SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા * મુંબઈ નગરીના પ્રવેશદ્વાર સમા અગાસીનું મુનિસુવ્રતસ્વામીનું મંદિર શેઠ મોતીશાહે સં. ૧૮૯૨માં બંધાવેલ છે. મુંબઈ-ભાયખલાનું ભવ્ય મંદિર પણ મોતીશાહ શેઠની ભક્તિનું પ્રતીક છે શત્રુંજયાવતાર જેવું આ તીર્થરૂપ બન્યું છે. * મુંબઈ પાસે થાણાનું હજારો વર્ષ જૂનું પ્રાચીન–મુનિસુવ્રતસ્વામીનું જિનાલય શ્રી નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજાની સ્મૃતિ કરાવે છે. શ્રીપાલ-મયણાના જીવનપ્રસંગો તાજા થાય છે. સુરત ગોપીપુરામાં આવેલા હાથીવાળા દહેરાસરમાં સં. ૧૬૭૮માં શ્રી રત્નચંદ્રગણિએ પ્રાણપ્રતિષ્ઠા કરાવેલી. અમદાવાદના નગરશેઠના પૂર્વજ શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રની આરાધના અત્રે કરી હતી. * નર્મદા નદીના કાંઠે આવેલ પ્રાચીન ભૃગુકચ્છ(ભરૂચ) જ્યાં આર્ય-કાલકસૂરિ, આર્ય ખપુટાચાર્ય વગેરે આચાર્યો વગેરેએ આવી. આ ભૂમિને પાવન કરી છે. શાંતુ મહેતા અને અંબડ મંત્રીનો શકુનિકા વિહારમાં ઉલ્લેખ મળે છે. ધવલ શેઠનો પણ અત્રે ભેટો થયો હતો. શ્રીપાલ રાજા આ ભરૂચ નગરીમાં આવ્યાનો ઉલ્લેખ મળે છે. * ભરૂચ પાસે કાવી તીર્થમાં સાસુવહુની સ્પર્ધાથી બે ભવ્ય જિનમંદિરોનું નિર્માણ થયું. આ. સેનસૂરીશ્વરજીએ આ બન્ને દેરાસરની સં. ૧૬૪૯ અને ૧૬૫૫ માં પ્રતિષ્ઠા કરી હતી. * ભરૂચ પંચતીર્થમાં આવેલ ગંધારની જાહોજલાલી એક સમય પૂરબહારમાં હતી. સં. ૧૮૧૦માં હરકોર શેઠાણીએ આ ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. * સિદ્ધરાજના સમયમાં પ્રાચીન નામ દર્ભાવતી, હાલ ડભોઈ તરીકે પ્રસિદ્ધ છે. વીર ધવલના મંત્રી તેજપાળે ૧૭૦ દેવકુલિકા સહિત અત્રેના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. * માંડવગઢના પેથડ શાહે સં. ૧૩૨૦ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર બનાવેલ હતું. * વડોદરાના ઘણાં જિનમંદિરો પૈકી દાદા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર વસ્તુપાલે કરાવેલો. સજ્જનમંત્રીએ અહીં મોટી રથયાત્રા કાઢી હોવાના ઉલ્લેખો મળે છે. * હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળનો જ્યાં ભેટો થયો તે ખંભાતનાં પ્રાચીન મંદિરો પણ યાત્રા કરવા લાયક છે. Jain Education International * જૈનપુરી તરીકે પ્રખ્યાતિ પામેલા અમદાવાદમાં સં. ૧૯૦૩માં શેઠ હઠીસીંગે ૮૪ દેરી સહિતનું મંદિર બંધાવ્યું–સરસપુરમાં શેઠ શાંતિદાસે ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલય મંદિર બંધાવેલું. *સં. ૧૧૧૫માં સજ્જનમંત્રીએ શંખેશ્વરમાં બંધાવેલ મંદિરનાં ખંડિયેરો આજે પણ મોજૂદ છે. ફરી સત્તરમા સૈકામાં બંધાયેલું છે. ભાવિકોને વર્તમાનકાલમાં આકર્ષી રહેલ છે તેવા શ્રી પ્રભાવશાળી શંખેશ્વર પાર્શ્વનાથજી છે. glo3 ઉદયન મંત્રીએ અત્રે ઉદયનવસહી નામનું જિનમંદિર બંધાવ્યું હતું. * ચૌદમા સૈકામાં ચારૂપ તીર્થમાં માંડવગઢના પેથડ શાહે મંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. * પ્રાચીન ભીમપલ્લી ગામ આજનું ભીલડિયા તીર્થ, જ્યાં સં. ૧૩૧૭માં ભુવનપાલે જીર્ણોદ્ધાર કરાવી સોનાના ધ્વજદંડ ચઢાવ્યા હતા. સં. ૧૮૯૨ માં ફરી પ્રતિષ્ઠા થઈ. * શત્રુંજયતીર્થનો છેલ્લો ઉદ્ધાર સં. ૧૫૮૭માં કર્માશાહે કરાવેલ. શાંતિ-સમાધિ અને સમતાનું અપૂર્વ સ્થાન આ સિદ્ધગિરિ તીર્થ છે. * શત્રુંજી ડેમ પર સં. ૨૦૩૦માં શત્રુંજય પાર્શ્વપ્રાસાદનું નૂતન નિર્માણ થયું. મુંબઈના શા. ખુમચંદ રતનચંદ જોરાજી તથા સોમચંદ ચૂનીભાઈ વગેરેએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. મહુવાના શેઠ જાવડ શાહે પણ શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ★ ★ * અજયપાળ રાજાએ અજયનગર વસાવી શ્રી અજાહરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. પ્રભુના હવણ જળથી રાજાના ૧૦૭ રોગો નાશ પામ્યા હતા. ઉનાથી બે માઈલ દૂર અજારા તીર્થ આવ્યું છે. ઉના પાસે દીવ બંદરે કુમારપાળ મહારાજાએ બંધાવેલ જિનમંદિર પ્રાચીન જાહોજહાલીની સાક્ષી પૂરે છે. અત્રે હીરસૂરિજી મહારાજ ચાતુર્માસ પધાર્યા હતા. * શ્રી ભદ્રેશ્વરજી તીર્થ : જગડુશા દાનવીરની આ જન્મભૂમિ છે. વીર સંવત ૨૩માં દેવચંદ્ર શ્રાવકે પાર્શ્વજિનનો પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. * મેવાડના કુંભારાણાએ સં. ૧૫૦૯માં અચલગઢ બંધાવેલ. ફરતો કિલ્લો છે. અત્રે મંદિરો છે. પ્રતિષ્ઠા ડુંગરપુરના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy