SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ooo, જળ સંસ્કૃતિના રક્ષકો અને કર્મવીરો ડૉ. રેણુકાબેન જે પોરવાલ જૈનશાસનમાં આજસુધીમાં સમયે સમયે અનેક નરવીરો થઈ ગયા છે. ભગવાનના સમયમાં અભયકુમાર જેવા, વચલાકાળમાં સંગ્રામ સોની કે ચંપા શ્રાવિકા જેવાં થયાં અને અત્યારના નજીકના કાળમાં શેઠ મોતીશા કે નરશીનાથા જેવા ઘણા ધર્મવીરો થયા. એના પ્રભાવે જૈનશાસનનો જયજયકાર થતો રહ્યો છે. ધર્મવીરતાની સાથે સાથે કર્મવીરતા કે શૂરવીરતા પણ જોઈએ અને તો જ ધર્મવીરતા દીપે-એવા રક્ષકો અને કર્મવીરોમાં દાનવીર ભામાશા, શ્રેષ્ઠી જાવડશા કે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને તેના પુત્ર વખતચંદ, શેઠશ્રી લલ્લુભાઈ રાયજી, હેમાભાઈ શેઠ જેવી ઘણી પ્રતિભાઓ ઇતિહાસને પાને નોંધાયેલી છે. કર્મવીરો અને રક્ષકોનું જીવનદર્શન કરાવતી આ લેખમાળામાં તાટશ્ય, લેખ માટે પસંદિત સંદર્ભ સાહિત્યની આધારભૂતતા, ભાષાકીય સ્પષ્ટતા આદિ ઉડીને આંખે વળગે તેવા છે. જૈનકોમના આભૂષણ સમા શ્રેષ્ઠી લાલભાઈ દલપતભાઈ અને તેમના માતુશ્રી ગંગાબેને તીર્થોની રક્ષા અને શિક્ષણક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન નોંધાવ્યું. એમાં મહેસાણાનિવાસી શેઠ વેણીચંદ સૂરચંદ જેવા ઉદાર સનિષ્ઠ પ્રતિભાવંત શ્રાવક પણ હતા. દોમદોમ સુખસંપત્તિ કે વિશાળ ધનવૈભવની સાથે દેવ, ગુરુ, ધર્મ પરત્વેની સનિષ્ઠ શાસનસેવા, નીતિમત્તા, નમ્રતા, ઉદારતા અને પરમાર્થની ભાવનાવાળા એવા ઘણા છે. ગઈ સદીમાં થયેલા મહાપુરુષોમાં મોહનલાલ દલીચંદ દેસાઈ, ભીમજી હરજીવન પારેખ (સુશીલ), વીરચંદ રાઘવજી વગેરે મહાનુભાવોએ મહેનત લગન અને ઉત્સાહથી જૈનધર્મના સંદેશને વિશ્વ સુધી પહોંચાડ્યો. શ્રી સુશીલ બ્રાહ્મી અને પ્રાકૃત ભાષાના અભ્યાસી હતા. જેનધર્મના શિલાલેખો અને ઇતિહાસને પ્રકાશમાં લાવવા તેમણે તનતોડ પ્રયત્નો કર્યા. તેઓ અને ભગવાનલાલ ઈન્દ્રજી ભટ્ટ તે સમયના પ્રથમ હરોળના ભારતીય આર્કિયોલોજીસ્ટ હતા. આ સર્વનું યોગદાન જૈન હસ્તપ્રતો, લેખો અને શોધ ક્ષેત્રે મહત્તમ રહ્યા. ભૂતકાળમાં અનેક ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર, તીર્થરક્ષા અને શાસનસેવા માટે ઝિંદાદિલ જવામર્દો હતા તેમ વર્તમાનમાં પણ આપણી વચ્ચે સર્વસ્વનું સમર્પણ કરનારા પણ અસંખ્ય છે જે આ લેખમાળાના વાચનથી જરૂર પ્રતીતિ થશે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. રેણુકાબહેન પોરવાલ એક સારા એવા વિદુષી છે. સાહિત્યનાં અનેકવિધ ક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રકારનું યોગદાન નોંધાયું છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક અધ્યયન' વિષય ઉપર (૨૦૦૧)માં ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમની થીસીસ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી'નું પ્રકાશન અને વિમોચન શ્રી સીમંધરસ્વામી જૈન મંદિર મહેસાણા દ્વારા આચાર્ય ગુરુભગવંત કલ્યાણસાગરજીના જન્મદિને ૨૦૦૩માં કરવામાં આવ્યું. શ્રી રેણુકાબેનની શૈક્ષણિક પ્રગતિમાં અન્ય વિગત આ પ્રમાણે–બી.એસ.સી. ૧૯૭૬ ગુજરાત યુનિવર્સિટી, એલ.એલ.બી. ૧૯૮૯ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, પી.એચ.ડી. ૨૦૦૧ મુંબઈ યુનિવર્સિટી, જૈનોલોજી (સર્ટિ, ડિપ્લોમા) ૨૦૦૪ મુંબઈ યુનિવર્સિટી, ઇન્ડીયન એસ્થેટીકસ ચાલુ છે. મુંબઈ યુનિવર્સિટી. “જેનેજગત’ હિન્દી વિભાગના તંત્રી તરીકે મુંબઈમાં વસવાટ કરીને સેવા આપી રહ્યાં છે. મુંબઈની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. આ ઉપરાંત વિવિધ સેમિનારો અને કોન્ફરન્સમાં તેમના નિબંધ-વાચન વગેરે અચૂક હોય જ. જૈનધર્મના તત્ત્વને વાસ્તવિક રીતે રજૂ કરવામાં તેમનો નમ્ર પ્રયાસ પ્રશંસાપાત્ર રહ્યો છે. મુમુક્ષુ જીવો હંસની માફક ક્ષીર-નીર ન્યાયે સદગુણો કે સર્બોધ ગ્રહણ કરશે તો ડૉ. રેણુકાબહેને કરેલી મહેનત સાર્થક ગણાશે. - સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy