SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ otos ચતુર્વિધ સંઘ રાજ્યા-બાજિયા શેઠ ગંધારથી આવીને ખંભાતમાં વસ્યા. વેપારમાં નફો થવાથી એમણે ખંભાતમાં બાર સ્તંભો અને છ દ્વારવાળું અતિભવ્ય જિનાલય બનાવરાવ્યું. તેના ભોંયરાના ભાગમાં ૨૬ દેવકુલિકા છે. ૧૮ હાથી અને ૮ સિહ બનાવેલા છે. એમણે ખંભાત આવીને એક જ વર્ષમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચીને અનેક માણસોને મદદ કરી હતી, એટલે જ કહેવાય છે કે “ગંધારના રાજિયા–બાજિયા, ખંભાત બંદરમાં ગાજિયા.” વસ્તુપાળમંત્રી સંઘસહિત ગિરનારજી જતા હતા એ સમયે અનુપમાદેવીએ ભાવાવેશમાં આવીને પોતાના ગળામાં પહેરેલાં ૩૨ લાખનાં ઘરેણાં પ્રભુને સમર્પિત કરીને એક કરોડ રૂપિયાનાં ફૂલોથી પ્રભુની પૂજા કરી. એટલામાં જ તેજપાળ મંત્રીએ ૩૨ લાખનાં નવાં ઘરેણાં બનાવરાવી દીધાં. ગિરનારથી શત્રુંજય જતી વેળા અનુપમાદેવીએ ૩૨ લાખનાં ઘરેણાં આદિનાથ ભગવાનને પહેરાવી દીધાં, આ જોઈને વસ્તુપાળનાં પત્નીએ પણ ૩૨ લાખના આભૂષણો ભગવાનને પહેરાવી દીધાં. ઘેર આવ્યા પછી મંત્રીએ બધાંને એવાં જ આભૂષણો બનાવરાવી આપ્યાં. મંદોદરી અષ્ટાપદ પર્વત પર નૃત્ય કરતી હતી ત્યારે અંતઃપુરની ૧૬૦૦૦ સ્ત્રીઓ પણ સાથે નૃત્ય કરતી હતી. વિમલમંત્રી નિત્ય ધ્વજા, સ્નાત્રાદિ પ્રસંગો ઊજવવા માટે મુંડસ્થલાદી ૩૭૦ ગામોમાં પોરવાલોને વસાવી, એમના તમામ કર માફ કરી એમને ધનવાન બનાવી દીધા. તેથી બધાં ગામોના શ્રાવકો પોતાના સ્વદ્રવ્યોથી ભગવાનની પૂજા કરે છે. દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં હતાં. ત્રણ ચાર શત્રુંજયના સંઘ કાઢ્યા હતા અને ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સમીર રાજાએ ૧000 સ્તંભોવાળું જિનાલય શત્રુંજય પર્વત પર બધાવી ભગવાન આદિનાથની પ્રતિમા સ્થાપિત કરી હતી. ધર્મનંદન રાજાએ યક્ષે આપેલી રસકપીથી કરોડભાર સુવર્ણ તૈયાર કર્યું. અને ૧૦ ભાર પ્રમાણ સુવર્ણનાં ૧૦૦. જિનબિમ્બ, ચાંદીનાં એક લાખ જિનબિમ્બ, પિત્તળનાં ૯ લાખ તથા પથ્થરનાં ૯૦ લાખ જિનબિમ્બ ભરાવીને જૈનશાસનની પ્રભાવના કરી હતી. સાતવાહન રાજાએ ૩૦૦ ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં હતા. જેઓ ‘લઘુ શાલિભદ્ર’ કહેવાતા હતા તેવા માંડવગઢનાં જાવડશાહે પાંચ જિનાલયો બંધાવ્યા હતાં. એ જિનાલયોમાં એક અગિયાર શેર સુવર્ણની અને બીજી બાવીસ શેર ચાંદીની એવી એ પ્રતિમાઓ બનાવરાવી હતી અને એ પ્રતિમાઓની પ્રતિષ્ઠામાં અગિયાર લાખ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. ગાંધારના ઈન્દુજી પોરવાલે હીરસૂરિજીના સદુપદેશથી ૩૬ જિનાલયોનું નિર્માણ કર્યું હતું. કૃષ્ણ મહારાજાએ ગિરનાર તીર્થ ઉપર સોના-રૂપા અને માણેકનાં જિનાલયો બંધાવ્યાં હતાં. દંડનાયક સજ્જનમંત્રીએ પાલિતાણાથી ગિરનાર સુધીની ૧૨ જોજન લાંબી ધજા ચઢાવી હતી. દશાર્ણભદ્ર રાજાએ ‘વીર પ્રભુ પધાર્યા’ એવી વધામણી આપનારાઓને સાડાબાર લાખ રૌણ દ્રવ્ય તથા પોતાના અંગ પરનાં તમામ આભૂષણો ભેટ આપી દીધાં હતાં. ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાવિજય પછી અયોધ્યા આવીને બધાં જિનાલયોમાં પૂજા ભણાવરાવી હતી. થરાદના આભૂનાક સંઘવીએ ૧૫૧૦માં નવી પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હતું. વિજયસેનસૂરિજીના વરદ્હસ્તે ચારલાખ જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવી હતી. Tી રોડ પર સરસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy