પકળા વગેરેની તાલીમ આપી અને કળાને ખૂબ ઉત્તેજન આપ્યું. તેના આ કાર્યથી પ્રજા પુનઃ ખમીરવંતી થઈ. ત્યારબાદ ખારવેલે આસપાસના પ્રદેશોમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. કલિંગ (ઓરિસ્સા) અને મગધ (બિહાર) બંને રાજ્યમાં પ્રભુ મહાવીરના પહેલાંથી જ જૈન ધર્મ પ્રચલિત હતો. ઓરિસ્સા રાજયમાં ખંડિગિરની ટેકરી પર હાથી ગુફા, રાની ગુફા, ગણેશ ગુફા વગેરે આવેલી છે. એમાં ખારવેલ તથા એની પટ્ટરાણી ધુસીએ કોતરાવેલાં કેટલાક શિલાલેખો છે. એનો મુખ્ય શિલાલેખ હાથી ગુફાનો છે. જે લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. ૧૭ પંક્તિઓના શિલાલેખની ભાષા બ્રાહ્મી છે. લેખ ૧૫ ફૂટ ઊંચો અને પ ફૂટ પહોળો છે. ૧. શિલાલેખની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. લેખનો પ્રારંભ નવકારમંત્રના પ્રથમ બે પદથી થાય છે. ‘નમો અરિહંતાનં નમો સસિદ્ધાનં.' Jain Education International For Private ૨. ૩. મગધ રાજ્યમાં ત્યારે અંતિમ મૌર્ય રાજા બૃહસ્પતિમિત્ર હતો. તેને હરાવીને જે પ્રતિમા નંદરાજા કલિંગથી ઉપાડી ગયા હતા તે જ પ્રતિમા ખારવેલ પાછી લાવ્યા અને તેની પ્રતિષ્ઠા કરાવી. ७७७ ખારવેલે ખંડિંગરિ પર્વત પર સાધુઓનું સંમેલન ભરીને આગમવાચના કરાવી હતી એવો ઉલ્લેખ લેખમાં છે. તે ઉપરાંત તેણે ત્યાં સ્થિત કાયનિષિધિ સ્તૂપ પર વ્રતઉપવાસ રાખી સાધના કરી હતી તથા મહારાજશ્રી પાસે જીવઅજીવનો ઉપદેશ શ્રવણ કર્યો હતો. આ મહત્ત્વનો શિલાલેખ સૌ પ્રથમ ભગવાનલાલ સફળ રીતે વાંચી શક્યા. ખારવેલ જૈન હતો અને ખૂબ વિદ્વાન તથા દાનવીર હતો. એ લેખ દ્વારા પ્રકાશમાં આવ્યું. આ શિલાલેખને શુદ્ધ કરીને શ્રી શુશીલે પ્રકાશિત કરાવ્યો. ખારવેલની ત્રીજી પેઢીએ બુધરાજ થયો પણ પછી કલિંગ નબળું પડ્યું અને અંતે ચેદીવંશનું કલિંગ રાજ્ય દક્ષિણના સાતવાહન વંશમાં ભળી ગયું. સંસ્કૃતિના રક્ષકો શ્રેષ્ઠી જાવડશા મધુમતી (મહુવા) નગરીમાં ધર્મપારાયણ દંપતી ભાવડશા અને ભાવલાદેવીને ઘરે ગુરુપસાયે પુત્રરત્ન અને અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થઈ. પુત્રનું નામ રાખ્યું જાવડશા, શૈશવકાળથી જ માતાપિતાએ પુત્રમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું. પિતાના સ્વર્ગવાસ પછી મહુવા નગરીનો વહીવટ જાવડશાએ ખૂબ કુશળતાથી ચલાવ્યો. પિતાના શ્રેયાર્થે મહુવામાં જિનમંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. એકવાર પરદેશી આક્રમણકારોએ મહુવા પર હુમલો કર્યો. ધન, ધાન્ય અને માલસામાનની લૂંટ ચલાવી. ઘણા લોકોને બંદીવાન બનાવ્યા. માલસામાન અને બંદીવાન લોકોની સાથે તેઓ જાવડશાહને પણ ઉપાડી ગયા. ત્યાં રાજાએ સર્વને કામકાજ સોંપ્યું. જાવડશા પોતાની આવડત અને અગમબુદ્ધિથી બાદશાહના સલાહકાર બન્યા. તેઓ ઘણીવાર ગુલામોને છોડાવી દેવા રાજાને વિનંતી કરતા. Personal Use Only થોડાં વર્ષો વીત્યાં બાદ કેટલાક મુનિઓ વિહાર કરતાં ત્યાં યવનદેશમાં પહોંચ્યા. મુનિ ભગવંતે જાવડશાને શત્રુંજય તીર્થની જીર્ણતા અને મિથ્યાર્દષ્ટિ કપર્દીયક્ષ દ્વારા થતી આશાતનાઓનો ચિતાર આપ્યો. ગુરુ પાસે શત્રુંજ્ય માહાત્મ્ય સાંભળતાં એમાં www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy