SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ★ ★ મહાવીરની જીવિતસ્વામી પ્રતિમાઓ છે. વિક્રમ સંવત પૂર્વે ત્રીજી સદીમાં (૨૩૦૦ વર્ષ પહેલાં) નાકોડા–તીર્થે વીરસેન અને નાકોરસેન વીરબંધુઓએ દેરાસરો બંધાવ્યાંના ઉલ્લેખો મળે છે. * ચંપાપુરી તીર્થ : સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા વગેરેની આ જન્મભૂમિ છે. વિક્રમની બારમી સદીમાં નાગોરના પલ્લીવાલ આસધર અને લક્ષ્મીધર બંધુઓએ અને તેમના પુત્રોએ શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે અનેક સ્થળે જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યાં હતાં. * ઉત્તરપ્રદેશમાં આગ્રા તીર્થ : સમ્રાટ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીનું અહીં પદાર્પણ થયું. અનેક જિનમંદિરોની તે વખતે પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખો મળે છે. ⭑ * મધ્યપ્રદેશમાં ખજૂરાહો તીર્થમાં નવમી અને બારમી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા ઘણાં જિનમંદિરોનું નિર્માણ થયું હતું. બદમાવર તીર્થમાં લગભગ ૨૨૫૦ વર્ષ પહેલાં સંપ્રતિ રાજા દ્વારા મંદિરની પ્રતિષ્ઠા થયેલ. * સિરોહી (રાજ.) અર્ધશત્રુંજયતીર્થ કહેવાય છે કેમકે ત્યાં એક સાથે ૧૪ દેરાસરો છે. * ★ દેવગિરિના જિનાલયની વિશિષ્ટતા : દેવગિરિનું જિનાલય માંડવગઢના પેથડ મહામંત્રીએ બનાવેલ. આ જિનાલયની ★ tr જગ્યા લેવા માટે હેમડ મંત્રીના નામે ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલેલ. તેથી મંત્રીએ ખુશ થઈ રાજાને વાત કરી ને રાજાએ જગ્યા આપી. જે સોમપુરાએ રુદ્રમહાલય બનાવેલ તેના વંશમાં થયેલ રત્નાકર નામના સલાટે આ જિનાલય બનાવેલ. પેથડ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી ૬૨ સાંઢો ભરી સુવર્ણ મોકલેલ. આ જિનાલયના નિર્માણ માટે દેવિગિરમાં ૧૦,૦૦૦ ઈંટના નિભાડા રોકેલા. દરેક નિભાડામાં ૧૦,૦૦૦ ઈંટો પકવવામાં આવતી. આ જિનાલયના પાયા ૩ બંધવાસ છે. જેટલા ઊંડા ખોદેલ અને પાયામાં ૧૫ શેર સીસાનો રસ પૂરેલ. જિનાલયમાં ૨૧ ગજ લાંબી, ૧૦૦૦ પત્થરની પાટો ગોઠવેલ. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ૧૦૮ બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર કરતા. સર્વ ગચ્છના સાધુઓની ભક્તિ મંત્રીએ વસ્ર દ્વારા કરેલ. ૮૪,૦૦૦ શ્રાવકોને સોનાના વેઢ પહેરાવેલ. આ જિનાલયમાં ૮૩ અંગુલ પ્રમાણવાળી વીરપ્રભુની પ્રતિમા પધરાવેલ. પ્રતિષ્ઠા વખતે પેથડ મંત્રીને પાંચ લાખનો ખર્ચ થયેલ. (સુકૃતસાગર) આ છે જિનશાસન * દીક્ષાર્થી ગંધાર શ્રાવક દીક્ષા અંગીકાર કરતાં પહેલાં ગુરુઆજ્ઞા પ્રાપ્ત કરીને વૈતાઢ્યગિરિ પર આવેલી ગુફામાં ગયો હતો. ત્યાં ૨૪ રત્નબિમ્બોનાં દર્શનમાં એવો લીન થઈ ગયો કે આખી રાત વીતી ગઈ. રાણકપુર તીર્થની વિશિષ્ટતા ઃ રાણકપુર મંદિરના સ્થાપક અને કુંભારાણાના મંત્રી ધરણાશાહ પોરવાલે ૩૨ વર્ષની ઉંમરે ૩૨ સંઘોની વચ્ચે શત્રુંજયની ઉપર સોમસુંદરસૂરિજીના હસ્તે તીર્થમાળા પહેરી બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ. તીર્થમાલા વખતે પ્રતિજ્ઞા લીધેલ કે રાણકપુરમાં નલિનીગુલ્મ વિમાન જેવું જિનાલય બંધાવવું. કુંભારાણા પાસેથી જમીન લઈ સં. ૧૪૪૬માં જિનાલયનું કામ શરૂ કરાવ્યું અને ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવી. મહારાજા શ્રેણિક દરરોજ જે દિશામાં પ્રભુવિહાર કરતા એ જ દિશામાં આઠ-દસ ડગલાં આગળ જઈને ૧૦૮ સુવર્ણમુદ્રાથી સ્વસ્તિકની રચના કરતા હતા. Jain Education International * આબુ પર્વત પર જિનાલયોની રચના થઈ રહી હતી. એ વખતે કારીગરો ધીમી ગતિએ કામ કરતા હતા. એમનો ઉત્સાહ વધારા માટે સુશ્રાવિકા અનુપમાદેવી એમને કહ્યું કે પથ્થરો ઘડતાં જે ભૂકો પડશે એટલું સુવર્ણ ઘડનારને આપવામાં આવશે. * કુંડકોલી નગરના રાજા સોમદેવે ૫૦૦ સોનાનાં અને ૧૭૦૦ લાકડાનાં જિનમંદિરો બંધાવ્યાં હતાં અને કરોડોની સાથે શત્રુંજય પર્વત પર જઈને ભગવાન આદિનાથની સ્તુતિ કરી હતી. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનામહોરો ખર્ચીને ગિરનારજીનાં પગથિયાં બનાવરાવી રસ્તો બનાવરાવ્યો અને શત્રુંજયનાં જિનાલયોના નિભાવ માટે ૨૪ ગામો અને ૨૪ બાગો ભેટ આપ્યાં હતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy