SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ પ્રાગૈતિહાસિક પ્રભાવક પ્રતિભાઓ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મગધ સામ્રાજ્યને ભારતનું સૌથી વધુ શક્તિશાળી અને સમૃદ્ધ રાજ્ય તરીકે વિકસાવવામાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો મંત્રી ચાણકય ઇતિહાસની તવારીખમાં અમર થઈ ગયા. તેમણે નંદવંશ પાસેથી યેનકેન પ્રકારેણ સત્તા કબજે કરી, આસપાસના પ્રદેશોને પોતાના રાજ્યમાં સમાવી મોટું રાજ્ય સ્થાપિત કર્યું. મગધની પ્રજા અને ખાસ કરીને નંદવંશના અમાત્ય જે અમાત્યરાક્ષસ તરીકે ઓળખાતો તેને પોતાના પક્ષમાં કરવા માટે ઘણી કુનેહ વાપરી. ચંદ્રગુપ્તે પ્રજાના સુખમાં જ પોતાનું સુખ માન્યું. ચંદ્રગુપ્ત જૈન ધર્માવલંબી હતો. યુરોપિયન યાત્રિક મેગેસ્થેનીઝની નોંધ મુજબ ચંદ્રગુપ્તે શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યાં હતાં. એના ગુરુ શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી હતા. જ્યારે ગુરુએ બાર વર્ષના દુકાળની આગાહી કરી ત્યારે તેણે રાજ્યની નદીઓ પર બંધ બાંધી પાણીનો સંગ્રહ કર્યો. ગિરનારનું સુદર્શન તળાવ પણ એના આદેશથી જ બંધાયું હતું. દુકાળ દરમ્યાન રાજ્યનો કાર્યભાર પુત્ર બિંદુસારને સોંપી પોતે ગુરુ ભદ્રબાહુ અને વિશાળ મુનિસંઘ તથા શ્રાવકો સાથે ચિક્કબેટાની (ચંદ્રગિરિ) પહાડી પર વસવાટ કર્યો. એ ટેકરી પર સ્થાયી થઈને મૌર્ય શહેનાશાહે કર્ણાટક અને આસપાસના પ્રદેશોમાં જૈનધર્મનો ફેલાવો કર્યો. આ સમય ઈ.સ. પૂર્વે ૩જી શતાબ્દીનો હતો. એણે ગુરુભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા લીધી હતી. દીક્ષિત થયા પછી એનું નામ પ્રભાચંદ્ર હતું. જીવનના અંતિમ તબક્કામાં એણે ગુરુ પાસે સંલેખના વ્રત લઈ સમાધિમરણ પ્રાપ્ત કર્યું. આ જ ટેકરી પર શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીની ગુફા છે, જ્યાં તેમણે અનશન લીધું હતું. ગુફામાં કેવલીનાં ચરણો સ્થાપિત કરેલાં છે. અહીં દિગંબર સંપ્રદાયના ઘણા આચાર્યો શુભચંદ્ર સિદ્ધાંતિદેવ, મલ્લિસેન વગેરેએ પણ સંલેખના વ્રત લીધું હતું, જેથી આ પહાડી શ્રીક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રમાં મૌર્યવંશના બીજા રાજાઓ અને રાષ્ટ્રકૂટવંશના બીજા રાજવીઓએ પણ અનશન અંગીકાર કર્યું હતું. ચંદ્રગુપ્તની સમાધિ પરનું મંદિર ચંદ્રગુપ્ત બસદી (મંદિર) તરીકે ઓળખાય છે. મંદિરમાં પ્રવેશના દરવાજાની જમણી તરફ ત્રણ ગર્ભગૃહમાં અનુક્રમે અંબિકા (કુસુમાંડી), પાર્શ્વનાથ અને પદ્માવતીદેવીની પ્રતિમાઓ છે. ગર્ભગૃહોને અલગ કરતી સમ્મુખની નાનાં ચોકઠાંઓની દીવાલ પર ચંદ્રગુપ્ત અને Jain Education International For Private ચતુર્વિધ સંઘ ભદ્રબાહુસ્વામીના ઉત્તરભારતમાંથી દક્ષિણમાં સ્થળાંતરનાં શિલ્પો કંડારેલાં છે. જેને આજની ચિત્રકથા સાથે સરખાવી શકાય. આ સ્થાન શ્રવણ બેલગાલની સામે છે. અહીં ઘણાં મંદિરો છે. મૌર્ય સમ્રાટ સંપ્રતિ મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્તનો પૌત્ર અશોક અને તેનો પૌત્ર તે જૈનધર્મ પ્રસારક નિઃસ્વાર્થી મહારાજા સંપ્રતિ. તેઓ એટલા તો નિસ્પૃહી હતા કે સવાકરોડ જિનબિંબ અને લાખોની સંખ્યામાં જિનમંદિરો નિર્માણ કરાવ્યાં પણ કોઈ સ્થળે પોતાનું નામ આપ્યું નહીં. તેમના દ્વારા બંધાયેલાં જિનમંદિરો સૌરાષ્ટ્ર, માળવા, મેવાડ અને મારવાડમાં વધુ છે. મહારાજા સંપ્રતિનો જન્મ ઈ.સ. પૂર્વે ૨૫૭માં અવંતિમાં થયો હતો. પિતા કુણાલ અંધ હોવાથી સમ્રાટ અશોકે પૌત્ર સંપ્રતિને ફક્ત ૧૦ મહિનાની ઉંમરે જ અવંતિ(ઉજ્જૈન)ની રાજ્યગાદી સોંપી અને મગધ સામ્રાજ્યના વારસદાર તરીકે ઘોષિત કર્યા. તેઓ જ્યારે ૧૪ વર્ષના થયા ત્યારે તેમને અવંતિના રાજા તરીકે રાજતિલક કરવામાં આવ્યું અને તેમના લગ્ન પણ રાજકુમારીઓ સાથે કરવામાં આવ્યાં. એકવાર આચાર્ય સુહસ્તિગિરિ અવંતિ આવ્યા. તેમને જોતાં જ સંપ્રતિને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. નિશીથચૂર્ણિમાં આ બનાવનું વર્ણન નીચે પ્રમાણે છે.— " अण्णया आयरिया वतीदिसं जियपडिमं वंदियागता । तत्थ रहाणु जाने रण्णो घरं रहोवरि अंचति ॥ संपतिरण्णा ओलायणगण्ण अज सुहस्तिथ दिट्ठो जातिस्मरणं जातं । आगच्छो पायेसु पडिओ पट्टि विणओणओ ॥ ભાવાર્થ : એકવાર આર્યસુહસ્તિ વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાનાં દર્શને ગયાં. ત્યાં રથયાત્રા નીકળી ત્યાં રાજાનો મહેલ હતો. ઝરૂખામાં બિરાજેલા સંપ્રતિને આચાર્યસુહસ્તિને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત જ નીચે આવી આચાર્યને વિનયથી પગે લાગ્યા.” કલ્પચૂર્ણિમાં અને બીજા ગ્રંથોમાં વિદિશાને બદલે અવંતિ છે. આચાર્ય આર્યસુહસ્તિના ઉપદેશથી અને માતાની પ્રેરણાથી તેમણે અવંતિથી શત્રુંજયની અભૂતપૂર્વ તીર્થયાત્રા કરી. શત્રુંજય, ગિરનાર, જૂનાગઢ ગિરનારમાં સુદર્શન તળાવનો જિર્ણોદ્ધાર પણ કરાવ્યો, જેનાથી સંપૂર્ણ સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવામાં આવતું હતું. તે ઉપરાંત કેટલીયે ધર્મશાળા અને અન્નક્ષેત્રોનો પ્રારંભ કરાવ્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy