SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા બનાવવા વિનંતી કરી. આતમને જગાડવાની હોંશ થઈ. જન્મ સફળ કરવાની ભાવના થઈ. કુંડકોલિકની ધર્મભાવનાની વાતો પુષ્પાદેવી ઘણી જ શુભ ભાવે સાંભળતી હતી. પ્રજા પણ શ્રેષ્ઠીના જીવનપરિવર્તનના આતંરિક અવાજને સાંભળી અનુમોદના કરતી હતી. પ્રભુ વીરે શ્રેષ્ઠીને દેશવિરતિ ધર્મની સમજ આપી. શ્રેષ્ઠીના અંતરમાં મિથ્યાત્વનું-અજ્ઞાનતાનું જે ગાઢ અંધારું છવાયું હતું તે દૂર થઈને સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો. તેમને થયું કે મારું આજ સુધીનું જીવન વ્યર્થ ગયું. પ્રભુવીરના આશિષ લઈ શ્રેષ્ઠી ઘરે ગયા. તેઓ અને તેમનાં ધર્મપત્ની આજે ઘણાં જ પ્રસન્ન હતાં. તેમને આજે જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો હોય એમ લાગ્યું. હવે પતિદેવની સાથે ધર્મચર્ચા કરતાં આનંદ આવશે તેમ માની લીધું. આરાધના ડબલવેગે કરવા તક મળશે એમ નિશ્ચિત થયું. ધર્મ મળવો જેમ સહેલો નથી એમ મળેલો ધર્મ આચરવો-પચાવવો વધુમાં વધુ કઠિન છે. ધીરે ધીરે આત્મકલ્યાણની બુદ્ધિએ, પ્રગતિના પંથે શ્રેષ્ઠીએ પોતાના બધા વ્યવહારો સુધારી દીધા, સમય મળે તો આત્મચિંતન-ધ્યાનમાં શક્તિ, બુદ્ધિને વાપરવા લાગ્યા. એક દિવસ શ્રેષ્ઠી અશોકવનની એક શિલા ઉપર આસન લગાવી બેઠા હતા. સંસારના બધા સંબંધો ભૂલી એ ધ્યાનમાં મગ્ન થવા લાગ્યા. ત્યાં શેઠની ધર્મભાવનાની પરીક્ષા કરવા એક દેવે આવી શ્રેષ્ઠીને સંબોધી આકાશવાણી કરી ......... “કુંડકોલિક! સુખપૂર્વક કરી શકાય એ જ ખરો ધર્મ છે. જેને કરવાથી કાયાને કષ્ટ પડે' મનને ત્રાસ થાય તે સાચો ધર્મ Jain Education International toge નથી. સાચો ધર્મ મંખલીપુત્ર ગોશાળાનો જ છે માટે મહાવીરને અને તેના ધર્મને ત્યજી ગોશાળાના ધર્મને અપનાવી સુખી થાઓ.” બે-ત્રણ વખત આકાશવાણીના આ શબ્દો સાંભળી શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે જાત-અનુભવથી મેળવેલો આત્મસુખનો માર્ગ સાચો કે વાણી દ્વારા કહેવાતો માર્ગ સાચો? તરત શ્રેષ્ઠી ચેતી ગયા. તેમણે મનોમન નિર્ણય કર્યો કે ધર્મની બાબતે મને ગેરમાર્ગે લઈ જનારી આ આકાશવાણીની મારે કોઈ કિંમત નથી. મેં સમજી વિચારી–અનુભવી આ ત્યાગમય ધર્મ સ્વીકાર્યો છે. તે સંપૂર્ણ સત્ય છે અને સ્વીકારેલા માર્ગમાં જ વધુ દૃઢ થયા. કાંપિલ્યપુર નગરીમાં શ્રેષ્ઠીની ધર્મનિષ્ઠા અને દૃઢતાની વાતો ચર્ચાઈ. દેવે કરેલી પરીક્ષા અને શ્રાવકે કરેલો તેનો પ્રતિકાર સાંભળી નગરજનોએ કુંડકોલિકને અગણિત ધન્યવાદ આપ્યા. આવું આદર્શ શ્રાવકજીવન ઉત્તરોત્તર ૧૪ વર્ષ અખંડિત પાળી છેલ્લે શ્રાવકની અગિયાર પડીમાઓને વહન કરી એક મહિનાનું સંલેખના–અનસન કર્યું. સમભાવે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ, સુખ ભોગવી, મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષમાં જશે. સાર ઃ—પ્રભુવીરના આદર્શ ૧૦ શ્રાવકોમાં આ શ્રાવકનું નામ બોલાય છે. રિદ્ધિ-સિદ્ધિ અપાર હોવાં છતાં અલ્પકાળમાં અપરિગ્રહી બન્યા. આરાધકને સાધક થઈ જીવન ધન્ય કરી ગયા. [શાંતિસૌરભ-૨૩/૩.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy