SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ oe૪ રાજા સો મદાસના મંત્રી ઓસવાલ સાદરાએ સં. ૧૫૨૯માં શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના હાથે કરાવી હતી. * શ્રી જીરાવલા પાર્શ્વનાથનો નવો પ્રાસાદ સં. ૧૧૯૧માં શેઠ ધાંધલે કરાવેલો. જીરાવલા મંદિર સં. ૩૨૬માં કોડી નગરના શેઠ અમરાશાહે બનાવેલ હતું. શ્રાદ્ધરત્ન ધરણાશાહ પોરવાડની દૃષ્ટિનું દૃશ્ય ખડું કરનાર ૧૪૪૪ થાંભલા સહિતનું શિલ્પના અવતાર સમું ભવ્ય ધરણવિહાર રાણકપુરમાં આવેલું છે. ૧૯૪૬માં સોમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. પચાસ વર્ષ બંધાતાં લાગેલાં. ધરણાશાહે ૩૨ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકારી નલિની ગુલ્મ વિમાન જેવું બનાવવાનો સંકલ્પ કર્યો. કુંભારાણાના તેઓ મંત્રી હતા. રાજસ્થાનમાં કાપરડાજી તીર્થ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજીનું ચાર મજલાનું ચૌમુખજી જિનમંદિર વિ. સં. ૧૬૭૮માં બંધાવી જેતારણનિવાસી ભાણજી ભંડારીએ પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૯૭૫માં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજી મહારાજે પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. ચિત્તોડ વીરપુરુષોની ધરતી ગણાય છે. પ્રતાપ રાણાને સહાય કરનારા ભામાશાહ અહીં થયા. સત્તાવીશ દેરીના નામથી ઓળખાતું બાવન જિનાલય દર્શનીય છે. શ્રાવકોનું અત્રે પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે. ઉદેપુર : મેવાડની રાજધાની અને શક્તિશાળી રાણાઓની પરંપરા નગરીની વિશિષ્ટતાની સાક્ષી પૂરે છે. મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પ્રથમ શ્રી પદ્મનાભ તીર્થંકર થવાના છે. તેની સુંદર પ્રતિમાજી મૂળનાયક તરીકે અત્રે બિરાજમાન છે. ડુંગરપુર : ડુંગરપુરના રાજવી શાબાશાહના સમયમાં ગોપીનાથ ને સોમદાસ મંત્રીઓ હતા. તેમણે અહીં તથા બીજા ઘણાં સ્થળે જિનમંદિરો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. ભારતની પ્રાચીન ઐતિહાસિક નગરી ઉજ્જૈન જ્યાં રાજવી ચંડપ્રદ્યોત, સંપ્રતિ, વિક્રમાદિત્ય થયા હતા. ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ આ નગરીમાં અવંતી પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ તેમજ શોભનમુનિ આ નગરીનાં રત્નો હતાં. શ્રીપાલ રાજાની નવપદ આરાધનાભૂમિ પણ આજ ભૂમિ છે. અત્રેના મહાકાલમંદિર સાથે આચાર્યશ્રી સિદ્ધસેન ચતુર્વિધ સંઘ દિવાકરજીનું નામ સંકળાયેલું છે. કે માંડવગઢના સંગ્રામ સોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ઉપયોગ કરી મક્ષી, માંડવગઢ, ધાર, મંદસોર વગેરે સ્થળે ૧૭ જેટલાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. ગિરિતીર્થ માંડવગઢમાં મંત્રી પેથડ શાહ, ઝાંઝણ શાહ, સંગ્રામ સોની વગેરે પ્રભાવક પુરુષો થયા હતા. એક સમયે અત્રે ૩૦૦ જિનમંદિરો હતાં. ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાલય અહીં સ્થાપ્યું હતું. રાજગૃહી નગરી : મગધની રાજધાની જ્યાં પ્રભુ મહાવીરે બાર ચાતુર્માસ કર્યા ત્યાંના આદર્શ રાજવીઓ અને શ્રેષ્ઠીઓના આદર્શ પરિચયો મળે છે. શ્રેણિકઅભયકુમારથી પ્રતિષ્ઠિત આ ભૂમિ મેતાર્ય મુનિ, શાલીભદ્ર, ધન્ના શેઠ, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવના શેઠ, જંબૂ સ્વામી, પ્રભાસ, શäભવસૂરિ, પૂણિયો વગેરે નામાંકિત મહાપુરુષોની જન્મભૂમિ છે. ધન્ય ભૂમિ અને ધન્ય ત્યાંના જિનભક્તો! જિનમંદિરોમાં શ્રાવકોનું ભારે મોટું યોગદાન છે. જગતભરમાં પંકાયેલું કલકત્તાનું બદરીદાસ બાબુનું કાચનું જિનાલય જોવાલાયક છે. સં. ૧૯૨૩માં તેની પ્રતિષ્ઠા થઈ. હીરા-માણેક, પન્ના, રત્ન-મણિથી સુશોભિત આ મંદિર ભારતભરમાં અજોડ અને અનુપમ છે. કે લખનૌ શહેરમાં ભ. મહાવીરસ્વામીનું શિખરબંધી દેરાસર સં. ૧૯૧૨માં ઝવેરી ઈદરચંદજી ખેમચંદજીએ બંધાવેલ. શિલ્પકલાના ઉત્તમ નમૂના અત્રે જોવા મળે છે. હસ્તિનાપુર એ અયોધ્યા જેટલી જ પ્રાચીન નગરી છે. ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર હસ્તિકુમારે આ નગરી વસાવી હતી. શ્રેયાંસકુમારને હાથે ઋષભદેવ પ્રભુના વરસીતપનું પારણું અહીં થયું હતું. મલ્લિનાથ ભગવંતે છે રાજાઓને અહીં પ્રતિબોધ કર્યા હતા. અહીં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા સુરત-રાંદેરના વીરચંદભાઈ ઝવેરીએ કરાવેલ. કે કુમારગિરિ (ખંડગિરિ) જે દક્ષિણ ભારતની પ્રાચીન નગરી અંતરીક્ષની સમકાલીન ગણાય છે. * જાલોર શહેરની નજીક સ્વર્ણગિરિ પર્વત ઉપર ઘણાં દેરાસરો આવેલાં છે. કુમારપાળ મહારાજાએ પણ અત્રે દેરાસર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. કે નાણા. દીયાણ, નાંદિયા આ ત્રણે તીર્થોમાં ભગવાન Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy